android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા
calendar_today September 8, 2026

સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા

સગાઇ રેન્જમાં વનવિભાગના પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે સાગી લાકડા કાપીને બોલેરો પીકઅપમાં લઇ જવાતો રૂા.1,32,697ના જથ્થા સાથે બે ઇસમની પોલીસે વનવિભાગે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.સગાઈ રેન્જના RFO જે.એ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વનવિભાગના સ્ટાફ્ દ્વારા તા. 2-9-26ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીને આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પીકઅપ ગાડી નં.GJ-19-Y-0318નો પીછો કરી તેને રોકી હતી. જેમાં તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-28, કુલ 2.170 ઘનમીટર જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા સાગી લાકડાંની અંદાજિત કિં. રૂા.1,32,697 હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગના સ્ટાફ્ દ્વારા લાકડાના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાહન પણ જપ્ત કરાયું હતું. આ મામલે વાહનચાલક સોમા સોનજી વસાવા, (રહે. કનબુડી, તા. દેડિયાપાડા) તેમજ તપાસ દરમિયાન મળેલ ખાનસીંગ નગરીયા વસાવા, (રહે. નાની સીંગલોટી, તા. દેડિયાપાડા) સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. જપ્ત કરાયેલા સાગી લાકડાની કિં. રૂ.1,32,697 તથા બોલેરો પીકઅપ વાહનની કિં. રૂ. 4,50,000 મળી કુલ રૂ. 5,82,697નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જંગલ સંપત્તિની હેરાફેરી ઝડપાતા હવે સમગ્ર મામલે વધુ તપાસ જરૂરી બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા
calendar_today September 8, 2026

આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ત્રિચી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી પાડી ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.ગત 31 ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલી બેંક ઓફ્ બરોડામાંથી એક નાગરિક રૂ. 1 લાખ રોકડા ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂકીને ચૌટા બજાર ગયા હતા. ત્યાં અજાણ્યા ચોરે ડેકી તોડી રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી થેલીની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે અંકલેશ્વરથી પલસાણા સુધીના 400 જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશને માત્ર તમિલ ભાષા જ આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગબેંક અને ભીડભાડવાળા બજારો પાસે પાર્ક કરેલા વાહનોની રેકી કરતી હતી. ત્યારબાદ વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે તમારા પૈસા નીચે પડી ગયા છે, અથવા ગાડીમાંથી ઓઈલ લીક થાય છે, જેવી અફ્વાઓ ફેલાવી ધ્યાન ભટકાવતા અને વાહનની ડેકી કે કાચ તોડી રોકડ અને સામાન ચોરીને ફરાર થઈ જતા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન
calendar_today September 8, 2026

ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળામાં અભયાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહભેર અભ્યાસકાર્ય કરાવ્યુ હતુ. આ પ્રસંગે શિક્ષકોની ભુમિકા ભજવેલ શિક્ષકોએ શિક્ષણકાર્ય કરાવવુ ખુબ જ કપરૂ છે એવો મત વ્યકત કર્યો હતો. આ ઉપરાંત શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ડાયરેકટર રશ્મિકાંત કંસારા અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વકતાઓનું શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.જિજ્ઞેશ પટેલ અને શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પાવન અવસર નિમિત્તે ઉપસ્થિત મહેમાનો, શાળા મેનેજીંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward