android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
રાઈડ્સમાં ધૂમ કમાણી : ઓછા ધંધાથી ફાસ્ટફૂડ, રમકડાંના વેપારીઓ નિરાશ
calendar_today September 7, 2026

રાઈડ્સમાં ધૂમ કમાણી : ઓછા ધંધાથી ફાસ્ટફૂડ, રમકડાંના વેપારીઓ નિરાશ

રાજકોટનો લોકમેળો લોકો માટે આનંદનું સ્થળ હોવાની સાથે અનેક વેપારીઓ-ધંધાર્થીઓ માટે રોજગારીનું સાધન છે.આ વર્ષે મેળામાં ભીડ તો ચિક્કાર જોવા મળી પણ મેળામાં આવેલા વેપારીઓ માટે આ વર્ષનો અનુભવ મિશ્રા રહ્યો છે. એક તરફ રાઈડ્સના સંચાલકો અને આઇસક્રીમના સ્ટોલ ધારકોને લાખોની કમાણી થઈ છે, ત્યારે બીજી તરફ ફાસ્ટફૂડ અને રમકડાંના ધંધાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. રૂ.3.5 લાખથી 4 લાખ જેવા મોંઘા ભાડાં અને વહેલી એન્ટ્રી બંધ થવી અને લોકોની ઓછી ખરીદશક્તિને કારણે ફાસ્ટફૂડ અને રમકડાંના વેપારીઓને 50 ટકાથી પણ ઓછો ધંધો મળ્યો છે. ભારે ભીડ છતાં આ વખતે ઘરાકીના અભાવે ઘણો મોટો વર્ગ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાલ
calendar_today September 7, 2026

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાલ

શહેરમાં રિક્ષા અને એગ્રીગેટર કેબ-ટેક્સી ચાલક એસોસિએશન દ્વારા 7થી10મી સપ્ટેમ્બર સુધી ચાર દિવસની હડતાલનું આહવાન કરાયું છે. રવિવારે મોડી રાતથી જ 2 લાખ પેસેન્જર વાહનોના પૈડાં થંભી જતાં શહેરના વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી. સોમવારે મુસાફરોને હાલાકી આપી હડતાલ સફળ બનાવાના રિક્ષા ચાલકોએ પ્રયાસ શરૂ કર્યા હતા જો કે પોલીસે સતર્કતા દાખવતા તેઓ સફળ રહ્યાં ન હતા. પ્રથમ દિવસે રાણીપ એસટી બસ મથક સહિત અનેક સ્થળોએ પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણના બનાવ સામે આવ્યાં હતા. બીજી તરફ ઓનલાઇન કેબ બુકિંગ ઠપ્પ થતાં મુસાફરોએ સીટી બસ અને લિફ્ટનો સહારો લીધો હતો. ચાર દિવસની હડતાલની જાહેરાત સામે બપોર પછી હડતાલ અંશતઃ સફ્ળ રહ્યાનો દાવો કરાયો છે. હડતાલના પ્રથમ દિવસ સોમવાર સવારે નોકરી-ધંધે નીકળેલા નાગરિકો માટે ઓનલાઇન કેબ બુકિંગ બંધ થઈ જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. હડતાળને સફળ બનાવવા માટે કેટલાક સ્થળોએ રિક્ષાચાલકોએ મુસાફરો ભરીને જતા અન્ય રિક્ષાઓને જબરદસ્તી અટકાવી પેસેન્જરોને નીચે ઉતારી દેવાયા હતા તો રાણીપ, દિલ્હીદરવાજા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં લાકડીઓ સાથે નીકળેલા ટોળાં અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજી તરફ્, એસોસિએશનના અગ્રણીઓએ સ્કૂલવર્ધીના વાહનોને હડતાલમાંથી મુક્તિ આપી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. મુસાફરોને પડેલી હાલાકી બદલ દિલગીરી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, રિક્ષા ચાલકોને આક્રમક દેખાવો કરવાને બદલે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અને પોલીસ સાથે ઘર્ષણ ટાળવા સમજાવાશે. બીજીતરફ હડતાલમાં ગુજરાત સાર્થી સંઘના ચાર હજાર રિક્ષા ચાલકો જોડાયા નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
1200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ : 260થી વધુ જૈન સંઘોમાં આરાધના
calendar_today September 7, 2026

1200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ : 260થી વધુ જૈન સંઘોમાં આરાધના

જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થયો છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. પર્યુષણ શબ્દમાં 'પરિ' એટલે ચારેય બાજુથી સારી રીતે અને 'ઉષણ' એટલે કે આરાધના તથા આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણનો સંદેશ આત્માની નજીક રહેવાનો અને જગતભરના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. પર્યુષણમાં જૈનો તપ, જપ અને પૌષધ આદરે છે તેમજ આઠેય દિવસ અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. પર્યુષણ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્વ જિનશાસનની અત્યંત ભવ્ય પરંપરા છે.પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાન્હિકા' ગ્રંથ પર પ્રવચનો થાય છે, જેમાં શ્રાાવકના પર્યુષણના પાંચ કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય અને પૌષધ વ્રત પર વિવેચન કરવામાં આવે છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થાય છે. સળંગ ચાર દિવસ સવાર-સાંજ મળી કુલ 8 વ્યાખ્યાનો દ્વારા કલ્પસૂત્રનું વાંચન પૂર્ણ થાય છે, જેમાં સાધુ ભગવંતોના આચારો તથા ભગવાન મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવન ચરિત્ર સમજાવવામાં આવે છે. પાંચમા દિવસે તા. 12 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઉજવાય છે. પ્રભુજીની માતા ત્રિશલા દેવીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનાં દર્શન સકળ સંઘને કરાવવામાં આવે છે અને પ્રભુજીને પારણે ઝુલાવવામાં આવે છે.આઠ દિવસના આ મહાપર્વમાં પ્રથમ સાત દિવસ આરાધનાના છે, જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો એટલે કે ક્ષમારૂપી ધર્મની સિદ્ધિનો છે. આઠમા દિવસે સમગ્ર કલ્પસૂત્ર-બારસાસૂત્રના મૂળપાઠનું મંત્રતુલ્ય શ્રાવણ જૈનો પૂર્ણ શ્રાદ્ધાપૂર્વક કરે છે. ત્યારબાદ સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. પ્રત્યેક જૈન પોતાના મન, વચન અને કાયાથી કોઈ જીવ કે વ્યક્તિનું મન દુભાવ્યું હોય તો 'મિચ્છામિ દુક્કડં' કહી હૃદયપૂર્વક ક્ષમાયાચના કરે છે, જ્યારે સામા પક્ષે કોઈ ભૂલનો એકરાર કરી ક્ષમા માંગે તો તેને પ્રેમપૂર્વક સ્વીકારી ક્ષમા આપે છે.પર્યુષણ અંગે વધુ માહિતી આપતાં જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ રાજનગરમાં વર્તાઈ રહ્યો છે. 260થી વધારે જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ ડૉ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા 45થી વધુ પ્રભાવક જૈનાચાર્યો અને 1200થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રા મળી રહી છે. પ્રત્યેક સંઘમાં ભાવિકો અઠ્ઠાઈ (8 ઉપવાસ), 16 ઉપવાસ, સિદ્ધિતપ અને માસક્ષમણ (30 ઉપવાસ) જેવી કઠોર તપશ્ચર્યાઓ મોટા પાયે કરી રહ્યા છે. બાર-બાર મહિનાથી વેર-ઝેર, રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને નિંદાના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજ પર્વની આરાધના શુદ્ધ-બુદ્ધ બનાવે છે. સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન ગણાવ્યું છે. ઉપમા આપતાં શાસ્ત્ર્રોમાં કહેવાયું છેઃ 'નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થોમાં જેમ શત્રુંજય મહાતીર્થ મોટું છે, દાનમાં અભયદાન મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન ઉત્તમ છે, રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રોષ્ઠ છે, તેમ તમામ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વોપરી છે.'ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward