android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
લોકમેળામાં 10 જગ્યાએથી 110 કિલોગ્રામ અખાદ્ય વાનગીઓ જપ્ત કરતું મનપાનું તંત્ર
calendar_today September 7, 2026

લોકમેળામાં 10 જગ્યાએથી 110 કિલોગ્રામ અખાદ્ય વાનગીઓ જપ્ત કરતું મનપાનું તંત્ર

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફ્ડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસી, ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચી ખાદ્યસામગ્રી મળી આવતા કુલ 10 સ્ટીલના સ્થળોએથી આશરે 110 કિલો જેટલો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલા જથ્થામાં ચીટસ, ખીચડી, છોલેચણા, શાકભાજી, નૂડલ્સ, ખમણ, મંચુરિયન, બ્રેડ, પાવ, વટાણા, લીંબુ, ડુંગળી, ટમેટા, તરબૂચ, અનાનસ, ચણા-બટેટા વગેરે ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. લોકમેળા માં કેટલાક સ્થળો એ સતત ત્રીજા દિવસે વાસી અખાદ્ય પદાર્થ કબ્જે થયો છે. જેમા દુધેશ્વર સખી મંડળના કનૈયા ફરસાણમાથી 3 કિલો બટેટા અને પાવ, રવિરાજ પાવભાજીમાંથી 7 કિલો બટેટા, ભાજી શાક, ડુંગળી-ટમેટા, પટેલ પાવભાજીમાંથી 2 કિલો નુડલ્સ અને મંચુરીયન, ચામુંડા પાવભાજીમાંથી 2 કિલો બાફેલા બટેટા, ચામુંડા કેટરર્સમાંથી 10 કિલો ભાત, સલાડ, શાક અને લોટ, આશાપુરા ફૂડ ફેસ્ટીવલમાંથી 40 કિલો બીરીયાની, ખમણ, ટમેટા, નુડલ્સ, લોટ, ભાત બટેટા અને પંજાબી શાક, જલ્યાણ ફૂડ ફેસ્ટીવલમાંથી 10 કિલો શાકભાજી, ડુંગળી, રીંગણા, અને 6 કિલો ચીપ્સ અને પાવભાજી, રાજધાની ભુંગળા બટેટામાથી 10 કિલો બાફેલા બટેટા અને રજવાડી પાવભાજીમાંથી મંચુરીયન, રાજધાની ફૂટ ડીસમાંથી 5 કિલો તરબુચ, અનાનસ, ચણાબટેટા, પાવ અને રામ ઔર શ્યામ ગોલા અને ફૂટ ડીસમાંથી 15 કિલો તરબુચ, બેટાઅને પાવ સહિત કુલ 110 કિલો વાસી ખોરાકનો જથ્થો કબ્જે કરી નાશ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Update: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Update: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Dholka: કલિકુંડ-સરોડા રોડ પર એક્ટિવા અને ST બસ વચ્ચે ભયાનક અકસ્માત, અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર કરાયા
calendar_today September 7, 2026

Dholka: કલિકુંડ-સરોડા રોડ પર એક્ટિવા અને ST બસ વચ્ચે ભયાનક અકસ્માત, અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર કરાયા

ધોળકા તાલુકામાં કલિકુંડ વિસ્તારમાંથી પસાર થતાં ધોળકા-સરોડા રોડ પર આવેલા શ્રી હરિ સોસાયટી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ કેલીયા વાસણા ગામના અને હાલ ધોળકાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં નિવૃત્ત જીવન ગાળતા ૫૨ વર્ષીય ભરતભાઈ ઈશ્વરભાઈ સોલંકી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ થઈ હતી.એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણઆ અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તાબડતોબ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભરતભાઈને તુરંત ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત ગંભીર જણાતાં વધુ અને ગહન સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.અધૂરા રોડ અને ગટરના કામને લીધે અકસ્માતઆ અકસ્માતના દ્રશ્યો નજીકમાં આવેલી શ્રી હરિ સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ હાલ સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસે પણ અકસ્માત અંગે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ધોળકા-સરોડા રોડની એક સાઇડ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન તથા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક જ ભાગ (વન-વે) વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે.52 વર્ષીય અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફરએક જ માર્ગ પર બંને તરફથી વાહનો આવતાં-જતાં હોવાથી દરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ કે બેરિકેડિંગ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકોએ અકસ્માતો અટકાવવા યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, ડાયવર્ઝન બોર્ડ અને બેરિકેડિંગ તાત્કાલિક મૂકવાની માંગ કરી છે.આ પણ વાંચો: Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું

Read Full Story arrow_forward