android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: કમરે બાંધેલી દોરી અને માથા પરના ગંભીર ઘાથી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને દરિયામાંથી દબોચ્યો
calendar_today September 9, 2026

Kutch: કમરે બાંધેલી દોરી અને માથા પરના ગંભીર ઘાથી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને દરિયામાંથી દબોચ્યો

કચ્છના જખૌ વિસ્તારમાં ગત ૫ સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલે અકસ્માત મોતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ, મૃતદેહની કમરે બાંધેલી દોરી અને માથા પરના ગંભીર ઘાના નિશાન જોતાં પોલીસને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી.બિનવારસી લાશ અકસ્માત નહીં પરંતુ હત્યાપોલીસે તુરંત જ 3 અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ દેવભૂમિ દ્વારકાના માછીમાર ઓસમાણ ઉમર કેર તરીકે થઈ હતી. ઓળખ છતી થતાં જ પોલીસે તેના સંપર્કો અને સાથે કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી.આરોપી હાજી જુમા સિદીની ધરપકડપોલીસ તપાસની કડીઓ મૃતકના બાળપણના મિત્ર અને વર્ષોથી સાથે જ માછીમારી કરતા હાજી જુમા સિદી સુધી પહોંચી હતી. પોલીસે હાજીની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, એક ચાની કેબિન પર બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન મૃતક ઓસમાણે આરોપી હાજીની બહેન વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ સાંભળી આવેશમાં આવેલા હાજીએ પથ્થર વડે ઓસમાણના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની દારુણ હત્યા કરી નાખી હતી.દેવભૂમિ દ્વારકાના માછીમાર ઓસમાણની હત્યાનો ભેદ ઉકેલાયો!હત્યા બાદ આરોપી વતન જતો રહ્યો હતો અને બાદમાં કચ્છ પરત ફરી માંડવીના દરિયામાં બોટ લઈને માછીમારી કરવા જતો રહ્યો હતો. આ બાતમી મળતાં જ જખૌ પોલીસે મધદરિયામાં વિશેષ ઓપરેશન પાર પાડીને આરોપી હાજી જુમા સિદીને ઝડપી લીધો હતો. વર્ષો જૂની મિત્રતાનો બહેનની ગાળો મુદ્દે કરૂણ અંત આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ પણ વાંચો: Jamnagar: સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો,મેઘરાજાની મહેર થતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું

Read Full Story arrow_forward
Banskantha: શિહોરીમાંથી 2.38 લાખની નકલી નોટો સાથે 2 દબોચાયા; કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતાં ખળભળાટ
calendar_today September 9, 2026

Banskantha: શિહોરીમાંથી 2.38 લાખની નકલી નોટો સાથે 2 દબોચાયા; કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતાં ખળભળાટ

બનાસકાંઠા જિલ્લા એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે કાંકરેજના શિહોરી વિસ્તારમાં દરોડો પાડીને નકલી ચલણી નોટોના મોટો કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન બે શખ્સોને રૂ. 500ના દરની ડુપ્લીકેટ નોટોના બંડલ સાથે કસ્ટડીમાં લીધા હતા.શિહોરીમાં ડુપ્લીકેટ નોટનું નેટવર્ક ઝડપાયુંપોલીસે બંને શખ્સો પાસેથી કુલ રૂ. 2.38 લાખથી વધુની બોગસ નોટો જપ્ત કરી હતી. આ નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં વટાવવા માટે લાવવામાં આવી હતી કે કેમ તે અંગે એસઓજી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.ઝડપાયેલા બંને શખ્સોની સઘન પૂછપરછ દરમિયાન આ સમગ્ર નેટવર્ક પાછળ શિહોરી કોંગ્રેસ પ્રમુખ ભીખુભા ડાભીની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો હતો. કેસમાં નામ ખુલતાં જ કોંગ્રેસ પ્રમુખ ભીખુભા ડાભી પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.પોલીસે 2.38 લાખની નકલી નોટો સાથે 2 શખ્સોને દબોચ્યાઆ મામલે શિહોરી પોલીસ મથકે સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી અને સ્થાનિક પોલીસે ફરાર કોંગ્રેસ પ્રમુખને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં નકલી નોટોનું આ દૂષણ ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી! 1 શ્રમિકનું મોત, 10થી વધુ શ્રમિકો કાટમાળમાં ફસાયા
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી! 1 શ્રમિકનું મોત, 10થી વધુ શ્રમિકો કાટમાળમાં ફસાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward