android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: આઝાદી બાદ પહેલીવાર કાદવિયા ગામને બસ સેવાનો લાભ મળતા આનંદ છવાયો
calendar_today September 9, 2026

Godhra: આઝાદી બાદ પહેલીવાર કાદવિયા ગામને બસ સેવાનો લાભ મળતા આનંદ છવાયો

ગોધરા : સિમલીયા - ગોધરા વાયા બારીયા ફ્ળી, મીરાંપુરી, તાજપુર - છીપા, ગદુકપુર બસને મીરાંપુર ગામેથી ચાર કિમી દૂર કાદવીયા ગામ સુધી લાંબાવવામાં આવી છે. કાદવીયાથી પરત મીરાંપુરી થઈને ગોધરા - સિમલીયા આવ - જા કરશે. આજરોજ ગોધરાથી નીકળેલી બસ સવારના કાદવીયા ગામે આવી પહોંચી હતી. જ્યાં ગામના સરપંચ ભરતભાઈ બારીયા, ગ્રામજનો, શાળાના બાળકો, શિક્ષકો વગેરે દ્વારા બસનું માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બસના ડ્રાઇવર અને કંડક્ટરનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિમલીયા - ગોધરા બસને કાદવીયા ગામ સુધી લંબાવવા માટે સિમલીયા ગામના અગ્રણી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણે અથાગ પ્રયત્નો કર્યા હતા. આ બસ સેવા શરુ થતા તેઓએ ગુજરાત એસ. ટી. તંત્ર પ્રત્યે આભાર અને આનંદ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: અંબાલી પ્રા. શાળામાં માતૃ જૂથોના ટીમ લીડરોની માર્ગદર્શક બેઠક યોજાઈ
calendar_today September 9, 2026

Godhra: અંબાલી પ્રા. શાળામાં માતૃ જૂથોના ટીમ લીડરોની માર્ગદર્શક બેઠક યોજાઈ

ગોધરા : ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માની અંબાલી છાત્રાલય પ્રાથમિક શાળામાં ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિક પટેલના આયોજન અને માર્ગદર્શન અને આચાર્યના સહયોગથી નિપુણ ગુજરાત અંતર્ગત માતૃ જૂથોના ટીમ લીડરો સાથે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. જેમાં મારું બાળક નિપુણ બાળક ના ધ્યેયને સાકાર કરવા માતૃજૂથોની ભૂમિકા અને શૈક્ષણિક યોગદાન અંગે ઉપસ્થિત ટીમ લીડરોને સી.આર.સી કોઓર્ડિનેટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શૈક્ષણિક સ્થિતિ અનુસાર ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એમ વર્ગીકૃત કરાયેલા બાળકો અને તેમની જરૂરિયાત મુજબ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા સૌને માહિતગાર કરાયા હતા. નિપુણ ગુજરાત અંતર્ગત શાળાને પ્રાપ્ત થયેલી શૈક્ષણિક સાધન-સામગ્રી તથા કિટનો બાળકોના શિક્ષણમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરાય તેની માહિતી શિક્ષક રાકેશ પટેલે આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: શહેરા પંથકમાં મહિલાઓએ પુરુષ વેશમાં સજ્જ થઈ ધાડ પાડવાની વિધિ કરી
calendar_today September 9, 2026

Panchmahal: શહેરા પંથકમાં મહિલાઓએ પુરુષ વેશમાં સજ્જ થઈ ધાડ પાડવાની વિધિ કરી

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ ચોમાસે વરસાદ ખેંચાતાં મકાઈ, ડાંગર સહિતના ખેતી પાકોને લઈને ધરતીપુત્રો ભારે ચિંતિત બન્યા છે. કુદરતને પ્રસન્ન કરવા અને મેઘરાજાને મનાવવા માટે તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્વજોના સમયથી ચાલી આવતી ધાડ પાડવાની અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી લાવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થતા હોવાની લોકમાન્યતા છે.શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ઊભો પાક પાણી વિના સૂકાઈ જવાની અને ખેતી સંપૂર્ણ નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં વરસાદને રીઝવવા અને કુદરતને પ્રસન્ન કરવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની અને અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી.તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ મેઘરાજાને મનાવવા માટે પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા ધાડ કાઢી હતી. મહિલાઓએ વિધિવત ઉપવાસ રાખીને પુરુષોના વસ્ત્ર્રો પરિધાન કર્યા હતા. હાથમાં લાકડીઓ, ડંડા, ધજા, શ્રીફ્ળ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હતી.હોકારા-દેકારા અને ચીચિયારીઓ સાથે મહિલાઓ પગપાળા એક ગામથી બીજા ગામ ગયા હતા. સાજીવાવ ગામની મહિલાઓ મહેલાણ ગામે પહોંચીને ફ્ળિયા અને મહોલ્લામાં બાંધેલા પશુઓ તથા ગાયોના ધણને છોડાવીને પોતાના ગામ તરફ્ વાળી લાવવાની રસપ્રદ વિધિ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward