android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ચિટફંડ કૌભાંડમાં ફરાર આરોપીની સિલીગુડીથી ધરપકડ, 17 કરોડથી વધુની ગેરરીતિનો આરોપ
calendar_today August 30, 2026

Ahmedabad News : ચિટફંડ કૌભાંડમાં ફરાર આરોપીની સિલીગુડીથી ધરપકડ, 17 કરોડથી વધુની ગેરરીતિનો આરોપ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા બહુચર્ચિત ચિટફંડ કૌભાંડ કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી દેબબ્રત દત્તાની ધરપકડ કરવામાં આવી છે.આરોપી વર્ષોથી પોલીસ અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને નાસતો ફરતો હતો. ઝડપાયેલો આરોપી દેબબ્રત દત્તા DNB Food Processing નામની કંપનીનો માલિક હતો. તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને એક મોટું અપરાધિક ષડયંત્ર રચ્યું હતું.ચાર્જશીટ અને બિનજામીનપાત્ર વોરંટઆરોપી સતત ભાગતો ફરતો હતો અને સીબીઆઈની તપાસમાં કોઈ પણ પ્રકારનો સહકાર આપતો ન હતો.આથી,26 ડિસેમ્બર 2022ના રોજ નોંધાયેલા કેસની ચાર્જશીટમાં તેને સત્તાવાર રીતે ભાગેડુજાહેર કરવામાં આવ્યો હતો.આ કેસ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ એક્ટ 1978 હેઠળ નોંધાયેલો છે.ત્યારબાદ 5 ઓગસ્ટ 2024ના રોજ અદાલત દ્વારા આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.આ કૌભાંડ હેઠળ તેણે નિર્દોષ અને ભોળા રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રકમ એકઠી કરી હતી.આરોપીએ રોકાણકારોના કુલ 17.22 કરોડની જંગી રકમની ઉચાપત કરી હેરાફેરી કરી હતી.સિલીગુડીથી ધરપકડ અને ટ્રાન્ઝિટ રિમાન્ડચોક્કસ બાતમીદારો અને ગુપ્ત માહિતીના આધારે સીબીઆઈએ આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું.28 ઓગસ્ટ 2026ના રોજ પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઈ દ્વારા તેને સિલીગુડીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ભુવનેશ્વરની સક્ષમ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.આ પણ વાંચોઃ Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક

Read Full Story arrow_forward
Amreli News: તાજપરના હંસાબેન ગોદડા વેચીને કરે છે લાખોની કમાણી, 7 દેશોમાં કરે છે વેપાર
calendar_today August 30, 2026

Amreli News: તાજપરના હંસાબેન ગોદડા વેચીને કરે છે લાખોની કમાણી, 7 દેશોમાં કરે છે વેપાર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અંતરિયાળ તાજપર ગામની વસ્તી માત્ર 1200 ની છે. આ નાનકડા અને ઇન્ટરનેટ વિહોણા ગામની એક મહિલાએ પોતાના હુન્નર અને મહેનતના જોરે એવી સિદ્ધિ મેળવી છે કે, તેના પરંપરાગત ગોદડાની માગ હવે સાત દેશોમાં બોલાઈ રહી છે. તાજપરના હંસાબેન દાનસંગભાઈ રાઠોડે માત્ર 6 મહિના પહેલા શરૂ કરેલા ગોદડા શિવવાના વ્યવસાયે દેશના સીમાડા વટાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા અને સ્વ-રોજગારીની નવી મિસાલ કાયમ કરી છે.ધોરણ 2 પાસ 55 વર્ષીય હંસાબેનની પ્રેરણાદાયી શરૂઆત55 વર્ષની ઉંમર ધરાવતા હંસાબેન રાઠોડે માત્ર ધોરણ-2 સુધીનો જ અભ્યાસ કર્યો છે. 25 વીઘા ખેતીની જમીન ધરાવતા હંસાબેને ખેતીની સાથે કંઈક અલગ કરવાનો વિચાર કર્યો. તેમણે ઘરમાં જ એક ગોદડું બનાવ્યું અને તેમના પુત્રની મદદથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ફોટો વાયરલ કર્યો. હંસાબેને બનાવેલું પ્રથમ ગોદડું સુરતમાં વેચાયું હતું. ગુણવત્તા ઉત્તમ હોવાના કારણે ગ્રાહકોની માગ વધતી ગઈ અને આજે આ ગોદડા ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ જેવા વિવિધ દેશોમાં પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 600 થી વધુ ગોદડાં વિદેશમાં મોકલવામાં આવ્યા છે.ગુણવત્તા અને કિંમતનું સચોટ ગણિતહંસાબેનના ગોદડા તેની મજબૂતાઈ અને સુંદર સીવણ કામ માટે જાણીતા છે. દરરોજ આશરે 15 જેટલા અને મહિનામાં 400 થી 600 ગોદડાનું વેચાણ થાય છે.ગોદડાની કિંમત: ગુજરાતમાં 1 ગોદડાની કિંમત રૂ.1800, ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યોમાં રૂ. 2200 અને વિદેશમાં મૂળ કિંમત રૂ.1800 (કુરિયર ચાર્જ અલગ) રાખવામાં આવી છે.કાચા માલનો વપરાશ: એક ગોદડું તૈયાર કરવામાં 5 મીટર કાપડ (રૂ.55 થી રૂ.140 પ્રતિ મીટર) અને 1.5 કિલો સૂતી કોટન રૂ અથવા પોલ રૂ (રૂ.150 થી રૂ.200 પ્રતિ કિલો) નો ઉપયોગ થાય છે.25 જેટલી મહિલાઓને આપી રોજગારી, આત્મનિર્ભર ભારતનું બતાવ્યું ઉદાહરણહંસાબેનની આ સફળતા માત્ર પોતાના પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે ગામની 20 થી 25 જેટલી મહિલાઓને ગોદડા ભરવા અને સીવવાની કામગીરી સોંપીને રોજગારી પૂરી પાડી છે. ગોદડાની ડિઝાઈન, રૂ ભરાણ અને સીવણ માટે પ્રતિ ગોદડું રૂ.300 મજૂરી આપવામાં આવે છે. રોજ બે ગોદડાં બનાવીને મહિલાઓ પ્રતિદિન રૂ.600 સુધીની કમાણી કરી આત્મનિર્ભર બની રહી છે.સફળતા માટે ડિગ્રી નહીં પણ હુન્નર જરૂરીતાજપર ગામની આ સફળતા સાબિત કરે છે કે, વ્યાવસાયિક સફળતા માટે મોટી ડિગ્રીઓ કે મોટા શહેરોની જરૂર નથી હોતી. જો હાથમાં કૌશલ્ય, કામ પ્રત્યેની લગન અને ગુણવત્તા જાળવવાનો સંકલ્પ હોય તો નાના ગામડામાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્રાન્ડ ઊભી કરી શકાય છે. ખેતી સાથે પરંપરાગત કળાને જોડીને હંસાબેન રાઠોડે આખા પંથકનું નામ રોશન કર્યું છે.આ પણ વાંચો - Amreli: લાઠી-દામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, 4 નરાધમો સામે POCSO હેઠળ ગુનો નોંધાયો

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર; 12 સૂર્યમંદિરોની સ્મૃતિ થઈ તાજી
calendar_today August 30, 2026

Gir Somnath: સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર; 12 સૂર્યમંદિરોની સ્મૃતિ થઈ તાજી

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દરરોજ અલગ-અલગ દિવ્ય અને મનોરમ્ય શૃંગાર કરવામાં આવે છે. તે અંતર્ગત શ્રાવણ કૃષ્ણ બીજના પવિત્ર દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીઓ દ્વારા ભગવાન સોમનાથને 'દિવ્ય સૂર્ય દર્શન'નો વિશેષ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગારસુવર્ણમય આભા ધરાવતા સૂર્યદેવની આકર્ષક પ્રતિકૃતિ અને વિવિધ રંગબેરંગી સુગંધી પુષ્પોના ઉપયોગથી સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ અત્યંત ભવ્ય અને તેજોમય દ્રશ્યમાન થતું હતું.શાસ્ત્રો અને પુરાણો અનુસાર પ્રાચીન પ્રભાસ ક્ષેત્રમાં 12 જેટલા પ્રસિદ્ધ સૂર્યમંદિરો (દ્વાદાશ આદિત્ય) આવેલા હતા, જેનો પૌરાણિક ઇતિહાસમાં મોટો મહિમા છે. સોમનાથ મહાદેવના આજના દિવ્ય સૂર્ય દર્શન શૃંગારે પ્રભાસ ક્ષેત્રની આ પ્રાચીન સૂર્ય ઉપાસના અને 12 સૂર્યમંદિરોના વૈભવની સ્મૃતિઓ પુનઃ તાજી કરાવી હતી.સોમનાથ દાદાના અલૌકિક અને મનોહર રૂપના દર્શનમંદિરે પધારેલા સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ દૂર-દૂરથી આવેલા યાત્રિકોએ સોમનાથ દાદાના આ અલૌકિક અને મનોહર રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસરા 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ પણ વાંચો: Navsari: PMના કાર્યક્રમ પૂર્વે જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ, સી.આર. પાટીલે કરાવ્યો પ્રારંભ

Read Full Story arrow_forward