android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો
calendar_today August 30, 2026

Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઉનાવા દરગાહ નજીક આવેલી કાયનાથ હોટલ પાસે નશા મુક્તિ અભિયાન ચલાવવા બાબતે ચાલતી તકરારમાં એક યુવક પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે પશુતાપૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યામળતી વિગતો અનુસાર,પીડિત યુવકના પિતા વિસ્તારમાં નશા નાબૂદી અને જાગૃતિ લાવવા માટે નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે.આ જ બાબતને લઈને અસામાજિક તત્વોમાં રોષ હતો.ઘટનાના દિવસે કાયનાથ હોટલ પાસે યુવકને આંતરીને હુમલાખોરોએ તકરાર શરૂ કરી હતી.હુમલાખોરોએ યુવકને ધમકી આપતા ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે,તારા પિતાને કહી દે કે આ નશા બંધ કરવાનું કેમ્પેઈન અને અભિયાન તાત્કાલિક બંધ કરી દે નહિતર સારું નહીં થાય.બોલાચાલી ઉગ્ર બનતા જ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલી લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા. ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી યુવકને જમીન પર પાડી દઈને બેફામપણે લાકડીઓ અને પાઇપોથી માર મારવામાં આવ્યો હતો.આ હુમલા દરમિયાન આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.હુમલાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે હુમલાખોરો કાયદાનો ડર રાખ્યા વિના યુવક પર લાકડીઓ વરસાવી રહ્યા છે.ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલાના બનાવ સંદર્ભે પીડિત પક્ષ દ્વારા ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉનાવા પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો

Read Full Story arrow_forward
Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,'મેડ ઈન ચાઈના' કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ
calendar_today August 30, 2026

Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,'મેડ ઈન ચાઈના' કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ

પંજાબના લુધિયાણામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 22 વર્ષીય દુકાનદાર રછપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જૂતાની દુકાનની આડમાં શહેરની મહત્વપૂર્ણ ગતિવિધિઓ અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સુધી પહોંચાડતો હતો. 27 ઓગસ્ટે આરોપીને ઝડપી પાડ્યોકાઉન્ટર ઈન્ટેલિજન્સ અને લુધિયાણા કમિશનરેટ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 27 ઓગસ્ટે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન દુકાનની બહાર લગાવવામાં આવેલા ચીનમાં બનેલા બે CCTV કેમેરા શંકાસ્પદ જણાયા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને કેમેરા એવી રીતે લગાવવામાં આવ્યા હતા કે તેમની સામે રસ્તો દેખાય. આ કેમેરાની લાઈવ ફીડ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ જોઈ શકતા હતા. આરોપીએ લુધિયાણા-ફિરોઝપુર રોડ પર બડ્ડોવાલ એમ્યુનિશન ડેપોથી આશરે 6 કિલોમીટર દૂર દુકાન ભાડે લીધી હતી. તેના માટે તે દર મહિને ₹40 હજાર ભાડું ચૂકવતો હતો.હેન્ડલર્સના નિર્દેશ પર દુકાન ભાડે લીધી હોવાનું કબૂલ્યુંકાઉન્ટર ઈન્ટેલિજન્સના AIG સિમરત પાલ સિંહ ઢીંડસાના જણાવ્યા મુજબ પૂછપરછમાં આરોપીએ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના નિર્દેશ પર દુકાન ભાડે લીધી હોવાનું કબૂલ્યું છે. પોલીસનો દાવો છે કે આ જાસૂસીના બદલામાં તેને પાકિસ્તાની હેન્ડલર્સ તરફથી આશરે ₹3 લાખ મળ્યા હતા.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અલગ-અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા ફોન કરતો હતો. પોલીસને આશંકા છે કે લુધિયાણામાં મોટી ઘટનાને અંજામ આપવાના કાવતરામાં આ નેટવર્કની ભૂમિકા હોઈ શકે છે. સૈન્ય ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી પણ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરીને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ પણ વાંચો : Lucknow News: હિન્દુવાદી નેતા Dhirendra Pratap Singhની ગોળી મારી હત્યા, કેનાલમાંથી મળ્યો મૃતદેહ

Read Full Story arrow_forward
Mumbai : બાંદ્રામાં મહિલાએ કારથી 9 વર્ષના બાળકને મારી ટક્કર, ઘટનાસ્થળ પર જ થયું મોત
calendar_today August 30, 2026

Mumbai : બાંદ્રામાં મહિલાએ કારથી 9 વર્ષના બાળકને મારી ટક્કર, ઘટનાસ્થળ પર જ થયું મોત

માયાનગરી મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ફૂલ સ્પીડે આવી રહેલી લક્ઝરી કારની ટક્કરથી 9 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.સ્થાનિકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરીમળતી માહિતી મુજબ, અકસ્માત બાંદ્રાના વ્યસ્ત રસ્તા પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટોયોટા ઈનોવા હાઇક્રોસ કાર એક મહિલા ચલાવી રહી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાળકને ગંભીર ઈજા પહોંચી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ બાંદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.પોલીસે મહિલા ડ્રાઈવરને કસ્ટડીમાં લીધીપોલીસે અકસ્માતમાં સામેલ મહિલા ડ્રાઈવરને કસ્ટડીમાં લીધી છે. સાથે જ જે વાહનથી અકસ્માત થયો તેને પણ પોલીસે પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતક બાળકના મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. હાલ પોલીસ મહિલા ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યોપોલીસ એ પણ તપાસી રહી છે કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી અને ડ્રાઈવરનું ધ્યાન ભટક્યું હતું કે કેમ. ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં બાળકના મોતથી તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.આ પણ વાંચો : Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,'મેડ ઈન ચાઈના' કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ

Read Full Story arrow_forward