android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની દીવાલ પર દેખાયો દીપડો, Video
calendar_today August 30, 2026

Junagadh News: ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની દીવાલ પર દેખાયો દીપડો, Video

જૂનાગઢ શહેરના વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની પાછળની દીવાલ પર અચાનક એક દીપડો દેખાતાં આસપાસના વિસ્તારમાં ભારે સસનાટી મચી ગઈ હતી. કિલ્લાના ધારાગઢ દરવાજા નજીક આવેલી ઊંચી દીવાલ પર દીપડાને મુક્તપણે ફરતો જોઈને સ્થાનિક રહીશો અને ભક્તોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો વીડિયોઉપરકોટ કિલ્લાની દીવાલ પરથી પસાર થઈ રહેલા દીપડાને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં તેની અવરજવરનું દ્રશ્ય કેદ કરી લીધું હતું. જોતજોતામાં દીપડાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રહીશો માટે આ દ્રશ્ય ભયાનક અને આશ્ચર્યજનક બન્યું હતું. ==વન વિભાગને કરવામાં આવી જાણઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર ગિરનાર જંગલ સીમાને અડીને આવેલો હોવાથી અવારનવાર વન્યજીવો આ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિકોએ તુરંત જ વન વિભાગની ટીમને માહિતી આપી હતી. વન વિભાગે ઘટનાની ગંભીરતા જોઈને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને દીપડાના પગેરાં શોધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો - Junagadhના ભવનાથમાં અસામાજિક તત્વોનો આતંક, ઘેડિયા કોળી સમાજની વાડીના મેનેજર પર જાનલેવા હુમલો

Read Full Story arrow_forward
Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ
calendar_today August 30, 2026

Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ

પાટણ જિલ્લાના સરહદી અને રણકાંઠાના સાંતલપુર તાલુકામાં આવેલ વૌવા ગામમાં વન્ય પ્રાણીના આતંકને પગલે ભારે દહેશત વ્યાપી ગઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારના સુમારે એક વન્ય પ્રાણી (શિયાળ) અચાનક ગામમાં ઘૂસી આવ્યું હતું અને ઘરમાં તથા ઘરની બહાર આંગણામાં સૂતેલા ગ્રામજનો પર એકાએક હુમલો કરવાનું શરૂ કર્યું હતું.સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંકઈજાગ્રસ્તના પિતાના જણાવ્યા મુજબ, પ્રાણીએ અચાનક જ આવીને લોકોના માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ વન્ય પ્રાણીએ માત્ર માનવો જ નહીં પરંતુ ગામમાં બાંધેલા 30થી વધુ પશુઓ પર પણ જીવલેણ હુમલા આચર્યા હતા, જેના કારણે અનેક પશુઓ પણ લોહીલુહાણ થયા છે. ઘટનાને પગલે ચીસાચીસ મચી જતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.20થી વધુ ગ્રામજનો અને 30 પશુઓ પર જીવલેણ હુમલો હુમલાનો ભોગ બનેલા મોટાભાગના ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.3 જેટલા ગ્રામજનોની સ્થિતિ અત્યંત સીરિયસ હોવાથી તેમને વધુ સારવાર અર્થે મહેસાણા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ વૌવા ગામ ખાતે દોડી ગઈ છે. હુમલો કરનાર પ્રાણી શિયાળ છે કે અન્ય કોઈ હડકાયું વન્ય જીવ તે અંગે સત્તાવાર તપાસ હાથ ધરી તેને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કરાયા છે.આ પણ વાંચો: Gir Somnath: સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર; 12 સૂર્યમંદિરોની સ્મૃતિ થઈ તાજી

Read Full Story arrow_forward
Uttar Pradesh News: પ્રેમિકાના શોખ પૂર્ણ કરવા સગા ભાઈઓએ કરી ઓટોની લૂંટ, પોલીસે કરી ધરપકડ
calendar_today August 30, 2026

Uttar Pradesh News: પ્રેમિકાના શોખ પૂર્ણ કરવા સગા ભાઈઓએ કરી ઓટોની લૂંટ, પોલીસે કરી ધરપકડ

તેઓ પહેલા મુસાફરો તરીકે ઓટોમાં ચઢ્યા, પછી નિર્જન વિસ્તારમાં ડ્રાઈવર પર હુમલો કર્યો અને ઓટો લઈને ભાગી ગયા હતા. શુ હતો મામલો ? પોલીસના જણાવ્યા મુજબ, સુભાષ નગરમાં સાનિયા ધન સિંહનો રહેવાસી સગ્ગન ઓટો ચલાવે છે. 27 ઓગસ્ટની રાત્રે, સેમીખેડાનો રહેવાસી વિશાલ ઉર્ફે છોટુ, તેનો ભાઈ ભારત રત્ન અને તેનો મિત્ર શિવમ બાઇક પર બરેલી આવ્યા હતા. ત્રણેયે ઓટો લૂંટવાનો પ્લાન બનાવ્યો. સિટી સ્ટેશન પર, તેમણે જાદુપુર જવા માટે 500 રૂપિયામાં સગ્ગનનો ઓટો બુક કરાવ્યો. શિવમ અને ભારત રત્ન ઓટોમાં ચઢી ગયા, જ્યારે વિશાલ તેની બાઇક પર પાછળ ગયો હતો. પોલીસની પ્રતિક્રિયા આવી સામે  પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઓટોમાં બેઠેલા બંને આરોપીઓ રસ્તામાં એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં તેઓ સરળતાથી ડ્રાઇવરને નિશાન બનાવી શકે. જાદુપુર પહોંચ્યા પછી, તેઓએ ડ્રાઇવરને વસુંધરા ધલથી શેરગઢ તરફ જવા કહ્યું. રાત્રિનો સમય હોવાથી રસ્તો સુમસામ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિર્જન સ્થળે પહોંચ્યા પછી, શિવમે તેની બેગમાંથી બે કિલોગ્રામ લોખંડનું વજન કાઢ્યું અને પાછળથી ડ્રાઇવરના માથા પર માર્યો. આ દરમિયાન ભારત રત્ને સગ્ગનના ગળામાં રૂમાલ બાંધીને તેને પાછળ ખેંચી લીધો. ડ્રાઈવરે ઓટો રોકી અને રસ્તા પર પડી ગયો. ત્યારબાદ બંને આરોપીઓ ઓટો લઈને ભાગી ગયા, જ્યારે વિશાલ તેમની પાછળ બાઇક પર ગયો.દુકાનમાં છુપાવી ઓટો ઘટના પછી, આરોપીઓ ઓટો સેમીખેડા લઈ ગયા. પોલીસનું કહેવું છે કે વિશાલ અને ભારત રત્ને ચોરાયેલી ઓટો તેમની દુકાનોમાં છુપાવી દીધી હતી. પરિસ્થિતિ શાંત થયા પછી તેઓએ તેને વેચવાની અથવા અન્ય કોઈ રીતે તેનો નિકાલ કરવાની યોજના બનાવી હતી. ડ્રાઈવરની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધ્યો અને આરોપીઓની શોધ શરૂ કરી. રવિવારે વહેલી સવારે, સેમીખેડાથી બરૌર જતા રસ્તા પર પેટ્રોલ પંપ પાસે ત્રણેય આરોપીઓ મળી આવ્યા છે. આ પણ વાંચોઃ નવા સ્તરે પહોંચ્યા દ્વિપક્ષીય સંબંધો, ભારતને મળશે યુરેનિયમ અને ઉઝબેકિસ્તાનમાં ચાલશે UPI

Read Full Story arrow_forward