android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉની કરી અટકાયત
calendar_today August 30, 2026

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉની કરી અટકાયત

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાખોરી સામે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે છારા ગેંગના કુખ્યાત અને રીઢા ગુનેગાર વિશાલ ઉર્ફે ભાઉની ધરપકડ કરી લીધી છે. આ આરોપી ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓ તેમજ અન્ય 7 જેટલા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.કૃષ્ણનગરમાં રૂ.50 લાખની હાઈપ્રોફાઈલ લૂંટનો મુખ્ય આરોપીઝડપાયેલો આ રીઢો ગુનેગાર તાજેતરમાં કૃષ્ણનગર વિસ્તારમાં બનેલી રૂ.50 લાખની સનસનાટીભરી લૂંટના બનાવમાં પણ મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. આરોપીઓએ આંગડિયા પેઢીમાંથી મોટી રકમની રોકડ રકમ લઈને નીકળેલા એક વ્યક્તિને અગાઉથી રેકી કરીને નિશાન બનાવ્યો હતો.અકસ્માતના બહાને ધ્યાન ભટકાવી કરી હતી લૂંટઆ મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતાં પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ સૌપ્રથમ વાહન ચાલકને અકસ્માત થયો હોવાનો બહાનુ બતાવીને કાર રોકવા મજબૂર કર્યો હતો. ત્યારબાદ કાર ચાલકનું ધ્યાન ભટકાવીને પળવારમાં જ કારનો કાચ ગ્લાસ બ્રેકરથી તોડી નાખ્યો હતો. કારમાં રાખેલી રૂ.50 લાખની રોકડ રકમ લઈને તમામ તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.રૂ.8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન બાતમીના આધારે દરોડો પાડીને આરોપી વિશાલ ઉર્ફે ભાઉને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રોકડા રૂ.7.50 લાખ, ગ્લાસ બ્રેકર, એલન કી, 2 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂ.8.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં હતો વોન્ટેડપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપી બોપલ, સોલા, સરખેજ, ઓઢવ અને એલિસબ્રિજ સહિતના શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વિગતવાર પૂછપરછ હાથ ધરીને વધુ કાયદાકીય કાર્યવાહી અર્થે તેને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો - Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા

Read Full Story arrow_forward
Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક
calendar_today August 30, 2026

Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક

પંચમહાલ જિલ્લાના શહેરા માર્કેટિંગ યાર્ડ (APMC)ની ખેડૂત વિભાગની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 14 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના ગઢ ગણાતા આ યાર્ડમાં આ વખતે ચૂંટણીનો જંગ ભારે રોમાંચક બનવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર અને વર્તમાન ચેરમેન સામસામેઆ વખતની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં ઉતરતાં સ્પર્ધા રસપ્રદ બની છે. શહેરાના સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડે ઉમેદવારી નોંધાવીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. સામે પક્ષે માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન પ્રભાતભાઈ પટેલ પણ પોતાની સત્તા જાળવી રાખવા માટે પુરા જોશથી મેદાનમાં ઉતર્યા છે.ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેરચૂંટણી પ્રક્રિયા અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર, આગામી 2 સપ્ટેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. જો ઉમેદવારી પાછી ખેંચાય નહીં તો 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે અને 10 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવનારી મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.ભાજપના ગઢ પર કોનો લહેરાશે ભગવો?હરહંમેશ ભાજપનો ભગવો લહેરાતા શહેરા માર્કેટિંગ યાર્ડ પર આ વખતે વર્ચસ્વ કોનું રહેશે તે અંગે સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય આલમમાં ચર્ચાઓ જામી છે. જૂથબંધી અને સત્તા ટકાવી રાખવાના આ જંગમાં 9મી સપ્ટેમ્બરે યોજાનારું મતદાન અને 10મીએ આવનારા પરિણામો જ નક્કી કરશે કે શહેરા યાર્ડનું સુકાન કોના હાથમાં જશે.આ પણ વાંચો - Godhra: વૈભવી કારમાં લઈ જવાતો રૂપિયા 6.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward
Surat News: વરાછા ઉત્રાણ બ્રિજ ઝડપથી શરૂ કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની મેયરને રજૂઆત
calendar_today August 30, 2026

Surat News: વરાછા ઉત્રાણ બ્રિજ ઝડપથી શરૂ કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની મેયરને રજૂઆત

સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતા તાપી નદી પરના પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ મુદ્દે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ બ્રિજનું કામ વિલંબ વગર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી છે.નાગરિકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશેકુમાર કાનાણીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે,અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતો આ રિવર બ્રિજ છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે.આમ છતાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું નથી.આ નવો બ્રિજ બનવાથી વરાછા મેઈન રોડ પર રહેતું ટ્રાફિકનું ભારે ભારણ ઘટશે અને દરરોજ અહીથી પસાર થતા લાખો વાહનચાલકો તથા વિસ્તારના નાગરિકોના કિંમતી સમય તેમજ ઇંધણની મોટી બચત થશે.કતારગામ વિસ્તારના જ મહાનગરપાલિકાના એક કોર્પોરેટર દ્વારા આ બ્રિજને ખર્ચાળ ગણાવીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.કતારગામના કોર્પોરેટરના વિરોધ સામે કડક સવાલોઆ વિરોધ સામે ધારાસભ્ય કિશોર કાનાણીએ અત્યંત આક્રમક વલણ અપનાવી કડક સવાલો ઉઠાવ્યા છે.તેમણે સવાલ કર્યો હતો કે મહાનગરપાલિકામાં મશીનરી મેન્ટેનન્સ અને અન્ય અનેક બિનજરૂરી ખર્ચાઓ થતા હોય છે,ત્યારે તેની સામે કોઈ વિરોધ દર્શાવવામાં આવતો નથી.લાખો નાગરિકોની સુવિધા માટે ઉપયોગી એવા આ બ્રિજનો જ વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે?કિશોર કાનાણીએ આશંકા વ્યક્ત કરી છે કે બ્રિજનો વિરોધ કરવા પાછળ સંબંધિત કોર્પોરેટરનો કોઈ અંગત સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે.વરાછા અને ઉત્તર સુરતના જોડાણ માટે અતિ મહત્ત્વના ગણાતા આ તાપી રિવર બ્રિજનું કામ વહેલી તકે શરૂ થાય તેવી માંગ સાથે કિશોર કાનાણીની આ રજૂઆતે સુરત પાલિકાના સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટી ચર્ચા જગાવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા

Read Full Story arrow_forward