android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતકના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતકના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત
calendar_today September 9, 2026

Vadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત

વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) કંપનીમાં બનેલી ગેસ ગળતરની દુર્ઘટનામાં ઘનશ્યામ ગોહિલ નામના કર્મચારીનું કમનસીબે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો હતો.કંપની દ્વારા 18.51 લાખની નાણાકીય સહાય જાહેરઘટના બાદ વળતર અને ન્યાયની માગ સાથે ચાલી રહેલા વિરોધ વચ્ચે કંપની મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતક ઘનશ્યામ ગોહિલના આશ્રિત પરિવારજનોને આર્થિક સહારા માટે રૂ. 18,51,000 ની સહાય રકમ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.પરિવારના એક સભ્યને કંપનીમાં નોકરી આપવામાં આવશેમાત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ પરિવારના ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તંત્ર દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પીડિત પરિવારને મોટી સાંત્વના મળી છે.વળતરની જાહેરાત બાદ મામલો થાળે પડ્યો, પત્નીએ આભાર માન્યોકંપની તરફથી યોગ્ય વળતર અને નોકરીની માંગણીઓનો સ્વીકાર કરાતાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. તમામ ક્ષેત્રે મળેલી મદદ અને સહકાર બદલ મૃતક ઘનશ્યામ ગોહિલની પત્નીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

Read Full Story arrow_forward
Delhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્ય
calendar_today September 9, 2026

Delhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્ય

દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ કેસની ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં કુલ 13 આરોપીઓના નામ સામે આવ્યા છે અને બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર તરીકે ડૉ. ઉમર નબીની ભૂમિકા દર્શાવવામાં આવી છે. તપાસ મુજબ ઉમર નબી કારમાં જ હતો અને વિસ્ફોટ બાદ તેના શરીરના અવશેષોની ઓળખ કરવામાં આવી હતી.બ્લાસ્ટની કાર અંગે તપાસમાં શું બહાર આવ્યું?તપાસ મુજબ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કારને VBIED એટલે કે વિસ્ફોટકથી ભરેલા વાહન તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળ અને કારના અવશેષોમાંથી મળેલા પુરાવાની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિવિધ વિસ્ફોટક પદાર્થોના નિશાન મળ્યા હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે.13 આરોપીઓ અને આતંકી સંગઠનો સાથે કનેક્શનચાર્જશીટ મુજબ તમામ આરોપીઓના સંબંધ અન્સાર ગઝવાત-ઉલ-હિંદ અને AQIS સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સામે આવેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે તપાસ એજન્સીએ આરોપીઓની ભૂમિકા અંગે વિગતવાર તારણ રજૂ કર્યું છે.પેન ડ્રાઇવમાંથી મળેલી તસવીરોએ વધાર્યો સસ્પેન્સશાહીન સઈદ પાસેથી મળેલી પેન ડ્રાઇવમાં 87 તસવીરો મળી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરોમાં કેટલાક આરોપીઓ હથિયારો સાથે જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસમાં આ તસવીરોને પણ મહત્વના પુરાવા તરીકે જોવામાં આવી રહી છે.DNA તપાસથી ઉમર નબી અંગે શું ખુલ્યું?બ્લાસ્ટ સ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની DNA તપાસમાં મહત્વની કડી મળી હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે. શરીરના અવશેષો અને અન્ય નમૂનાઓની તપાસ બાદ તેની ઓળખ ડૉ. ઉમર નબી તરીકે કરવામાં આવી હોવાનો દાવો છે. આથી વિસ્ફોટ સમયે તે કારની અંદર જ હતો તે તારણ તપાસમાં રજૂ કરવામાં આવ્યું છે.લાલ ટેપવાળા ડિવાઇસે તપાસને કઈ દિશા આપી?તપાસ દરમિયાન લાલ રંગના ટેપવાળા એક કમાન્ડ મિકેનિઝમ સહિતના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપકરણ પર વિસ્ફોટકના નિશાન મળ્યા હોવાનો દાવો છે. તપાસમાં આ પુરાવાઓને બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે જોડીને જોવામાં આવ્યા છે.બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતાલાલ કિલ્લા બ્લાસ્ટમાં 11 લોકોના મોત અને 29 લોકો ઘાયલ થયા હતા. હવે ચાર્જશીટમાં સામે આવેલા પુરાવાઓના આધારે કેસની આગળની કાનૂની કાર્યવાહી પર નજર રહેશે.   આ પણ વાંચો  :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward