android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા
calendar_today September 9, 2026

Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા

સુરત શહેરમાં સાયબર ગુનેગારો દ્વારા નાગરિકોને ભય બતાવી લૂંટવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં રહેતા એક દંપતીને સાયબર માફિયાઓએ મની લોન્ડરિંગના બોગસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સળંગ 6 દિવસ સુધી ઘરની અંદર જ 'ડિજિટલ અરેસ્ટ' કરી રાખ્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ દંપતી પાસેથી તબક્કાવાર રીતે રૂ.13 લાખ જેવી મસમોટી રકમ પડાવી લીધી હતી. સાયબર ક્રાઇમ આચરતી ટોળકીએ દંપતીનો માનસિક અને ડિજિટલ બંધક બનાવીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.ચાલુ ફોને કતારગામ પોલીસ મથકે પહોંચી જતાં પોલ ખુલીઘટનાની વિગતો અનુસાર, રૂ.13 લાખ વસૂલ કર્યા બાદ પણ સાયબર ઠગો ધરાયા ન હતા અને તેમણે દંપતી પાસે વધુ 24 ટકા રકમની માગણી કરી હતી. આ સતત થઈ રહેલી માગણી અને ધમકીઓથી શંકા જતાં દંપતીએ હિંમત દર્શાવી હતી અને સાયબર ઠગો સાથેનો ફોન કૉલ ચાલુ રાખીને જ સીધા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. પોલીસ મથકમાં ફરજ પરના અધિકારીઓ સમક્ષ આપવીતી જણાવતાં જ પોલીસે સાયબર ઠગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલ ખુલ્લી પડી જતાં સાયબર માફિયાઓ તુરંત ફોન કાપીને સંપર્ક વિહોણા થઈ ગયા હતા.પોલીસે ડિજિટલ તપાસ તેજ કરીપોલીસ સ્ટેશને પહોંચીને મોટું કૌભાંડ નિવાર્યા બાદ ભોગ બનનાર દંપતી દ્વારા આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં અધિકૃત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં રૂ.13 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના નંબર અને કોલ ડિટેલ્સના આધારે આરોપીઓને ટ્રેસ કરવા ડિજિટલ તપાસ શરૂ કરી છે. આ સાથે જ સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી કે તપાસ એજન્સી વીડિયો કોલ મારફતે 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી, આવી કોઈ ધમકી આવે તો ગભરાયા વિના તાત્કાલિક સ્થાનિક પોલીસ કે 1૯3૦ સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવો.આ પણ વાંચો : Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

Read Full Story arrow_forward
Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ
calendar_today September 9, 2026

Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેપારી મથક એવા રાજપારડી ખાતે આજે સવારે સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. રાજપારડીમાં આવેલી 'પિયુષ એજન્સી' નામની હોલસેલની દુકાનના માલિકે સવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. દરમિયાન એક અજાણ્યો શખ્સ સિગારેટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. દુકાનદાર કોઈ કામ અર્થે પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા તે જ ક્ષણનો લાભ ઉઠાવીને આ ચાલાક ગઠીયો દુકાનમાં રાખેલી રૂ. 15 લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈને ક્ષણવારમાં ગાયબ થઈ ગયો હતો.ભરૂચના ઝઘડિયામાં દિલધડક ચોરીદુકાનદાર બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે કાઉન્ટર પરથી 15 લાખ ભરેલી રોકડ બેગ ગાયબ જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તસ્કરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચોંકાવનારી બાબત એ છે કે રાજપારડીની આ જ ‘પિયુષ એજન્સી’માં ચોરીનો આ કોઈ પહેલો બનાવ નથી. બરાબર એક મહિના અગાઉ પણ આ દુકાનમાંથી રૂ. 98,000 ની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એક જ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એક વાર આ જ દુકાનને નિશાન બનાવી રૂ. ૧૫ લાખની મોટી મત્તાની ઉઠાંતરી કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે.પિયુષ એજન્સીમાંથી 15 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીઘટનાની જાણ થતાં જ રાજપારડી અને ઝઘડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાન તથા આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચાલાક તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનદાર બાથરૂમમાં ગયા અને તસ્કર 15 લાખની રોકડ બેગ લઈ પલાયન થયો. 'પિયુષ એજન્સી'માં 1 મહિના પહેલાં પણ ₹98 હજારની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું સગડ મેળવવા પોલીસની કવાયત.આ પણ વાંચો: Surat: પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદ; કૌભાંડ ખુલ્લું પડતાં મચ્યો ખળભળાટ

Read Full Story arrow_forward
Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત
calendar_today September 9, 2026

Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બની રહેલા એલિવેટેડ કોરિડોરના કામમાં વિલંબને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આશરે 4.03 કિલોમીટર લાંબો આ કોરિડોર એસ જી હાઈવે પર બની રહ્યો છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રિપોર્ટ મુજબ પ્રોજેક્ટની મૂળ પૂર્ણતાની સમયમર્યાદા જૂન 2026 રાખવામાં આવી હતી. જોકે, કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી.ત્રણ વખત મુદત વધારવામાં આવીપ્રોજેક્ટની કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત મુદત વધારવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. શરૂઆતમાં 1 જૂન, ત્યારબાદ 1 ઓગસ્ટ અને હવે કામગીરી દિવાળી બાદ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે એસજી હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોની મુશ્કેલીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.કરોડોના પ્રોજેક્ટનું કામ હજુ અધૂરુંઇસ્કોન થી સાણંદ ચોકડી સુધી બની રહેલા બ્રીજમાં કામગીરી બાકી હોવાના કારણે સતત તેની પૂર્ણતા માટે તારીખ પે તારીખ ચાલી રહ્યું છે.. કામગીરી જૂનમાં પૂર્ણ થવાની પહેલી મુદત હતી જે બાદ મુદત વધારી ઓગસ્ટ કરવામાં આવી અને હવે આ મુદત દિવાળી સુધીની થઈ ગઈ છે.. જેને લઈને પણ સવાલ ઉઠ્યા છેભારે વરસાદ બાદ સર્વિસ રોડની સ્થિતિ સામે આવીતાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદ બાદ એસજી હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાવાની સાથે કેટલાક સ્થળોએ રસ્તો ધોવાઈ જવાની સ્થિતિ જોવા મળી હોવાના આક્ષેપો થયા છેબ્રિજનું કામ અધૂરું, ટ્રાફિકનો ભાર કોના માથે?ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના મહત્વના માર્ગ પર બાંધકામની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની સીધી અસર પડી રહી છે. રોજિંદા કામકાજ, વ્યવસાય અને અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે અધૂરું કામ માત્ર પ્રોજેક્ટની સમસ્યા નથી, પરંતુ રોજની મુશ્કેલી બની ગયું છે..વાહનચાલકોને મુશ્કેલીખાસ કરીને નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા સર્વિસ રોડના કેટલાક ભાગોમાં ખાડા અને નુકસાનને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ બાદ રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડના કેટલાક ભાગોમાં પાણી ભરાવા, ખાડા અને રસ્તાને નુકસાન થવાના આક્ષેપો પણ થયા છે. જેના પગલે રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસની માગઆ સમગ્ર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સર્વિસ રોડના બાંધકામમાં નબળી ગુણવત્તા હોય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટર નક્કી કરવી જોઈએ અને ટેન્ડરની જોગવાઈ મુજબ રસ્તાનું રિપેરિંગ કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવું જોઈએ.વધારાના કામની મંજૂરી કોણે આપી ડૉ. દોશીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રોડને થયેલા નુકસાનની જવાબદારી નક્કી કર્યા વિના આશરે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે સિમેન્ટ કોંક્રિટનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ વધારાના કામની મંજૂરી કોણે આપી અને કયા સંજોગોમાં નિર્ણય લેવાયો તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે.અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલકોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મૂળ ટેન્ડરની જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવાને બદલે વધારાનું કામ આપવાથી કોન્ટ્રાક્ટરને નાણાકીય લાભ થઈ શકે છે. આ નિર્ણયમાં નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ અગાઉના કામની ગુણવત્તા, સર્વિસ રોડને થયેલું નુકસાન, રિપેરિંગની જવાબદારી અને વધારાના સિમેન્ટ કોંક્રિટ રોડના કામની મંજૂરી—આ તમામ મુદ્દાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરવા માગહવે જોવાનું એ રહેશે કે નેશનલ હાઈવે વિભાગ અને સરકાર આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને એલિવેટેડ કોરિડોરનું બાકી કામ ક્યારે પૂર્ણ થાય છે. મહત્વનું એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે..  આ પણ વાંચો  :      Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward