android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Brahmosને વધુ શક્તિશાળી બનાવશે ભારત-રશિયા, મોદી-પુતિન વચ્ચે દિલ્હીમાં બેઠક
calendar_today September 9, 2026

Brahmosને વધુ શક્તિશાળી બનાવશે ભારત-રશિયા, મોદી-પુતિન વચ્ચે દિલ્હીમાં બેઠક

Delhiમાં આગામી કેટલાક દિવસોમાં ભારે ગતિવિધિઓ જોવા મળશે. BRICS સમિટ માટે રશિયા અને ચીન સહિત અનેક મોટા દેશોના નેતાઓ દિલ્હી પહોંચવાના છે. જોકે, સૌની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર છે. પુતિનના દિલ્હી પ્રવાસ દરમિયાન હથિયારો અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રશિયા પોતાની સાથે નવી પેઢીનું જેટ એન્જિન પણ લાવી રહ્યું છે. આ ઉપરાંત ઘાતક બ્રહ્મોસ મિસાઇલને વધુ અપગ્રેડ કરવાની યોજના પર પણ વિચારણા થઈ રહી છે.બ્રહ્મોસ મિસાઇલને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારીવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલાં ભારત અને રશિયાએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને અપગ્રેડ કરવાની તૈયારીના સંકેત આપ્યા છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે.પુતિનના પ્રવક્તાએ શું કહ્યું?રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે કહ્યું કે, ભારત અને રશિયા મળીને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ઉત્પાદન કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આ મિસાઇલને વધુ સારી બનાવવામાં આવે. તેમાં કેટલીક નવી ક્ષમતાઓ પણ ઉમેરવામાં આવે. BRICS શિખર સંમેલન 2026નું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે અને તે 12-13 સપ્ટેમ્બરે યોજાશે.બ્રહ્મોસ મિસાઇલમાં શું ફેરફાર થશે?પેસ્કોવે જણાવ્યું કે બંને દેશ બ્રહ્મોસ મિસાઇલમાં નવી સુવિધાઓ અને વધારાની ક્ષમતાઓ ઉમેરવા માટે કામ કરી શકે છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાની સાથે વૈશ્વિક હથિયાર બજારમાં તેની સ્પર્ધા વધારવાનો છે. બ્રહ્મોસ ભારત અને રશિયાનો સંયુક્ત સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય તેવા અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.દિલ્હી ખાતે મોદી-પુતિનની મુલાકાતવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત શુક્રવારે નવી દિલ્હીમાં BRICS સંમેલન દરમિયાન થવાની છે. ખાસ વાત એ છે કે લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે.ભારત માટે બ્રહ્મોસ કેમ મહત્વની છે?બ્રહ્મોસ ભારતની સૌથી મહત્વપૂર્ણ સંયુક્ત સંરક્ષણ પરિયોજનાઓમાંથી એક છે. તેની ઝડપી સુપરસોનિક ગતિ, ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા અને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની સુવિધા તેને મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. હવે બંને દેશો તેને નવી પેઢીની ક્ષમતાઓ સાથે વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.રશિયા હજુ પણ ભારતનો મોટો હથિયાર સપ્લાયરSIPRIના આંકડા મુજબ, 2021થી 2025 દરમિયાન ભારતના મોટા હથિયારોની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 40 ટકા રહ્યો હતો. આ પહેલાંના પાંચ વર્ષમાં રશિયાનો હિસ્સો લગભગ 51 ટકા હતો. એટલે કે ભારતે હથિયારો માટે રશિયા પરની પોતાની નિર્ભરતા ઘટાડી છે. જોકે, બ્રહ્મોસ જેવા સંયુક્ત પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધોને દર્શાવે છે.મોદી-પુતિનની મુલાકાત પર સૌની નજરહવે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર રહેશે. આ મુલાકાત દરમિયાન બ્રહ્મોસના અપગ્રેડ ઉપરાંત નવી સંરક્ષણ ટેક્નોલોજી, સંયુક્ત ઉત્પાદન અને ભવિષ્યમાં ભારત-રશિયા વચ્ચેના સંરક્ષણ સહયોગ અંગે મહત્વના નિર્ણયો સામે આવી શકે છે.આ પણ વાંચો:  ફિલિપાઈન્સ બાદ હવે થાઈલેન્ડ પણ ખરીદશે 'બ્રહ્મોસ' મિસાઈલ

Read Full Story arrow_forward
Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?
calendar_today September 9, 2026

Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?

રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધોભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSIઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડઆ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસજેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

Read Full Story arrow_forward
Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર
calendar_today September 9, 2026

Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર

અમદાવાદ શહેરમાં AMTS બસોના વધતા જતા અકસ્માતોને રોકવા અને મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા એક અનોખો અને ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ બસમાં ડ્રાઇવરની કેબિન અને કેબિનની સામે ખાસ ‘ડેશ કેમ’ (Dash Cam) સેટ કરવામાં આવ્યા છે.AMTS બસોમાં મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણયઆ ડેશ કેમમાં ખાસ પ્રકારની 3 મુખ્ય એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવર સ્મોકિંગ (ધૂમ્રપાન) કરશે, વાહન ચલાવતી વખતે ઝોકાં ખાશે (ઊંઘશે) કે પછી ફોન પર વાતચીત કરવાની ગંભીર બેદરકારી દાખવશે, તો તરત જ AMTS ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પર એલર્ટ મેસેજ જનરેટ થઈ જશે. કંટ્રોલ રૂમમાં એલર્ટ મળતાં જ ત્યાંથી ડ્રાઇવરને તરત જ વાયરલેસ કે કોલ મારફતે જરૂરી સૂચના અને ચેતવણી આપવામાં આવશે. આ સિવાય જો ડ્રાઇવર બસને નિયત ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડમાં (ઓવર સ્પીડ) દોડાવશે, તો પણ કંટ્રોલ રૂમને તેનું એલર્ટ મળી જશે.બસમાં ‘ડેશ કેમ’ લગાવી ડ્રાઇવરો પર રખાશે સીધી નજરAMTS દ્વારા હાલમાં 2 બસોમાં આ ડેશ કેમ લગાવીને પાયલોટ પ્રોજેક્ટનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રયોગનો મુખ્ય આશય ડ્રાઇવરોની માનવીય ભૂલો સુધારવાનો અને બસના અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં અમદાવાદ શહેરની તમામ AMTS બસોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જેથી રોડ અકસ્માતોની ચોક્કસ માહિતી મેળવી શકાશે અને મુસાફરોની સુવિધાઓ સાથે સુરક્ષામાં પણ મોટો વધારો થશે.ડેશ કેમ મારફતે ડ્રાઇવરની દરેક હરકતનું રીયલ ટાઇમ મોનિટરિંગ.ઓવર સ્પીડ અને બેદરકારી પર કંટ્રોલ રૂમથી સીધો સંપર્ક.પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તમામ બસોને આવરી લેવાશે.આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે

Read Full Story arrow_forward