Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વંદે માતરમ ગાન સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઊભા ન રહેવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ ખેડાવાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને આ મામલે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો છે, તો બીજી તરફ ભાજપે આ ઘટનાને દેશભક્તિ અને વિધાનસભાની પરંપરા સાથે જોડીને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.ઇમરાન ખેડાવાલાએ શું કહ્યુંઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો નથી અને આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની પોતાની વિચારધારા છે અને તેનો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આ મામલે કોઈ માફી માંગવાના નથી. ખેડાવાલાએ એવો પણ દાવો કર્યો કે તેઓ અત્યાર સુધી જે રીતે વંદે માતરમ ગાતા આવ્યા છે, તે રીતે તેમણે ગાયું જ છે અને આ સમગ્ર મામલે તેમણે કંઈ ખોટું કર્યું નથી. ભાજપે પરંપરાનો મુદ્દો આગળ ધરી કોંગ્રેસને ઘેર્યુંસંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી ઘટના ગણાવી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે. તેમણે આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરી. પટેલે કહ્યું કે આવી ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે. “વંદે માતરમ રાજનીતિનો મુદ્દો નથી” — જીતુ વાઘાણીભાજપ પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વંદે માતરમ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ દેશનું અપમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું વ્યક્તિગત સ્ટેન્ડ કેવી રીતે હોઈ શકે? તેમણે કહ્યું કે આ દેશનો નાગરિક કેવી રીતે કહી શકે માફી નહી માગું, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે વ્યક્તિગત સ્ટેન્ડ કેવીરીતે હોય. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી ખડગેજી એ ષડયંત્ર કર્યું છે અને ઠરાવ કર્યા છે. આ મહાન દેશભકતો અને શહીદો નું ગાન છે . ભારતીય તરીકે દરેકને લાગુ પડે છે. શું એ ભારતના નાગરિક નથી? તેમણે કહ્યું કે ઇમરાન ખેડાવાળા ને પૂછું છું ગત સત્રમાં કેમ તમને કોઈ વાંધો નહતો. આ કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે કોંગ્રેસના વલણ પર નજરવાઘાણીએ કોંગ્રેસ પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવી સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો. હવે ઇમરાન ખેડાવાલાના નિવેદન બાદ કોંગ્રેસ આ મુદ્દે સત્તાવાર રીતે શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર છે. આ પણ વાંચો : Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ
Read Full Story arrow_forward