android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : લોકમેળાની રાઇડ બની મોતનું કારણ! 12 વર્ષની કિશોરીના મોત મામલે ઓપરેટર સામે ફરિયાદ
calendar_today September 9, 2026

Surendranagar News : લોકમેળાની રાઇડ બની મોતનું કારણ! 12 વર્ષની કિશોરીના મોત મામલે ઓપરેટર સામે ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં રાઇડ્સમાંથી અચાનક નીચે પટકાવાના કારણે 12 વર્ષીય માસૂમ કિશોરીના કમકમાટીભર્યા મોતની ઘટનામાં પોલીસે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મેળામાં સ્થળ પર તૈનાત રાઇડ્સ ઓપરેટરની ઘોર બેદરકારી અને સુરક્ષાના અભાવના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો ગંભીર આરોપ મૂકીને મૃતક બાળકીના પિતાએ આખરે વઢવાણ પોલીસ મથકે પહોંચીને સંચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.રાઇડ્સ ઓપરેટર કામરખાન પઠાણની બેદરકારી સામે આવીબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વઢવાણ લોકમેળામાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની કિશોરી આનંદ-પ્રમોદ માટે ઝૂલા રાઇડ્સમાં બેઠી હતી. તે સમયે રાઇડ્સ ઓપરેટર દ્વારા સુરક્ષાની યોગ્ય તકેદારી ન રાખવામાં આવતાં ચાલુ રાઇડ્સમાંથી કિશોરી સીધી જ નીચે જમીન પર ફેંકાઈ ગઈ હતી. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બાળકીનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક બાળકીના પિતાએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને ઝૂલા ઓપરેટર કામરખાન પઠાણ સામે આકરા પગલાં ભરવાની માગ સાથે ગુનો નોંધાવ્યો છે.વઢવાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીબાળકીના પિતાની લેખિત ફરિયાદના આધારે વઢવાણ પોલીસ મથકે રાઇડ્સ ઓપરેટર કામરખાન પઠાણ સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. મેળામાં રાઇડ્સની સુરક્ષા અને ફિટનેસ ચકાસણી અંગે પણ તપાસ લંબાવવામાં આવી છે. આ હૃદયદ્રાવક બનાવને પગલે મૃતક કિશોરીના પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.આ પણ વાંચો : Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
calendar_today September 9, 2026

Gujarat Weather News: રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાંથી ચોમાસું નબળું પડ્યાની ચિંતા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હાલ રાજ્યમાં 19 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાઈ છે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈહવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ,મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જામશે.તારીખ 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.તારીખ 13 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની ખાસ આગાહી કરવામાં આવી છે. 13 તારીખે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઆ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. માત્ર મુખ્ય ભૂમિ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.દરિયાકાંઠે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે

Read Full Story arrow_forward
'રાહુલ ગાંધી VVIP નથી' સુપ્રીમ કોર્ટમાં દલીલ, 'બધા માટે નિયમ સરખા' CJIએ કરી સ્પષ્ટતા
calendar_today September 9, 2026

'રાહુલ ગાંધી VVIP નથી' સુપ્રીમ કોર્ટમાં દલીલ, 'બધા માટે નિયમ સરખા' CJIએ કરી સ્પષ્ટતા

રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા' સંબંધિત આપેલા નિવેદનને લઈને તેમની સામે નોંધાયેલા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ ગૌરવ ભાટિયાએ અદાલત સમક્ષ વિનંતી કરી હતી કે આ સમગ્ર મામલાને પ્રાથમિકતા આપીને વહેલી તકે આ કેસની સુનાવણી કરવામાં આવે. જો કે, ચીફ જસ્ટિસે આ વિનંતી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અદાલતની નજરમાં દરેક પક્ષકાર સમાન છે, અને આ મામલે પણ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર જ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. શું હતો સમગ્ર મામલો?આ સમગ્ર મામલો રાહુલ ગાંધીની એ 'ભારત જોડો યાત્રા' દરમ્યાન ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો અંગે આપેલા નિવેદન બદલ પોતાની સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટેમાં પડકારી છે. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ વિનંતી કરી હતી કે, રાહુલ ગાંધીના આ કેસને પ્રાથમિકતા આપવામાં આવે અને અન્ય મામલાઓથી અલગ રાખી વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે.રાહુલ ગાંધી કોઈ VVIP નથી!એડવોકેટ ભાટિયાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી સતત મુલતવી થઇ રહી છે, અને અરજદાર પણ નિયત તારીખો પર ઉપસ્થિત રહેતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાંચ મહિના અગાઉ પણ આ મામલો સુનાવણી કરવા માટેના લીસ્ટમાં આવ્યો હતો, પરંતુ તે સમયે પણ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. ભાટિયાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધી કોઈ VVIP નથી, તેથી આ પ્રકરણને અલગ પાડીને તેની સ્વતંત્ર અને વહેલી સુનાવણી હાથ ધરવી જોઈએ.કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન - CJIસમગ્ર કેસની સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશે (CJI)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન છે અને નક્કી કરેલી કાનૂની પ્રક્રિયાનું જ પાલન કરવામાં આવશે. CJIએ એડવોકેટ ભાટિયાને ટાંકતા કહ્યું કે, જો તેઓ વહેલી સુનાવણી ઈચ્છતા હોય તો તે માટે નિયમાનુસાર કોર્ટમાં અરજી દાખલ કરે, ત્યારબાદ જ અદાલત તે અંગે યોગ્ય વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના કોઈપણ કેસને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં, પછી ભલે તે પક્ષકાર ગમે તે હોય.

Read Full Story arrow_forward