android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે
calendar_today September 9, 2026

Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે

સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી એક અલ્પવયસ્ક સગીરા સાથે અમિશ અલી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન આ પ્રેમ સંબંધ અંગેની જાણ અમિશના મોટા ભાઈ સાદીર અલીને થઈ ગઈ હતી.ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મપ્રેમ સંબંધની જાણ થયા બાદ સગા મોટા ભાઈ સાદીર અલીએ વિકૃત માનસિકતા દર્શાવીને સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સાદીરે સગીરાને ધમકાવીને તથા બ્લેકમેલ કરીને તેની સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. બંને સગા ભાઈઓના અત્યાચાર અને શારીરિક શોષણથી કંટાળીને આખરે સગીરાએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. ત્યારબાદ સગીરાએ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચીને અમિશ અલી અને સાદીર અલી વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી.ગોડાદરા પોલીસે બંને આરોપી ભાઈઓની કરી ધરપકડસગીરાની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં દરોડા પાડીને સગા ભાઈ એવા બંને આરોપીઓ અમિશ અલી અને સાદીર અલીની ધરપકડ કરી લીધી છે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવીને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરી છે.અમિશ અલી અને સાદીર અલીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ. નાના ભાઈ સાથેના સંબંધની જાણ થતાં મોટા ભાઈએ બ્લેકમેલ કરી શોષણ કર્યું. ગોડાદરા પોલીસે સત્વરે કાર્યવાહી કરીને બંને આરોપીઓને જેલહવાલે કર્યા.આ પણ વાંચો: Surendranagar News : લોકમેળાની રાઇડ બની મોતનું કારણ! 12 વર્ષની કિશોરીના મોત મામલે ઓપરેટર સામે ફરિયાદ નોંધાઈ

Read Full Story arrow_forward
Gujarat Vidhansabha: 'મેં વંદે માતરમનું અપમાન કર્યું નથી', વિવાદ વચ્ચે ઇમરાન ખેડવાલાએ કરી સ્પષ્ટતા
calendar_today September 9, 2026

Gujarat Vidhansabha: 'મેં વંદે માતરમનું અપમાન કર્યું નથી', વિવાદ વચ્ચે ઇમરાન ખેડવાલાએ કરી સ્પષ્ટતા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' દરમિયાન બેસી જવાના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. પ્રવિણ માળીના આક્ષેપો બાદ ભાજપે આક્રમક વલણ અપનાવી માફીની માગ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીયગીત કે દેશનું કોઈ અપમાન કર્યું નથી.મૂળ ગીતમાં ઊભો રહ્યો, ભાજપે ઉમેરેલી લાઇન વખતે બેઠો: ખેડવાલાપોતાના વર્તન પાછળનું કારણ દર્શાવતા ઇમરાન ખેડવાલાએ જણાવ્યું કે, અત્યાર સુધી જે મૂળ વંદે માતરમ્ ગીત ગવાતું હતું તે પૂર્ણ થયું, ત્યાં સુધી હું સન્માનપૂર્વક ઊભો જ રહ્યો હતો, પરંતુ ભાજપ દ્વારા જેમાં પાછળથી વધારાની લાઇનનો ઉમેરો કરવામાં આવ્યો હતો, તે લાઇન શરૂ થતાં જ હું મારી સીટ પર બેસી ગયો હતો. તેમણે ઉમેર્યું કે, તેઓ વંદે માતરમ્‌ના મૂળ સ્વરૂપનું પૂરેપૂરું સન્માન કરે છે."હું અલ્લાહની ઇબાદત કરું છું અને દેશભક્ત પણ છું"ભાજપના વિરોધ સામે આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ભાજપે તેમને કે દેશના નાગરિકોને દેશપ્રેમ શીખવવાની કે પ્રમાણપત્ર આપવાની કોઈ જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, હું અલ્લાહની ઇબાદત કરું છું અને તેની સાથે સાથે હું એક સાચો દેશભક્ત પણ છું. મારી આઈડિયોલોજી અને વિચારધારા કોંગ્રેસ પક્ષની છે, ભાજપની નથી.પક્ષનો નહીં, સંપૂર્ણ વ્યક્તિગત નિર્ણય હોવાનો સ્વીકારઆ મુદ્દે કોંગ્રેસ પક્ષના સ્ટેન્ડ અંગે પૂછવામાં આવતાં ખેડવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય તેમનો તદ્દન વ્યક્તિગત હતો. ગાન દરમિયાન પક્ષના અન્ય કોઈ ધારાસભ્યો બેઠા નહોતા અને તેઓ ઊભા જ રહ્યા હતા. આમ, તેમણે આ સમગ્ર ઘટનાક્રમને પક્ષ સાથે જોડવાને બદલે પોતાનો અંગત વિરોધ દર્શાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો..આ પણ વાંચો: કોંગ્રેસ MLA પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આક્ષેપ, ઇમરાન ખેડાવાલા પર પ્રવિણ માળીએ લગાવ્યા ગંભીર આરોપ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: વંદે માતરમના અપમાન મામલે મંત્રી મંડળનું ડેલીગેશન વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: વંદે માતરમના અપમાન મામલે મંત્રી મંડળનું ડેલીગેશન વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward