android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર
calendar_today September 9, 2026

Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર

Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 62 વર્ષના થઈ રહ્યા છે. તેમનો જન્મ 13 જૂન, 1964 ના રોજ થયો હતો. સ્વાભાવિક રીતે તેઓ 1980ના દાયકામાં તેઓ યંગ બોય હતા. જોકે, હાલમાં ઇન્ટરનેટ પર ફરતા 80's ના દાયકાના ટ્રેન્ડને સ્વીકારીને તેમણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જોકે હવે યૂઝર્સ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. ચાલો જોઈએ કે આ ટ્રેન્ડ શું છે અને લોકો આ તસવીર પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ સંભાળતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ફોટો પોસ્ટ કરતા લખ્યું કે તેઓ 80 ના દાયકાના ટ્રેન્ડ સાથે વાઇબ કરી રહ્યા હતા અથવા તેમાં જોડાઈ રહ્યા હતા. આ ટ્રેન્ડને અનુસરવાનો અર્થ એ છે કે તેઓ તેમના યુવાનીના દિવસોને યાદ કરી રહ્યા છે. એક એવો સમય જ્યારે તેઓ આજના કરતા પણ વધુ ડેશિંગ દેખાતા હતા. લોકોએ આ તસવીર પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી છે. આ વિન્ટેજ ફોટો પર ટિપ્પણી કરતા, એક X યુઝરે લખ્યું, "વાહ, શાનદાર! પહેલી નજરે, મને લાગ્યું કે તમે કોઈ હિન્દી ફિલ્મના હીરો છો."  કેન્દ્રીય મંત્રીના ફોટા પર બીજી એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, "શાનદાર, સાહેબ! તમે બોલિવૂડ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો વિચાર કેમ ન કર્યો?" જોકે, કેટલાક યૂઝર્સે તેમના દેખાવને રાજકારણના બદલાતા લેન્ડસ્કેપ સાથે પણ જોડ્યો. ફોટો પર પ્રતિક્રિયા આપતા, એક X યૂઝર્સે ટિપ્પણી કરી, "હું જૂઠું નહીં બોલીશ - તમે ખરેખર ડેશિંગ લાગી રહ્યા છો." 80 ના દાયકાના ટ્રેન્ડમાં ઇમેજ જનરેશનનો ઉપયોગ કરનાર કોઇ વ્યક્તિને 1980ના દાયકાના માહોલ જેવા બતાવી શકાય છે. જેમ પિયુષ ગોયલે તેના ફોટા સાથે કર્યું હતું. આ ટ્રેન્ડ દ્વારા, AI ટૂલ્સ તમને કપડાં, હેરસ્ટાઇલ, ફેશન સેન્સ, એસેસરીઝ, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને ફોટોગ્રાફિક ટેક્સચરમાં ફેરફાર કરતી વખતે તમારા ચહેરાના લક્ષણો અને ઓળખ જાળવી રાખવાની મંજૂરી આપે છે.આ નિર્દેશ (Prompt)ને લઇને AI તમને 80sના ટ્રેન્ડમાં ફિટ કરી દે છે. તેમા સામાન્ય રીતે વોર્મ લાઇટિંગ, સોફ્ટ ફોકસ, હળવા ફેડ કલર અને એનોલોગ-સ્ટાઇલ ફિલ્મ ગ્રેન જેવી વસ્તુઓ સામેલ હોય છે. ઈન્ડિયન વર્ઝનમાં લોકો તે સમયની સાડીઓ, સ્પેશ્યિલ જ્વેલરી, ભરાવદાર વાળ વાળી હેરસ્ટાઇલ, મૂછો, શર્ટ અને હાઇ વેસ્ટ ટ્રાઉઝર વાળા લુક ડિમાન્ડ કરે છે. આ પણ વાંચો: Viral Video: દર્દીઓના જીવ જોખમમાં... હોસ્પિટલમાં નથી લાઈટ, ડોક્ટરો મીણબત્તીના પ્રકાશમાં કામ કરવા મજબૂર!

Read Full Story arrow_forward
Delhi 1 crore Robbery: બંદૂકની અણીએ 1 કરોડની લૂંટ, રિક્ષામાં બેઠા હતાજ કે... દિલ્હી પોલીસે તપાસ કરી તેજ
calendar_today September 9, 2026

Delhi 1 crore Robbery: બંદૂકની અણીએ 1 કરોડની લૂંટ, રિક્ષામાં બેઠા હતાજ કે... દિલ્હી પોલીસે તપાસ કરી તેજ

નવી દિલ્હીના ITO નજીક એક ઉદ્યોગપતિના સ્ટાફ મેમ્બર પાસેથી ₹1 કરોડની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે સ્કૂટર પર સવાર બે બદમાશોએ આઉટર રિંગ રોડ પર એક ઓટો રિક્ષાને અટકાવી અને બંદૂકની અણીએ લૂંટ ચલાવી. ગુનેગારો રોકડ ભરેલી બેગ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા. ઘટનાની માહિતી મળતાં પોલીસે FIR નોંધી અને તપાસ શરૂ કરી.રિક્ષામાંથી કરોડ રૂપિયાની ચોરી સોમવાર સાંજે, ઉદ્યોગપતિનો સ્ટાફ મેમ્બર ઓટો-રિક્ષામાં આશરે ₹3 કરોડ રૂપિયા લઇને જઇ રહ્યો હતો.  રસ્તામાં, આઉટર રિંગ રોડ પર ITO નજીક સ્કૂટર પર સવાર બે વ્યક્તિઓએ ઓટોને ઓવરટેક કરીને રોકી. એવો આરોપ છે કે બદમાશોએ સ્ટાફ મેમ્બરને પિસ્તોલથી ડરાવીને રોકડ ભરેલી બેગ કબજે કરી હતી. ત્યારબાદ તેઓ સ્કૂટર પર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. અહેવાલો દર્શાવે છે કે બેગમાં લગભગ ₹1 કરોડ હતા.  જોકે, પોલીસ હાલમાં ચોરાયેલી રકમ અને ઘટના સંબંધિત અન્ય વિગતો ચકાસી રહી છે.ઘટના બાદ, ઓટો-રિક્ષામાં રહેલા સ્ટાફ મેમ્બરે પોલીસને જાણ કરી. પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ ઘટના અંગે માહિતી એકત્રિત કરવા માટે પીડિતોની પૂછપરછ કરી.દરિયાગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈદરિયાગંજ પોલીસે આ મામલે FIR નોંધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બદમાશોની ઓળખ કરવા માટે નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ગુનેગારો કઈ દિશામાં ભાગી ગયા અને ગુનામાં વપરાયેલ સ્કૂટરની માલિકી કોની છે તે પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં, વેપારીના સ્ટાફ સભ્યની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં આ બધા પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓ જણાવે છે કે CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓનો ઉપયોગ કરીને ગુનેગારોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ ટૂંક સમયમાં કેસ સંબંધિત વધુ વિગતો શેર કરી શકે છે. આ પણ વાંચો:  Maharashtra: ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી મળે તેમાં ખોટું શું ? અમૃતા ફડણવીસના નિવેદનની પક્ષમાં બે-મત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં ફરી મેઘરાજાનો રાઉન્ડ શરૂ થશે, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ભારે વરસાદની આગાહી
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં ફરી મેઘરાજાનો રાઉન્ડ શરૂ થશે, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward