android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Assembly session Live : ઇમરાન ખેડાવાલા વંદેમાતરમ્ શરૂ થયું ને બેસી ગયા, કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે : વન રાજ્યમંત્રી પ્રવીણ માળી
calendar_today September 9, 2026

Gujarat Assembly session Live : ઇમરાન ખેડાવાલા વંદેમાતરમ્ શરૂ થયું ને બેસી ગયા, કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે : વન રાજ્યમંત્રી પ્રવીણ માળી

ગુજરાતમાં માર્ચ મહિનામાં બજેટ સત્ર મળ્યા પછી દર વખતે સપ્ટેમ્બરમાં બેઠક મળતી હોય તેમ આજે બુધવારથી ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે.જેમાંથી પહેલા દિવસે શોક પ્રસ્તાવ પછી પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રખાશે.બાકીના બે દિવસમાં બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા માટે એમ કુલ મળીને 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે.બહુમતીને જોરે શાસકપક્ષ જેવો સુધારો સુચવશે તેવો પસાર પણ થઈ જશે!ચોમાસુ સત્રમાં અંદાજે 12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે.ત્રણેય દિવસ પ્રજાના પ્રશ્નો,સરકારી વ્યવસ્થાઓમાં ખામીઓ અને ગેરરીતિઓને ઉજાગર કરવા માટે ચૂંટાયેલા સભ્યોને એક એક કલાકનો પ્રશ્ન કાળ મળશે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા છે. વિધાનસભાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે.વિધાનસભા ગૃહ તેના નિયત સમય કરતાં થોડું મોડું શરૂ થયું હતું. જે 12 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ તે ચાર મિનિટ મોડુ શરૂ થયું હતુ.રાજ્ય સરકારે કોંગ્રેસના સવાલનો જવાબ આપ્યોકોંગ્રેસના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ નિર્ણયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પૂરનું પાણી ઓસરતાની સાથે જ સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં કેસડોલમાં વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેખે ત્રણ દિવસના 1800 રૂપિયા, ઘરવખરી પેટે 2500 રૂપિયા તેમજ પશુધન માટે પણ સહાય ચૂકવવામાં આવી છે અને જો ભવિષ્યમાં જરૂર જણાય તો કોઈપણ સહાયમાં વધારો કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારણા કરશેકોંગ્રેસની રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગવિધાનસભા ગૃહમાં વલસાડ અને નવસારી જિલ્લામાં પૂર સહાય અંગેના મૂળ પ્રશ્ન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યના અડધાથી વધુ ભાગમાં વરસાદ ખેંચાવાના કારણે રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.આ માંગના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ રાજ્ય સરકારે અત્યારથી જ જરૂરી કામગીરી શરૂ કરી દીધી છે અને નાગરિકો માટે ઘાસચારાથી માંડીને સિંચાઈ, પીવાનું પાણી અને જરૂરી વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રગીતના સન્માનમાં મર્યાદા ભંગને લઈ અમે અધ્યક્ષને રજૂઆત કરીશુંઃ પ્રવીણ માળીવિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા દ્વારા બેસી જવાની ઘટેલી ઘટનાને લઈને શાસક પક્ષ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે, વંદે માતરમથી સત્રની શરૂઆત થવાની વર્ષો જૂની પરંપરા રહી છે પરંતુ આ પ્રકારે રાષ્ટ્રગીતના સન્માનમાં મર્યાદા ભંગ થવો અત્યંત ગંભીર બાબત છે.આ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ છે કે પછી તે ધારાસભ્યનું કોઈ વ્યક્તિગત કૃત્ય છે તે અંગે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.અગાઉ ક્યારેય વિધાનસભા ગૃહમાં આવી શરમજનક ઘટના બની નથી અને જો આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું હોય તો તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ.સરકારે આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સંસદીય પ્રણાલીઓ તથા મર્યાદાઓ કોંગ્રેસ સારી રીતે જાણતી હોવા છતાં આવું જાણી જોઈને કરવામાં આવ્યું હોવાથી આ અંગે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે.રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2ની જગ્યાઓ ખાલીરાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2ની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે.ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે,સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની મંજૂર થયેલી 205 જગ્યાઓ પૈકી 56 જગ્યાઓ ખાલી છે.જ્યારે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની 344 જગ્યાઓ પૈકી 90 જગ્યાઓ ખાલી પડેલી છે.સરકાર દ્વારા આ ખાલી પડેલી તમામ જગ્યાઓ આગામી સમયમાં સીધી ભરતી અને બઢતીની પ્રક્રિયા દ્વારા ભરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છેવિધાનસભાના અધ્યક્ષની મંત્રી ઋષિકેશ પટેલને ટકોરવિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લાંબા જવાબો આપવા બદલ અધ્યક્ષ દ્વારા મંત્રીને ટકોર કરવામાં આવી હતી.ઊર્જા વિભાગના પ્રશ્નો સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલ તરફથી લાંબા જવાબો આપવામાં આવી રહ્યા હતા.ત્યારે અધ્યક્ષે સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે જ્યારે વિભાગની માંગણીઓ ચર્ચા માટે આવે ત્યારે વિગતવાર લાંબો જવાબ આપજો અત્યારે પ્રશ્ન પૂરતો માત્ર ટૂંકો જ જવાબ આપો.જોકે,આ દરમિયાન અધ્યક્ષે ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવામાં આવી રહી છે તેને આવકારદາຍક ગણાવતા તે સારું હોવાનું પણ ઉમેર્યું હતું.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલકોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારનું શું આયોજન છે કે કેમ? જેના જવાબમાં સરકાર વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ૩૧ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે, જ્યારે બઢતીના નિયમોમાં હજુ સુધારો કરવાનો બાકી હોવાથી તે પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.મહેસૂલ વિભાગની જમીન દફરત નિરીક્ષકની જગ્યા ખાલીમહેસૂલ વિભાગમાં જમીન દફતર નિરીક્ષકની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે.ભુજ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જમીન દફતર નિરીક્ષકની મંજૂર થયેલી કુલ 326 જગ્યાઓ પૈકી 50% એટલે કે 165 જગ્યાઓ ખાલી પડી છે અને હાલ માત્ર 161 જગ્યાઓ જ ભરાયેલી છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં વિધાનસભાના સત્રની શરૂઆતમાં વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેઓ ચાલુ વંદે માતરમ ગાન દરમિયાન ઊભા થઈને ફરી બેસી ગયા હતા. જ્યારે કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પર અડગ ઊભા રહીને વંદે માતરમ ગાનમાં જોડાયા હતા, ત્યારે વંદે માતરમ પૂરું થતાં જ ભાજપના ધારાસભ્યો દ્વારા એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે ઇમરાન ખેડાવાળા વંદે માતરમમાં ઊભા નહોતા થયા.ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા અનાવૃષ્ટિના કારણે રાજ્યમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈને ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે, જેમાં ગીર પંથકમાં ડેમ ખાલી થઈ જવાના કારણે વન્ય પ્રાણીઓને પડનારી મુશ્કેલીઓનો મુદ્દો સામે આવ્યો છે. ગીરના ડેમોમાં પાણી નહીં હોય તો મૂગા પ્રાણીઓને પીવાના પાણીની ભારે વિકટ સમસ્યા સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરીને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા ગીરના ડેમોમાં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે તેવી સખત માંગ કરવામાં આવી હતી. આ પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય સર્વે કરીને વત્વરિત ધોરણે જરૂરી કામગીરી કરવામાં આવશે.ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો સવાલઅમરેલીમાં સૌની યોજનાની કામગીરી અને ચેકડેમ ભરવા અંગે ક્યારે કામગીરી થશે તેવો સવાલ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ અંગે ઓગસ્ટ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ગઈકાલે જ ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, તેમજ આગામી ૧૩-૧૦-૨૦૨૬ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે જેથી ખાલી ચેકડેમ પાણીથી ભરી શકાશે.આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નારા લગાવ્યાગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિધાનસભા પ્રવેશદ્વાર પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત ધારાસભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આપના નેતાઓ અને ધારાસભ્યો ખેડૂતોને પૂરતું પાણી આપો અને ખેડૂતોને સહાય આપો ના નારા લગાવીને તથા વિરોધના પ્રતીકરૂપે હાથમાં ઘાસચારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષાઃ મુખ્યમંત્રીઆજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહ ખાતે પહોંચીને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થઈ રહેલા આ સત્ર દરમિયાન ત્રણેય દિવસ સરકારી બિલોની સાથે-સાથે પ્રજાના મહત્વના પ્રશ્નો ઉપર સઘન ચર્ચા કરવામાં આવશે. સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સત્ર દરેક ધારાસભ્ય માટે જનતાના પ્રશ્નો અને રજૂઆતો ગૃહમાં મૂકવા માટેનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે, જેથી ગૃહમાં ખૂબ સારી રીતે સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષા છે.આ પણ વાંચોઃ Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે

Read Full Story arrow_forward
Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ
calendar_today September 9, 2026

Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કિન્ના પાર્ક સોસાયટીમાં ગણેશ ઉત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલમાં તોડફોડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણેશ મંડપમાં તોડફોડ કરવા સાથે જ અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલી એક કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે ગણેશ મંડળના સભ્યો અને સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ધાર્મિક લાગણી દુભાઈ હોવા અંગે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.તોડફોડના CCTV ફૂટેજ સામે આવ્યાબનાવની વિગતો અનુસાર, વાઘોડિયા રોડ સ્થિત કિન્ના પાર્ક સોસાયટીમાં સ્થાપિત ગણેશ મંડપમાં અચાનક અજાણ્યા ઈસમોએ તોડફોડ આચરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં 3 જેટલા ઈસમો પંડાલમાં તોડફોડ કરતા અને વાહનને નુકસાન પહોંચાડતા સ્પષ્ટ નજરે પડે છે. ગણેશ મંડળના સભ્યોએ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર એકઠા થઈને અસામાજિક તત્વો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગણેશ મંડળ દ્વારા પોલીસમાં રજૂઆતઆ ઘટના અંગે ગણેશ મંડળના સભ્યો દ્વારા બાપોદ પોલીસ મથકે પહોંચીને લેખિત રજૂઆત સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવા અને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કૅમેરામાં દેખાતા ત્રણેય શંકાસ્પદ ઈસમોની ઓળખ છતી કરી તેમને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Dwarkaમાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર! ખેડૂતે રોઈ-રોઈને સરકાર સમક્ષ માંગી તાત્કાલિક સહાય

Read Full Story arrow_forward
Bhavnagar News: મેળાની મફતની મોજ કરતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?
calendar_today September 9, 2026

Bhavnagar News: મેળાની મફતની મોજ કરતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?

રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધોભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSIઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડઆ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસજેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

Read Full Story arrow_forward