Himatnagar : કાટવાડ ચોકડી પાસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
હિંમતનગર- અમદાવાદ રોડ પર આવેલ કાટવાડ ચોકડી રોડ પરના એક કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાનાને ગુરૂવારે બાતમીને આધારે એએચટીયુની ટીમે દરોડો પાડીને ત્રણ શકમંદોની અટક કરી કેટલોક મુદ્દામાલ કબ્જે લઇ ત્રણેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેહ વેપારમાંથી ત્રણ યુવતિઓને મુકત કરાવી હતી. આ અંગે એએચટીયુના પીઆઇ એસ.બી. ચૌધરી તથા તેમની ટીમના જણાવ્યા મુજબ તેમને એવી બાતમી મળી હતી કે, કાટવાડ ચોકડી રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે રાજ ગેસ્ટ હાઉસની આડમાં મેઘરાજ ગોતાજી પટેલ તથા ચેનસિંગ રાવ અને માનસિંગ રાવ દ્વારા દેહ વેપાર કરાતો હતો. જયાં કેટલાક ગ્રાહકો પાસેથી રોકડ રકમ લઇને શરીર સુખ માણવા સુધીની સર્વિસ આપવામાં આવતી હતી. એટલુ જ નહી પણ ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વેપારના ધંધામાં ત્રણ યુવતિઓ સંડોવાયેલી હતી. જેથી પોલીસે આ ત્રણેય યુવતિઓને મુકત કરાવી પકડાયેલા ત્રણેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફીક એકટ કલમ 1956ની કલમ 3 (1) (2), 4, 5 (1), (એ) (ડી) મુજબ ફરિયાદ નોંધાવી પકડાયેલા બન્ને પાસેથી રૂપિયા 1 હજાર રોકડા તથા રૂપિયા 1 હજારનો મોબાઇલ મળી રૂપિયા 2 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. દરોડના પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward