android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navapura : અક્કલકુવામાં શાંતિ સમિતિની બેઠક : પોલીસે ગુમ 18 ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
calendar_today September 9, 2026

Navapura : અક્કલકુવામાં શાંતિ સમિતિની બેઠક : પોલીસે ગુમ 18 ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

નવાપુર : નંદુરબાર જિલ્લાના અક્કલકુવા શહેરમાં આગામી ગણેશોત્સવ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અક્કલકુવાના મામલતદાર કચેરીના સભાગૃહમાં નંદુરબાર જિલ્લાની મહિલા પોલીસવડા અશ્વિની સાનપના અધ્યક્ષસ્થાને આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અક્કલકુવાના ધારાસભ્ય આમશ્યા પાડવી, સબડિવિઝન પોલીસ અધિકારી સુભાષ ભોયે, મામલતદાર વિનાયક ઘુમરે, અક્કલકુવા પોલીસ મથકના પી.આઈ.અર્જુન પટલે, સરપંચ ઉષાબેન બોરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગણેશ મંડળોના હોદ્દેદારો સાથે સામાજિક, રાજકીય અગ્રણી, વેપારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે વિવિધ કેસમાં 3 લાખની કિંમતના 18 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને આ બેઠકમાં તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi:પારડી APMCની ચૂંટણીમાં 99 ટકા મતદાન, આજે મતગણતરી
calendar_today September 9, 2026

Vapi:પારડી APMCની ચૂંટણીમાં 99 ટકા મતદાન, આજે મતગણતરી

પારડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં બુધવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર અધિકારીની રાહબરી હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂત મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. ચૂંટણીમાં કુલ આશરે 110 ખેડૂત મતદારો પૈકી 109 ખેડૂતોએ મતદાન કર્યું, જેના પગલે લગભગ 99 ટકાનું મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. એપીએમસીના હાલના ચેરમેન આશિષભાઈ રણછોડભાઈ પટેલની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.બાકીની બેઠકો માટે આશિષભાઈની પેનલના ઉમેદવારો સામે પારડીના જાણીતા વકીલ અમિતભાઈ પટેલ એકમાત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. આમ કુલ 11 ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં રહ્યા હતા. હવે તા. 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરી થશે. દરમિયાન આશિષભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે .ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અમદાવાદ : AMCનો કરોડોનો પ્લાન ફ્લોપઃ શું માત્ર બજેટ વાપરવા જ બનાવાઈ હતી નિકોલ શાક માર્કેટ?
calendar_today September 9, 2026

અમદાવાદ : AMCનો કરોડોનો પ્લાન ફ્લોપઃ શું માત્ર બજેટ વાપરવા જ બનાવાઈ હતી નિકોલ શાક માર્કેટ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નિકોલ શાક માર્કેટ આજે અઢી વર્ષ પછી પણ ભૂતિયા બંગલા જેવી હાલતમાં છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ માર્કેટમાં એક પણ ફેરિયો વેચાણ કરવા તૈયાર નથી, જેને કારણે કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ સદંતર નિષ્ફ્ળ સાબિત થયો છે.મહત્વનું છે કે AMCદ્વારા જ્યારે આ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે હેતુ એવો હતો કે રસ્તા પર ઉભારહેતા ફેરિયાઓને આ માર્કેટમાં વ્યવસ્થિત જગ્યા પૂરી પાડવામાં આવે અને ટ્રાફ્કિની સમસ્યા હલ થાય. જોકે, હકીકત કાંઈક અલગ જ છે. કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ફેરિયાઓ રોડ પર જ ઉભા રહે છે અને માર્કેટ આખું ખાલી પડયું છે.નિકોલ વિસ્તારના રહીશોનું કહેવું છે કે માર્કેટનું સ્થાન મુખ્ય રસ્તાથી થોડું દૂર હોવાથી ગ્રાહકો અહીં આવવા તૈયાર નથી. ફેરિયાઓનું પણ એવું કહેવું છે કે જો તેઓ માર્કેટની અંદર જશે તો તેમની કમાણી ઘટી જશે કારણ કે ગ્રાહકો રોડ પરથી જ શાકભાજી ખરીદવાનું પસંદ કરે છે.વધુમાંસ્થાનિક લોકોનું માનવું છે કે AMCએ ફેરિયાઓ સાથે યોગ્ય સંવાદ કર્યા વગર જ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેને કારણે આ સમસ્યા સજાઈ છે.કરોડોના ખર્ચે બનેલી આ શાક માર્કેટની આ હાલત જોઈને પ્રશ્ન એ થાય છે કે શું AMCએ માત્ર ખર્ચ કરવા ખાતર જ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો? શું આ અંગે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું? કે પછી આ પ્રોજેક્ટ પણ અન્ય ઘણા પ્રોજેક્ટ્સની જેમ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે ?ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward