android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી ક્યારે? અંબિકાનગર GIDCના રહીશોનું જીવવું હરામ
calendar_today September 9, 2026

Ahmedabad : પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી ક્યારે? અંબિકાનગર GIDCના રહીશોનું જીવવું હરામ

અંબિકાનગર રોડ પાર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કેમિકલયુક્ત ઝેરી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો અને કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે જીઆઈડીસી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જ આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં કે ગટરોમાં છોડી દેવામાં આવે છે, જે બાદમાં રસ્તાઓ પર ફરી વળે છે. કેમિકલવાળા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ત્વચાના રોગા અને શ્વાસ સંબંધિત તકલીફો વધવાનું જોખમ ઉભું થયું છે.સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે જીઆઈડીસીના જવાબદાર અધિકારીઓને અનેકવાર જાણ કરવા છતાં પણ માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. જો તાત્કાલિક ધોરણે કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અહીં જીવવુ અમારે મુશ્કેલ થઈ જશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : હાટકેશ્વર સર્કલ પર તંત્રની ઘોર બેદરકારીથી રસ્તો લપસણો બન્યો, 10થી વધુ વાહનો સ્લીપ
calendar_today September 9, 2026

Ahmedabad : હાટકેશ્વર સર્કલ પર તંત્રની ઘોર બેદરકારીથી રસ્તો લપસણો બન્યો, 10થી વધુ વાહનો સ્લીપ

અમદાવાદ પૂર્વના સતત ધમધમતા હાટકેશ્વર સર્કલ ખાતે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા એક માસથી પાણીનું લિકેજ બંધ કરવાના નામે ખોદવામાં આવેલો વિશાળ ખાડો હવે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરી વચ્ચે આજે બુધવારે બપોરે સર્જાયેલી માનવસર્જિત બેદરકારીને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચ્યા હતા. બપોરના સમયે કોન્ટ્રાક્ટરના શ્રામિકો દ્વારા ખાડામાં ભરાયેલું પાણી પંપને બદલે ડોલ વડે બહાર કાઢીને સીધું મુખ્ય રસ્તા પર જ ઠાલવવાનું શરૂ કરાયું હતું. જેના કારણેCTM તરફ્થી હાટકેશ્વર થઈ ગોરના કૂવા તરફ્ જતા રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું. માટી અને પાણીના મિશ્રાણને કારણે રસ્તો અત્યંત લપસણો બની જતાં થોડી જ વારમાં 10થી વધુ દ્વિચક્રી વાહનો સ્લીપ થઈ ગયા હતા. સદનસીબે પાછળથી આવતા મોટા વાહનોની સ્પીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ઈસનપુર-નારોલ રોડ પર વગર વરસાદે પડેલા ભૂવાએ તંત્રની પોલ ઉઘાડીકરી
calendar_today September 9, 2026

Ahmedabad : ઈસનપુર-નારોલ રોડ પર વગર વરસાદે પડેલા ભૂવાએ તંત્રની પોલ ઉઘાડીકરી

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વ્યસ્ત ઈસનપુર થી નારોલ તરફ્ જતા મુખ્ય માર્ગ પર મોની હોટલની બિલકુલ બાજુમાં અચાનક મોટો ભૂવો પડી જતાં અફરાતફરી મચી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે હાલમાં કોઈ વરસાદી માહોલ નથી, છતાં વગર વરસાદે પડેલા આ ભૂવાના કારણે મહાનગરપાલિકાના રોડ-રસ્તા અને ડ્રેનેજ કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે આજે અચાનક રસ્તાનો એક ભાગ જમીનમાં બેસી ગયો હતો અને ક્ષણવારમાં જ એક વિશાળ અને ઊંડો ભૂવો બની ગયો હતો. આ રોડ પર દિવસ-રાત ભારે વાહનો અને સિટી બસો સહિત હજારો વાહનચાલકોની અવરજવર રહે છે. સદનસીબે જ્યારે ભૂવો પડયો ત્યારે કોઈ વાહન તેની ઝપેટમાં ન આવતા મોટી હોનારત ટળી હતી.વરસાદ વગર રોડ બેસી જવાનું મુખ્ય કારણ ભૂગર્ભ ડ્રેનેજ કે પાણીની લાઈનમાં થયેલું લીકેજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાણીના સતત રેસાણના કારણે અંદરથી માટી ધોવાઈ જતાં આ હોનારત સર્જાઈ હોવાની શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward