Ahmedabad : વિરાટનગરમાં આવેલ સુઝલ એસ્ટેટમાં 2,430 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા બિન-પરવાનગી અને ગેરકાયદેસર બાંધકામો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત વિરાટનગર વોર્ડમાં આવેલ સુઝલ એસ્ટેટમાં મોટું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે ડિમોલેશનમાં સુઝલ એસ્ટેટના શેડ નં. 7, 8 અને 9 પર કાર્યવાહી કરાઈ હતી. સુઝલ એસ્ટેટના પ્રથમ માળે ગેરકાયદેસર રીતે ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું. શેડ નં. 8 અને 9ના પ્રથમ માળે વગર મંજૂરીએ ઊભા કરાયેલા 2 યુનિટનું આશરે 1530 ચોરસ ફૂટ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ સાથે તંત્ર દ્વારા રૂ. 50,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે શેડ નં. 7માં પ્રથમ માળે ગેરકાયદેસર 1 યુનિટનું આશરે 900 ચોરસ ફૂટ બાંધકામ દુર કરી રૂ. 25,000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આમ, સમગ્ર કાયદાકીય કાર્યવાહી દરમિયાન કુલ 3 યુનિટનું 2430 ચોરસ ફૂટ ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું અને રૂ. 75,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે આ ડિમોલેશન માટે બાપુનગર પોલીસ સ્ટેશનના કાફ્લા તથા દબાણ વાન, ખાનગી મજૂરો, ગેસ કટર અને બ્રેકર મશીનોની મદદથી આ ડીમોલિશન કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward