android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : રામનાથ મંદિરે આતશબાજી માણવા માનવ મહેરામણ ઉમટયું
calendar_today September 9, 2026

Rajkot : રામનાથ મંદિરે આતશબાજી માણવા માનવ મહેરામણ ઉમટયું

રાજકોટ : શહેરના પ્રાચીન તેમજ પૌરાણિક ગ્રામ દેવતા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ જે આજીનદી વચ્ચે બિરાજે છે, રાજકોટના સ્વર્ગસ્થ પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજે શહેરની ધર્મપ્રેમી જનતાના કલ્યાણર્થે રામનાથદાદાની વર્ણાગી શરૂ કરેલ હતી. જે વર્ણાગી દર શ્રાવણ માસમાં નીકળે છે. ત્યારે આ વર્ષે સ્વયંભૂ રામનાથ દાદાની 103મી વર્ણાગી હર હર મહાદેવના નાદ સાથે રામનાથ મંદિરેથી પ્રારંભ થઈ શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી વર્ણાગી પરત રામનાથ મંદિરે પૂર્ણ થઈ હતી.બાદ રાત્રીના ભવ્ય આતજીબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આતશબાજી માણી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી
calendar_today September 9, 2026

Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી

જન્માષ્ટમીમાં ચાર દિવસના તહેવાર દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં અધધધ 73565 લોકોએ ધસારો બોલાવ્યો હતો. જ્યારે રામવન અર્બન ફોરેસ્ટમાં પણ 5483 લોકો ફરવા આવ્યા હતા. જોકે, આ ચાર દિવસમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માત્ર 802 લોકોએ લીધી હતી. તા3થી 6 સુધી જન્માષ્ટમીની જાહેર રજા તથા તહેવારના દિવસો દરમિયાન આ ત્રણેય સ્થળ ખાતે કુલ 80 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ઝૂ અને રામવનમાં મોટા ધસારાને પગલે ચાર જ દિવસમાં મહાપાલિકાને રૂ.17.26 લાખની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે મુલાકાતીઓના ધસારાને પગલે મહાનગરપાલિકાને રૂા.16,09,640ની આવક થઈ હતી. રામવન અર્બન ફોરેસ્ટ ખાતે રૂ.1,16,680ની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્કમાં આમ તો 3 ટિકીટ બારી છે, પણ તહેવારમાં લાંબી કતારો ન લાગે તે માટે વધારાના પાંચ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓ માટે ર્ફ્સ્ટ એઇડ સુવિધા, વાહન પાર્કિંગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સિસ્ટમ, સમગ્ર ઝૂ પરિસરમાં વહેલી સવારથી દૈનિક સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ચલોડા-ચંડીસરના બિસ્માર રોડથી હાલાકી
calendar_today September 9, 2026

Dholka: ચલોડા-ચંડીસરના બિસ્માર રોડથી હાલાકી

ધોળકા તાલુકાના ચલોડાથી ચંડીસર ગામને જોડતા માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષથી રોડની સમસ્યા યથાવત છે. છતાં માર્ગનું સંપૂર્ણ કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ચલોડાથી ચંડીસર સુધી આશરે ત્રણ કિલોમીટર રોડ બનાવવાનો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 1 કિલોમીટર જેટલો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે, માત્ર 1 કિલોમીટર જેટલી કામગીરી બાદ માર્ગનું કામ પૂર્ણ થઈ ગયું હોય તેવા કામ પૂર્ણના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. 3 કિલોમીટરના કામ સામે માત્ર 1 કિલોમીટર રોડ બન્યો હોવાના આક્ષેપથી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ માર્ગ પર અનેક જગ્યાએ મોટા-મોટા ગાબડાં પડેલા છે.જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈકચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. વેઠ ઉતારવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડની હાલની સ્થિતિ જોતા કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ક્કવેઠ ઉતારવામાંક્ર આવી હોય તેવું લાગી રહ્યું છે. એક વર્ષથી રોડની સમસ્યા હોવા છતાં સંપૂર્ણ કામગીરી કેમ કરવામાં આવતી નથી? 3 કિમીના કામ સામે માત્ર 1 કિમી રોડ બનાવીને ક્કકામ પૂર્ણક્રના બોર્ડ કેમ લગાવવામાં આવ્યા? તેવા સવાલો હવે તંત્ર સામે ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે સમગ્ર રોડની કામગીરીની તટસ્થ તપાસ, કામની ગુણવત્તાની ચકાસણી અને બાકી રહેલા રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. સાથે જ, અધૂરી કામગીરી હોવા છતાં કામ પૂર્ણના બોર્ડ લગાવવાના મામલે જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી રોડનું બાકી કામ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward