android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ
calendar_today August 31, 2026

Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ

અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડર દ્વારા ફૂટપાથની જગ્યા પર દબાણ કરી નવી સ્કીમ માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવા મુજબ AMCની જગ્યાનો ઉપયોગ કરી સ્કીમના એલિવેશન માટે ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.ફૂટપાથ પર જ ગાર્ડન બનાવાયું હોવાનો આરોપગોતામાં નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફૂટપાથની જગ્યા પર જ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બિલ્ડિંગ સ્કીમના એલિવેશનને વધુ આકર્ષક બનાવવા માટે જાહેર ઉપયોગની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ચોમાસાની પાણીની લાઈન પણ દબાવી?આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની લાઈન પણ નીચે દબાઈ ગઈ હોવાનું કહેવાય છે. જો પાણીના નિકાલની લાઈન ખરેખર બાંધકામ નીચે દબાઈ હોય તો ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.રજૂઆત બાદ માત્ર પાણીની લાઈન ખોલાઈસ્થાનિકો દ્વારા અગાઉ AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર પાણીની લાઈન ખોલી નાખવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ફૂટપાથ પર થયેલા કથિત દબાણ અંગે સંપૂર્ણ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે.વિશાખા ગ્રુપની સ્કીમ સામે સવાલગોતા વિસ્તારમાં વિશાખા ગ્રુપ દ્વારા નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે. આ સ્કીમના કામ દરમિયાન ફૂટપાથ અને AMCની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત શું છે તે સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.જાહેર જગ્યા કોની મંજૂરીથી વપરાઈ?સૌથી મોટો સવાલ એ છે કે જો ફૂટપાથ AMCની જાહેર જગ્યા છે તો તેના પર ગાર્ડન અને એલિવેશન માટે બાંધકામ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? પાણીની નિકાલની લાઈન પણ બાંધકામ હેઠળ આવી હોય તો તેની જવાબદારી કોની? હવે AMC દ્વારા સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો
calendar_today August 31, 2026

Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો

રાજકોટ પોલીસ પર લાગેલા જમીન દલાલીના ગંભીર આક્ષેપોના મામલે હવે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. વિવાદિત PSI ગળચર વિરુદ્ધ અત્યાર સુધીમાં જમીન દલાલીના આક્ષેપો સાથે કુલ 4 પરિવારો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગેસાણીયા પરિવારે PSI ગળચર પર ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.અરજીના બહાને બોલાવી ધાકધમકીનો આક્ષેપપીડિત પરિવારના જણાવ્યા મુજબ અરજીના બહાને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ PSI ગળચર દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતોએ એવો પણ દાવો કર્યો છે કે ગળચરના મળતિયાઓ દ્વારા પણ તેમને વારંવાર ધમકાવવામાં આવતા હતા.8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો દાવોઅગેસાણીયા પરિવારે PSI ગળચર પર કુલ 6 એકર જમીનના મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતોના દાવા મુજબ 6 એકરમાંથી 4 એકર જમીન પરત આપવામાં આવી હતી, પરંતુ અંદાજે 8 કરોડની કિંમત ધરાવતી 2 એકર જમીનના રૂપિયા હજુ સુધી આપવામાં આવ્યા નથી.ટેબલ પરથી પૈસા લઈ જવાનું કહ્યું હતું : પીડિતપીડિત પરિવારે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે 2 એકર જમીનના પૈસા PSI ગળચરના ટેબલ પરથી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિતોના જણાવ્યા મુજબ હજુ સુધી તેમને આ જમીનના એક પણ રૂપિયા મળ્યા નથી.18 વખત ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?પીડિત પરિવારના દાવા મુજબ તેમણે રાજકોટ પોલીસમાં અત્યાર સુધી 18 વખત ફરિયાદ કરી છે. છતાં પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. પીડિતોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.પતિના મૃત્યુ મામલે પણ ગંભીર શંકાપીડિત મહિલાએ પોતાના પતિના મૃત્યુ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાબતે શંકા હોવાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે પીડિત પરિવારે રાજકોટ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.સામાજિક આગેવાનોની પીડિતોને અપીલસામાજિક અગ્રણી દિનેશ બાંભણિયા અને પરસોતમ પીપળીયાએ પણ કથિત રીતે ભોગ બનનાર લોકોને ખુલ્લીને સામે આવવાની અપીલ કરી છે. ભ્રષ્ટાચાર અને જમીન દલાલીના આક્ષેપોમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.    આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ
calendar_today August 31, 2026

Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ

રાજ્યમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ જાહેર કરેલી યાદી મુજબ, આ નવો આદેશ તારીખ 13 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે.વર્ષ 2012થી લાગુ પ્રતિબંધ 12 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવાયોગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની રજૂઆતોને ધ્યાને રાખીને વર્ષ 2012થી આ પ્રતિબંધ સતત અમલમાં મૂક્યો છે. હવે આ પ્રતિબંધનો સમયગાળો તા. 13 સપ્ટેમ્બર 2026થી લંબાવીને તા. 12 સપ્ટેમ્બર 2027 સુધીનો કરવામાં આવ્યો છે. કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા પર આ હુકમ સંપૂર્ણપણે લાગુ પડશે.ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને સંશોધન સંસ્થાઓના ચોંકાવનારા અહેવાલફૂડ સેફ્ટી કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનોમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, ગુટખા તેમજ પાન મસાલાનું સેવન અત્યંત હાનિકારક અને કેન્સર માટે જવાબદાર છે. તેના સતત સેવનથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.દેશમાં 21 ટકા લોકો ધુમાડા વગરની તમાકુના શિકાર: GATS રિપોર્ટ'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે' (GATS) ના વૈશ્વિક અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાલ 35 ટકા પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાંથી 21 ટકા જેટલા લોકો ધુમાડા વગરની તમાકુ એટલે કે ગુટખા, પાન મસાલા અને ઝરદાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.અલગ-અલગ ઘટકો ભેગા કરીને વેચનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહીતંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે, માત્ર તૈયાર ગુટખા જ નહીં, પરંતુ અલગ-અલગ પેકિંગમાં વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સરકારી આદેશનો ભંગ કરનારા વેપારીઓ કે ઉત્પાદકો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો - Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ

Read Full Story arrow_forward