android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur : સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, પાણી પીવાના બહાને પહેલા માળેથી છટકી ગયો, પોલીસ દોડતી રહી
calendar_today September 10, 2026

Chhota Udepur : સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, પાણી પીવાના બહાને પહેલા માળેથી છટકી ગયો, પોલીસ દોડતી રહી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટ લેવા માટે આરોપીને સંખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશનના પહેલા માળેથી પાણી પીવા જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.કોર્ટમાંથી પોલીસ સ્ટેશન લવાયો, પણ પછી શું થયું?મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસે આરોપી રાકેશભાઈ પ્રવીણભાઈ તડવીને કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લાવ્યો હતો. પોલીસ સ્ટેશનના પહેલા માળે આરોપીએ પાણી પીવા જવાની વાત કરી હતી. આ દરમિયાન તકનો લાભ લઈ તે પોલીસની નજરમાંથી છટકી નાસી ગયો હતો.આરોપી ફરાર થતાં સમગ્ર જિલ્લામાં દોડધામઆરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોપીને શોધવા માટે જિલ્લાભરની પોલીસને દોડતી કરવામાં આવી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં રાકેશભાઈ તડવી હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળે છે.જે આરોપી પર લૂંટનો આરોપ, તે પોલીસ કસ્ટડીમાંથી જ કેવી રીતે છટક્યો?નાસી છૂટેલો આરોપી ગામના ડેપ્યુટી સરપંચ પાસેથી રૂ.2,000ની લૂંટ કર્યાના આરોપમાં પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યો હતો. હવે પોલીસ કસ્ટડીમાંથી જ આરોપી ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.અંતે પોલીસે જ ફરિયાદ નોંધાવીઆરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં તે ઝડપાયો નહીં. અંતે સંખેડા પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સ્ટેશનમાંથી આરોપી કઈ રીતે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓની બેદરકારી હતી કે કેમ?  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gujarat: આદિજાતિના ખોટા પ્રમાણપત્રો સામે સરકારની કડક કાર્યવાહી, 75 પ્રમાણપત્રો રદ
calendar_today September 10, 2026

Gujarat: આદિજાતિના ખોટા પ્રમાણપત્રો સામે સરકારની કડક કાર્યવાહી, 75 પ્રમાણપત્રો રદ

Gujarat વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો અંગે મહત્વની માહિતી સામે આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, સાચા આદિવાસીઓના હકનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.1,776માંથી 619 અરજીઓનો નિકાલ, 75 પ્રમાણપત્રો રદજસ્ટિસ કારીયા કમિટી દ્વારા કરવામાં આવેલી ચકાસણી બાદ રાજ્યમાં 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 દરમિયાન કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આદિજાતિ પ્રમાણપત્રોની ખરાઈ માટે કુલ 1,776 અરજીઓ આવી હતી. તેમાંથી અત્યાર સુધીમાં 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.ખોટું સાબિત થાય તો કાર્યવાહીમંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, આદિજાતિ પ્રમાણપત્રો યુવાનોની વર્ષોની મહેનત, નોકરી અને કારકિર્દી સાથે સીધી રીતે જોડાયેલા હોય છે. તેથી પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા ગંભીરતા, પારદર્શિતા અને ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. ચકાસણી દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થાય તો આદિજાતિ વિભાગ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.આદિવાસીઓના હક માટે સરકાર કટિબદ્ધમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સાચા આદિવાસીઓના અધિકારો પર કોઈ ખોટા પ્રમાણપત્રધારકનો કબજો ન થાય તે માટે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે.આ પણ વાંચો: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ

Read Full Story arrow_forward
1993 Mumbai Serial Blast : અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
calendar_today September 10, 2026

1993 Mumbai Serial Blast : અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર અબુ સાલેમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. 2005માં ભારત લાવવામાં આવેલા સાલેમે પોતાની મુક્તિની માંગ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે જેલમાં સારા વર્તનને કારણે તેણે બે વર્ષ અને નવ મહિનાથી વધુની સજામાં માફી (remission) મેળવી છે; પરિણામે, તેણે દલીલ કરી હતી કે તેણે તેના પ્રત્યાર્પણની શરતો મુજબ નિર્ધારિત 25 વર્ષની જેલની સજા પૂર્ણ કરી લીધી છે.1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં જેમાં 257 લોકોના મોત થયા હતા. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ ગેંગસ્ટરે જણાવ્યું હતું કે તેને 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત સરકારે પોર્ટુગલને ખાતરી આપી હતી કે તેને 25 વર્ષથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવશે નહીં. 2022માં, સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું હતું કે 25 વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તે પોતાની મુક્તિ માટે અરજી કરી શકે છે.વકીલ ઋષિ મલ્હોત્રા દ્વારા કરવામાં આવેલી દલીલોસાલેમનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ દલીલ કરી હતી કે જ્યારે જેલમાં સારા વર્તન બદલ મળેલી માફીને ટ્રાયલ દરમિયાન કસ્ટડીમાં વિતાવેલા સમય સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની 25 વર્ષની સજા પૂર્ણ થઈ જાય છે. મલ્હોત્રાએ વધુમાં દલીલ કરી હતી કે તેને હવે જેલમાં રાખવો એ ગેરકાયદેસર અટકાયત સમાન છે અને તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ દલીલોને ફગાવી દીધી હતી. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટની ગણતરી મુજબ સાલેમની સજા હજુ પૂર્ણ થઈ નથી અને સુપ્રીમ કોર્ટ આ બાબતમાં દખલ કરશે નહીં.મુક્તિ મેળવવાના અગાઉના પ્રયાસોસાલેમે અગાઉ પણ વિવિધ અરજીઓ દાખલ કરીને મુક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીએ, સુપ્રીમ કોર્ટે તેની એક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે નાસિક જેલમાંથી પ્રાપ્ત દસ્તાવેજોના આધારે હાઈકોર્ટે આ બાબતની સુનાવણી કરવી જોઈએ. હાઈકોર્ટને વહેલી સુનાવણી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "તમને TADA હેઠળ સજા ફટકારવામાં આવી છે, સમાજ માટે કોઈ સારું કામ કરવા બદલ નહીં."આ પણ વાંચો: સેમ અવાજ, એ જ ફોટો અને AIથી છેતરપિંડી... પ્રિયંકા ગાંધીના નામ પર કૌભાંડ કરી રહ્યા છે સાયબર ઠગ

Read Full Story arrow_forward