National Film Awards: દિલ્હીને બદલે ગુજરાતમાં ફિલ્મ એવોર્ડ યોજવાનું કારણ શું? રાજ ઠાકરેએ વ્યક્ત કરી નારાજગી
નેશનલ ફિલ્મ એવોર્ડ્સના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ સમારોહને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી ગુજરાતના કેવડિયામાં ખસેડવામાં આવી રહ્યો છે. જેને લઇને વિરોધના સૂર છેડાયા છે. પહેલા ઉદ્ધવ ઠાકરેએ વિરોધ કર્યો જ્યારે હવે મનસે વડા રાજઠાકરેએ આ મુદ્દે પ્રતિક્રિયામાં નારાજગી વ્યક્ત કરી છે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ કેમ ગુજરાતમાં ? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, એક તરફ આર્થિક રાજધાની મુંબઈનું મહત્વ ઘટાડવાના પ્રયાસો ચાલુ છે, ત્યારે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મહત્વને પણ ધીમે ધીમે ઓછું કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.એક્સ હેન્ડલ પરથી રાજ ઠાકરેએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું અને નેશનલ ફિલ્મ એવોર્ડ્સને દિલ્હીથી ગુજરાત ખસેડવા પાછળનું વાસ્તવિક કારણ પૂછ્યું. વધુમાં તેમણે ભાજપના નેતૃત્વને "અસમર્થ" ગણાવતા લખ્યું કે જ્યારે કોઈ નવું સર્જન કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે લાંબા સમયથી ચાલી આવતી પરંપરાઓ, નામો અને સ્થળોમાં ફેરફાર કરીને ભ્રામક ઈતિહાસ રચવાનો પ્રયાસ કરે છે. 'એવોર્ડ સમારોહ મુંબઈમાં કેમ યોજાઈ રહ્યો નથી?' – રાજ ઠાકરેઆ ઉપરાંત, કોઈનું નામ લીધા વિના ઠાકરેએ લખ્યું કે સત્તામાં રહેલા બે નેતાઓને ડર છે કે તેમનો પ્રભાવ કદાચ માત્ર ગુજરાત પૂરતો જ સીમિત રહી જશે. પરિણામે, તે રાજ્યની ભવ્યતા અને મહત્વ દર્શાવવા માટે 72 વર્ષ જૂની પરંપરા બદલવામાં આવી.ઠાકરેએ સવાલ ઉઠાવ્યો કે જો એવોર્ડ સમારોહનું સ્થળ બદલવું જ હતું, તો તેને મુંબઈ કેમ ન લઈ જવામાં આવ્યું? જે રાજ્યમાં દાદાસાહેબ ફાળકેએ ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો, ત્યાં આ પુરસ્કારો કેમ આપવામાં આવતા નથી ? મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે તેલંગાણા જેવા રાજ્યોમાં કેમ નહીં, જ્યાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે?'તમામ મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ કેમ થાય છે?'એટલું જ નહીં, શાબ્દિક પ્રહાર કરતા રાજ ઠાકરેએ કહ્યું કે ભૂતકાળના વડાપ્રધાનોએ ક્યારેય તેમના ગૃહ રાજ્યોનું કદ વધારવાનો પ્રયાસ કર્યો ન હતો. હવે આપણે જોઈએ છીએ કે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાઈ રહી છે. 2023 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ પણ ગુજરાતમાં થાય છે. મુલાકાતે આવતા રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત લઈ જવામાં આવે છે. ગિફ્ટ સિટી (GIFT City) પ્રોજેક્ટ મુંબઈથી ગુજરાત ખસેડવામાં આવે છે. આખરે નરેન્દ્ર મોદી અને અમિત શાહ શું સંદેશ આપવા માંગે છે?"
Read Full Story arrow_forward