android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ
calendar_today September 10, 2026

Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ

સાવલી તાલુકાના સમલાયા-જરોદ રોડ પર આવેલી વડદલા ગામની 'મીના સર્કિટ પ્રા.લિ.' (મા મીના સર્કિટ) કંપનીમાં લાખો રૂપિયાની ઉચાપતનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અલ્પેશભાઈ ચંદ્રકાંત પટેલે કંપની સાથે વિશ્વાસઘાત કરીને રૂ. 95,65,836ની મોટી રકમની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે કંપની મેનેજમેન્ટ દ્વારા સાવલી પોલીસ મથકે એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ખોટા વાઉચરો બનાવી પત્ની અને પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાપોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી એકાઉન્ટન્ટે 28 ડિસેમ્બર 2024થી લઈને 25 જૂન 2026 દરમિયાન કંપનીના બેંક ખાતાઓમાંથી ચાલાકીપૂર્વક રકમ સરી કરી હતી. તેણે પોતાના, પોતાની પત્નીના તથા અન્ય ખાતાઓમાં કુલ રૂ. 89.17 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, તેણે ટ્રાવેલિંગ એક્સપેન્સ (પ્રવાસ ખર્ચ) સહિતના કંપનીના ખોટા વાઉચરો અને બોગસ બિલો બનાવીને કુલ રૂ. 95.65 લાખથી વધુની રકમ બારોબાર સેરવી લીધી હતી.કંપનીના CAની તપાસમાં પોલ ખુલ્લીએકાઉન્ટન્ટની આ ગેરરીતિ લાંબા સમય સુધી ચાલતી રહી હતી, પરંતુ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા જ્યારે કંપનીના બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CAના અહેવાલ બાદ કંપની સંચાલકોએ તુરંત સાવલી પોલીસનો સંપર્ક કર્યો હતો. સાવલી પોલીસે અલ્પેશભાઈ ચંદ્રકાંત પટેલ સામે ઉચાપત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું
calendar_today September 10, 2026

Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.ધમકી મળ્યાની સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્વરિત શાળાને ખાલી કરાવી લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે રજા આપીને સુરક્ષિત રીતે ઘર તરફ મોકલી દેવાયા હતા.ઘટનાની ગંભીરતાને જોઈને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ, ફાયર વિભાગ અને વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શાળાના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે.ગાંધીનગરની કોર્ટમાં પણ બોમ્બની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ છે. થલતેજની ઉદગમ અને ગોધાવીની સ્કૂલને પણ ધમકી મળીઅમદાવાદના વેજલપુરમાં સ્થિત ઝાયડસ સ્કૂલ સહિત બોપલની ડીપીએસ સ્કૂલને પણ બોમ્બની ધમકીઓ મળી છે. ઈમેલ ચેક કરતાની સાથે જ ધમકી ભર્યો મેસેજ મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોધાવીની ઝાયડસ સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કુલનો પણ બોમ્બથી ઉડાવાની ધમકીઓ મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચેકિંગ શરૂ કર્યું છે. વારંવાર આવી રહેલી આવી ધમકીઓને પગલે બાળકો અને વાલીઓમાં ભય ફેલાયો છે. સ્કૂલોમાં જેમ જેમ ઈમેલ ચેક થતા રહેશે તેમ તેમ ધમકી મળ્યાના આંકડા વધતા રહેશે તેવું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.  બીજી તરફ ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને પોલીસના કાફલાએ તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી છે.અમદાવાદ અને સુરત કોર્ટને બોમ્બની ધમકીના કેસમાં 2 ઝડપાયાતાજેતરમાં અમદાવાદ અને સુરતની કોર્ટને લક્ષ્ય બનાવીને RDX વડે બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો તુર્ત જ હરકતમાં આવી ગયો હતો અને કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઈમે ઈમેલના IP એડ્રેસના આધારે તપાસ તેજ કરી હતી.સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને તામિલનાડુના ચેન્નાઈ શહેર ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

Read Full Story arrow_forward
Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ
calendar_today September 10, 2026

Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ સ્થિત જાણીતી જ્વેલર્સ પેઢી 'SRK JEWELS' સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની 'અભીસ જેમગ્લો જ્વેલર્સ' (Abhis Gemglow Jewellers) ના ભાગીદારોએ વિશ્વાસ કેળવીને SRK JEWELS પાસેથી કરોડો રૂપિયાના મૂલ્યવાન દાગીના ખરીદ્યા હતા. જોકે, દાગીના મેળવી લીધા બાદ નિશ્ચિત સમયગાળામાં પેમેન્ટ ન ચૂકવીને આ કૌભાંડીઓએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી.4 ઠગબાજ વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદઆ કૌભાંડમાં ચેન્નાઈની અભીસ જેમગ્લો જ્વેલર્સના ભાગીદારોએ ચાલાકીપૂર્વક કુલ રૂ. 1.56 કરોડની કિંમતના દાગીના મેળવી લીધા હતા. નક્કી થયેલી સમયમર્યાદા પૂરી થવા છતાં અને વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં ચૂકવવાના બદલે બહાના બતાવવામાં આવ્યા હતા. છેવટે પોતાની સાથે ગંભીર છેતરપિંડી થઈ હોવાનું જણાતાં SRK JEWELS ના સંચાલકોએ 4 ઠગબાજ વેપારીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ હાથ ધરી તપાસકરોડો રૂપિયાના આ હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીના મામલામાં અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing - EOW) એ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. EOW ની ટીમ દ્વારા આરોપી વેપારીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્વેલરી માર્કેટમાં આટલી મોટી રકમની ઠગાઈનો મામલો સામે આવતાં વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો : Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward