android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Affair: દુશ્મન પણ આવું ન કરે! દિયર-ભાભીના આડા સંબંધનો ભયાનક અંત! બે વર્ષની ભત્રીજીને સળગતા ચૂલા પર બેસાડી અને પછી...
calendar_today September 10, 2026

Affair: દુશ્મન પણ આવું ન કરે! દિયર-ભાભીના આડા સંબંધનો ભયાનક અંત! બે વર્ષની ભત્રીજીને સળગતા ચૂલા પર બેસાડી અને પછી...

છત્તીસગઢના બિલાસપુરમાં દિયર-ભાભી વચ્ચેના સંબંધોનું એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. કૌટુંબિક વિવાદ દરમિયાન કાકા પર પોતાની નિર્દોષ બે વર્ષની ભત્રીજીને લાકડાંથી સળગતા ચૂલા પર મૂકી દેવાનો આરોપ છે. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ ઘટના કોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘુટકુ ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નીતિન કુમાર લોનિયાના તેની ભાભી અંકિતા સાથે સંબંધો હતા. અંકિતા તેના પતિ સુધીર અને તેમની બે વર્ષની પુત્રી પરમેશ્વરી સાથે રહેતી હતી. 26 ઓગસ્ટે અંકિતા તેની પુત્રીને સાથે લઈને નીતિન સાથે ઘર છોડીને જતી રહી હતી. વ્યાપક શોધખોળ છતાં ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ, બાળકીના નાનાએ કોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે નીતિન, અંકિતા અને બાળકી અંગે માહિતી મળી હતી.ઘરે પરત ફર્યા બાદ ઉગ્ર વિવાદ!આ ત્રણેય 7 સપ્ટેમ્બરે ઘુટકુ પરત ફર્યા, ત્યારબાદ કૌટુંબિક વિવાદ ફરી વકર્યો. મંગળવારે નીતિનનો તેના મોટા ભાઈ સુધીર સાથે ઝઘડો થયો હતો. થોડીવાર પછી નીતિન અને તેની ભાભી અંકિતા વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. નોંધનીય છે કે કોની સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે શારીરિક ઝઘડાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને શાંત પાડી હતી. જોકે, આ દરમિયાન પોલીસને માહિતી મળી કે નીતિને તેની બે વર્ષની ભત્રીજીને લાકડાંથી સળગતા ચૂલા પર મૂકી દીધી હતી.સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુબાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. તબીબી દેખરેખ હેઠળ હોવા છતાં તેની હાલત નાજુક હતી. તે જ રાત્રે મોડેથી સારવાર દરમિયાન નિર્દોષ પરમેશ્વરીનું અવસાન થયું. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી નીતિન કુમાર લોનિયાની ધરપકડ કરી હતી. પોલીસ હવે ઘટનાક્રમ, કૌટુંબિક વિવાદનું સ્વરૂપ અને બાળકીને ચૂલા પર મૂકવા પાછળના સંજોગોની તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Read Full Story arrow_forward
Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે
calendar_today September 10, 2026

Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભીષણ પૂર દુર્ઘટના બાદ ત્યાં સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિન નિવાસી ગુજરાતીઓની ઓળખની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ આપત્તિમાં ગુમ થયેલા નાગરિકોના પરિવારોને ઝડપથી ન્યાય અને મદદ પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કેટલાક નાગરિકો ફસાયા હતા અને સંપર્કવિહોણા બન્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, સંબંધિત જિલ્લાઓનું વહીવટીતંત્ર અને નોન રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન અત્યંત સંકલિત અને સઘન અભિગમ સાથે આ આપત્તિ પ્રબંધનમાં કામ કરી રહ્યા છે.સરકારી તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે ગુમ થયેલા કુલ 30 વ્યક્તિઓમાંથી 29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક એકત્રિત કરી લેવામાં આવ્યા છે.ગુમ થયેલા લોકોની વૈજ્ઞાનિક અને ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.આ હેતુસર રાજ્યમાં ડીએનએ પ્રોફાઇલિંગ માટે કુલ છ નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.વ્યક્તિઓની સચોટ યાદી તૈયાર કરવામાં આવીઆ દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા માત્ર સ્થાનિક જ નહીં,પરંતુ ન્યૂઝીલેન્ડ,અમેરિકા,કેનેડા અને વિવિધ આફ્રિકન દેશોમાં કાયમી કે અસ્થાયીરૂપે વસવાટ કરતા ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોને પણ આ પ્રક્રિયામાં આવરી લેવાયા છે.વિદેશમાં રહેતા આ પરિવારજનો માટે પણ ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે જેથી કોઈ પણ પીડિત પરિવાર સહાય કે પ્રક્રિયાથી વંચિત ન રહે.વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે SEOC અને NRGF દ્વારા ગુમ થયેલા તથા સંપર્કવિહોણા બનેલા તમામ વ્યક્તિઓની સચોટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ અધિકૃત યાદી નેપાળ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંકલન જાળવીને શોધખોળ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી

Read Full Story arrow_forward
Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ
calendar_today September 10, 2026

Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ

સાવલી તાલુકાના સમલાયા-જરોદ રોડ પર આવેલી વડદલા ગામની 'મીના સર્કિટ પ્રા.લિ.' (મા મીના સર્કિટ) કંપનીમાં લાખો રૂપિયાની ઉચાપતનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અલ્પેશભાઈ ચંદ્રકાંત પટેલે કંપની સાથે વિશ્વાસઘાત કરીને રૂ. 95,65,836ની મોટી રકમની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે કંપની મેનેજમેન્ટ દ્વારા સાવલી પોલીસ મથકે એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ખોટા વાઉચરો બનાવી પત્ની અને પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાપોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી એકાઉન્ટન્ટે 28 ડિસેમ્બર 2024થી લઈને 25 જૂન 2026 દરમિયાન કંપનીના બેંક ખાતાઓમાંથી ચાલાકીપૂર્વક રકમ સરી કરી હતી. તેણે પોતાના, પોતાની પત્નીના તથા અન્ય ખાતાઓમાં કુલ રૂ. 89.17 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, તેણે ટ્રાવેલિંગ એક્સપેન્સ (પ્રવાસ ખર્ચ) સહિતના કંપનીના ખોટા વાઉચરો અને બોગસ બિલો બનાવીને કુલ રૂ. 95.65 લાખથી વધુની રકમ બારોબાર સેરવી લીધી હતી.કંપનીના CAની તપાસમાં પોલ ખુલ્લીએકાઉન્ટન્ટની આ ગેરરીતિ લાંબા સમય સુધી ચાલતી રહી હતી, પરંતુ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા જ્યારે કંપનીના બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CAના અહેવાલ બાદ કંપની સંચાલકોએ તુરંત સાવલી પોલીસનો સંપર્ક કર્યો હતો. સાવલી પોલીસે અલ્પેશભાઈ ચંદ્રકાંત પટેલ સામે ઉચાપત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ

Read Full Story arrow_forward