android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: રાજ્યમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડાએ વધાર્યો ગુનેગારોમાં કાયદાનો ખોફ!
calendar_today September 10, 2026

Ahmedabad News: રાજ્યમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડાએ વધાર્યો ગુનેગારોમાં કાયદાનો ખોફ!

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા અને સલામતીને સર્વોપરી ગણીને રાજ્ય સરકાર દ્વારા પોક્સો કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.આ નીતિ અંતર્ગત રાજ્યભરમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પરિણામે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સરકારના આ અભિગમને કારણે ગુનાખોરી પર અંકુશ લાવવામાં અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવવામાં મોટી સફળતા મળી રહી છે.રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 1785 પોક્સો કેસોમાં કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે.241 આરોપીઓને આજીવન કેદની સજાઆ કેસોમાં કસૂરવાર ઠરેલા ગુનેગારો સામે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે જેના પરિણામે 908 આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.જ્યારે 16 કુખ્યાત આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.આ અપરાધો આચરનારાઓ સામે ન્યાયતંત્રની કડકાઈ સમાજમાં દીકરીઓની સુરક્ષા માટે એક મજબૂત ઢાલ સાબિત થઈ રહી છે.વર્ષ 2026ની સ્થિતિની વાત કરીએ તો ચાલુ વર્ષના પ્રથમ 8 મહિનામાં જ પોક્સો કેસો અંતર્ગત 346 મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આવ્યા છે. જેમાંથી 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં જ 48 કેસોમાં ચુકાદાઓ આવ્યાતાજેતરના ઓગસ્ટ મહિનામાં જ 48 કેસોમાં ચુકાદાઓ આવ્યા હતા.જેમાંથી 35 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે.આ ઝડપી અને સચોટ ન્યાય પ્રક્રિયા દર્શાવે છે કે સરકાર અને તંત્ર ગુનેગારોને બક્ષવાના મૂડમાં નથી.આ ગંભીર મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યની દીકરીઓ પર કુદ્રષ્ટિ કરનાર કે અઘટિત કૃત્ય આચરનાર કોઈપણ શખ્સ સામે જરાય દયા દાખવવામાં આવશે નહીં. સરકારનું આ સ્પષ્ટ વલણ અને કાનૂની તંત્રની સક્રિયતા એ વાતની ખાતરી આપે છે કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધો સામે કાયદાનો હાથ હંમેશાં લાંબો અને મજબૂત રહેશે.આ પણ વાંચોઃ Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી

Read Full Story arrow_forward
Delhi: ખેડૂતો ખુશ થાઓ!  બિયારણ માફિયા પર સંકજો કસવાની તૈયારીમાં દિલ્હી સરકાર
calendar_today September 10, 2026

Delhi: ખેડૂતો ખુશ થાઓ! બિયારણ માફિયા પર સંકજો કસવાની તૈયારીમાં દિલ્હી સરકાર

દેશના ખેડૂતોને નકલી, અસ્વીકાર્ય અને નબળા બિયારણના કારણે થતા આર્થિક નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર હવે બિયારણ માફિયાઓ પર કડક સકંજો કસવા માટે એક નવો અને અત્યંત કડક 'સીડ એક્ટ' (Seed Act) લાવવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદાના ડ્રાફ્ટને આખરી ઓપ આપવા અને ખેડૂતોના સીધા સૂચનો (ગ્રાસરૂટ ફીડબેક) મેળવવા માટે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે ૪ વાગ્યે દિલ્હી સ્થિત કૃષિ ભવન ખાતે દેશભરના મુખ્ય ખેડૂત સંગઠનો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજશે.બિયારણ માફિયાઓ પર સકંજોઆ બેઠકનું મુખ્ય આયોજન નવા કાયદાના મુસદ્દા પર ચર્ચા કરવાનું અને બિયારણ માફિયાઓ સામે એક અત્યંત અસરકારક પારદર્શક સિસ્ટમ ઊભી કરવાનું છે. પ્રસ્તાવિત નવા કાયદાની જોગવાઈઓ મુજબ, જો કોઈ વ્યક્તિ કે કંપની નકલી અથવા ભેળસેળવાળા બિયારણનું વેચાણ કરતા પકડાશે, તો તેને ભારે આર્થિક દંડ તેમજ સખત જેલની સજા કરવામાં આવશે. આ ઉપરાંત, આ કાયદામાં બિયારણની ગુણવત્તા ચકાસવા માટે એક પારદર્શક ટ્રેસિંગ સિસ્ટમ વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવશે, જેથી ખેડૂતોને અસલી અને ગુણવત્તાસભર બિયારણ મળી રહે. સાથે જ આ કાયદા દ્વારા ખેડૂતોના પરંપરાગત બિયારણ અધિકારોનું પણ સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.ખેડૂતોના હિતમાં મોટો નિર્ણયઆ મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના સંગઠનો ઉપરાંત ગુજરાતનો ખેડૂત સમાજ, ભારતીય કિસાન યુનિયન (BKU), કર્ણાટક તથા તેલંગાણાના રાયત સંઘ સહિતના વિવિધ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે કાયદો બનાવતા પહેલા જમીની સ્તરે કામ કરતા ખેડૂતો અને તેમના સંગઠનોના મંતવ્યો જાણી શકાય, જેથી બિયારણ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ અને કૌભાંડોને કાયમ માટે ડામી શકાય.આ પણ વાંચોઃ Pakistan : ગજબ ભાઇ ગજબ! આલુ કે પનીર નહીં અહિંયા મળે છે તમાકુના પરાઠાં, જોઇ લો Video

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ કમિટી 18 સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરી શકે
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ કમિટી 18 સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરી શકે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward