android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: આજે વિધાનસભામાં 4 બિલ રજૂ કરાશે, પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ સરકારને ઘેરશે
calendar_today September 10, 2026

Gandhinagar News: આજે વિધાનસભામાં 4 બિલ રજૂ કરાશે, પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ સરકારને ઘેરશે

ગાંધીનગર ખાતે આજે વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બપોરે 12 વાગ્યે થશે.આજના દિવસ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને કાયદાકીય વિધેયકો પર વિસ્તૃત ચર્ચાઓ તેમજ રજૂઆતો કરવામાં આવશે.ગૃહની શરૂઆત સાથે જ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને પ્રશ્નોના નિવારણ માટેનો તબક્કો શરૂ થશે.આજના દિવસની સંસદીય કાર્યપદ્ધતિ મુજબ સત્રના પ્રારંભે પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે.આ કલાક દરિમયાન રાજ્યના અલગ-અલગ વિભાગો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને તેના ઉત્તરો રજૂ કરવામાં આવશે. પ્રશ્નોત્તરીકાળમાં આ વિભાગો પર ફોકસઆ પ્રશ્નોત્તરીમાં ખાસ કરીને ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગને લગતા પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ ઉપરાંત,રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ નાગરિક સુરક્ષા સાથે જોડાયેલા નશાબંધી વિભાગ, વાહનવ્યવહાર વિભાગ અને કાયદો વિભાગના પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ તમામ વિભાગો ઉપરાંત જનકલ્યાણ અને વિકાસ સાથે સીધો સંબંધ ધરાવતા આદિજાતિ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની બાબતો પર પણ સવાલો પૂછવામાં આવશે અને સંબંધિત મંત્રીઓ દ્વારા તેના જવાબો આપવામાં આવશે.બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ થશેપ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ વિધાનસભા ગૃહમાં સરકારી કામગીરીના ભાગરૂપે અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો તથા કામગીરી અહેવાલો રજૂ કરવામાં આવશે.જેનાથી સરકારી ઉપક્રમોની નાણાકીય અને પ્રશાસનિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.આ અહેવાલો પર વિપક્ષ અને સત્તાપક્ષના સભ્યો દ્વારા પોતાના અભિપ્રાયો અને રજૂઆતો રજૂ કરવાની તક મળશે. વિધાનસભા ગૃહમાં કુલ 4 મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ કરવામાં આવશે.આ 4 બિલમાં સૌપ્રથમ ગુજરાત માલ અને સેવા કર સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક રજૂ કરવામાં આવશે.  આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા

Read Full Story arrow_forward
Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ
calendar_today September 10, 2026

Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ખેતીવાડી માટે અનામત રાખવામાં આવતા સબસિડી વાળા નીમ કોટેડ યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નાયબ ખેતી નિયામક અને વટવા GIDC પોલીસની સંયુક્ત ટીમે એસ.પી. રિંગ રોડ પર આવેલા શ્રદ્ધા એસ્ટેટમાંથી દરોડો પાડીને ખેતી માટેનું 857 બોરી યુરિયા ખાતર જપ્ત કર્યું છે. ખેડૂતોને રાહત દરે મળતા આ ખાતરનો ફેક્ટરીઓમાં ઔદ્યોગિક પ્રોસેસિંગ માટે ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.25 ઓગસ્ટે સીઝ કરાયેલા જથ્થાનો રિપોર્ટ આવતાં ખુલાસોબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 25 ઓગસ્ટના રોજ વટવા GIDC સ્થિત શ્રદ્ધા એસ્ટેટમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને તેના લેબોરેટરી સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવી જતાં અને તે ખેતીવાડી માટેનું જ નીમ કોટેડ યુરિયા હોવાનું પુરવાર થતાં પોલીસે આકરી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મંગાવનાર તરીકે અર્જુનસિંહ સિસોદિયા, હિમાંશુ પટેલ અને અંકિત પટેલના નામ સામે આવ્યા છે, જ્યારે આ ગેરકાયદે ખાતર સપ્લાય કરવાનું નેટવર્ક રાયમલ ભરવાડ નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.વટવા GIDC પોલીસની કાયદેસર કાર્યવાહીખેતીવાડી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા 857 બોરી ખાતરનો જથ્થો વિધિવત સીઝ કરીને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ સપ્લાયર રાયમલ ભરવાડ તેમજ ફેક્ટરી માટે જથ્થો ખરીદનાર ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી સબસિડી વાળા ખેતી ખાતરનો ઔદ્યોગિક એકમોમાં દુરુપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ખાતરની કાળાબજારી કરતા ભૂમાફિયાઓ અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો : Gandhinagar Building Collapse : કુડાસણમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો દટાયા, NDRF-SDRF ઘટનાસ્થળે...

Read Full Story arrow_forward
Gandhinagar Building Collapse : કુડાસણમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો દટાયા, NDRF-SDRF ઘટનાસ્થળે...
calendar_today September 10, 2026

Gandhinagar Building Collapse : કુડાસણમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો દટાયા, NDRF-SDRF ઘટનાસ્થળે...

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક મોટી અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સ્લેબના ભારે કાટમાળ નીચે ૧૫ જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. સ્લેબ તૂટી પડતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી, જેનાથી આસપાસના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.NDRF, SDRF અને CRPF ની ટીમો તૈનાતઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ તેમજ NDRF, SDRF અને CRPF ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ કાટમાળ હેઠળ અન્ય કોઈ વ્યક્તિ દટાયેલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે બચાવ ટીમો દ્વારા બારીકાઈથી તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.દટાયેલા શ્રમિકો સિવિલ ખસેડાયાબચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી બહાર કઢાયેલા તમામ ૧૫ ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ભોગ બનેલા શ્રમિકો મૂળ દાહોદ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ તાબડતોબ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થિતિનો તાગ મેળવી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ પણ વાંચો : Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ

Read Full Story arrow_forward