android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Apple એ લોન્ચ કર્યા iPhone 18 Pro, 'iPhone Duo', જાણો ભારતમાં કેટલી છે કિંમત?
calendar_today September 10, 2026

Apple એ લોન્ચ કર્યા iPhone 18 Pro, 'iPhone Duo', જાણો ભારતમાં કેટલી છે કિંમત?

ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple દ્વારા આંતરરાષ્ટ્રીય બજારની સાથે ભારતમાં પણ તેની અત્યાધુનિક iPhone 18 Pro શ્રેણી અને કંપનીના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo' ને લોન્ચ કરી દીધો છે. આ તમામ નવા સ્માર્ટફોન્સ Appleની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી 2nm ટેકનોલોજી પર આધારિત A20 Pro ચિપસેટ સાથે આવે છે, જેમાં શાનદાર પરફોર્મન્સ માટે 6-કોર CPU અને 7-કોર GPU આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં કંપનીનું ઇન-હાઉસ C2 મોડેમ પણ સામેલ છે.પરંતુ ભારતમાં તેની કિંમત શું રહેશે આવો જાણીએ આ અહેવાલમાં...સૌથી પહેલા iPhone Duoની કિંમત અને વેરિઅન્ટ વિશે 1. iPhone Duo (ફોલ્ડેબલ ફોન):Appleના આ પહેલા ફોલ્ડેબલ ડિવાઇસને ભારતમાં 'નાઈટ સ્કાય' અને 'સ્ટાર વ્હાઇટ' એમ બે આકર્ષક રંગોમાં રજૂ કરવામાં આવ્યો છે. તે 256GB, 512GB, 1TB અને 2TB એમ ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત ₹2,99,900 છે, જ્યારે અન્ય વેરિઅન્ટ્સ અનુક્રમે ₹3,24,900, ₹3,74,900 અને ₹4,49,900 ની કિંમતે ઉપલબ્ધ થશે. આ ફોન માટે ભારતીય ગ્રાહકો 16 ઓક્ટોબરે સાંજે 5.30 ૦ વાગ્યાથી પ્રી-ઓર્ડર કરી શકશે અને તેનું સત્તાવાર વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે. 2. iPhone 18 Pro અને Pro Max:સામાન્ય પ્રો શ્રેણીની વાત કરીએ તો, iPhone 18 Pro અને iPhone 18 Pro Max બંને ચાર શાનદાર કલર ઓપ્શન્સ (ડીપ બ્લેક, ગ્લેશિયર, સિલ્વર અને બર્ગન્ડી) અને ચાર સ્ટોરેજ વિકલ્પોમાં આવ્યા છે. iPhone 18 Pro: ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹1,64,900 (256 GB) છે, જ્યારે 512 GB ની કિંમત ₹1,89,900, 1TB ની કિંમત ₹2,39,900 અને 2TB વેરિઅન્ટની કિંમત ₹3,14,900 છે.iPhone 18 Pro Max: આ ટોપ-એન્ડ મોડેલની શરૂઆતની કિંમત ₹1,79,900 (256 GB) છે. આ ઉપરાંત 512 GB માટે ₹2,04,900 1TB માટે ₹2,54,900 અને 2TB વેરિઅન્ટ માટે ₹3,29,900 ચૂકવવા પડશે. આ બંને પ્રો મોડેલ્સ માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યે શરૂ થશે અને ભારતમાં તેનું મુખ્ય વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.આ પણ વાંચોઃ Ukraine: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માંડ માંડ બચ્યા, નોર્વે જતી વખતે વિમાન સાથે ડ્રોન અથડાતા રહી ગયું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 100 ડોલરને પાર, જાણો પેટ્રોલ અને ડિઝલમાં કેટલો ભાવ વધી શકે
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 100 ડોલરને પાર, જાણો પેટ્રોલ અને ડિઝલમાં કેટલો ભાવ વધી શકે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા
calendar_today September 10, 2026

Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા

રાજ્યમાં ત્રણ મોટા યાત્રાધામો સોમનાથ,અંબાજી અને દ્વારકા ખાતેના સરકારી સરકિટ હાઉસીસ સરકારે ખાનગી હાથોમાં સોંપી દીધાં છે અને આ સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓને સોંપવાથી રાજ્ય સરકારને કુલ 143.28 લાખનું વાર્ષિક ભાડું મળી રહ્યું છે.આ જાણકારી બુધવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના લિખિત ઉત્તરમાં બહાર આવી છે.માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા સૂત્રો એવું કહે છે કે,આ ત્રણેય સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓ-એકમોને ભાડે ચલાવવા આપતી વખતે સરકારે ખાનગી પાર્ટી સાથે એગ્રીમેન્ટ કરેલું છે જે મુજબ ભાડે લેનાર પાર્ટીઓ 75 ટકા રૂમોમાં જ પોતાની રીતે ભાડું વસૂલવાનું હોય છે. બાકી 25 ટકા રૂમો સરકારી નિયત ભાડેથી આપવામાં આવે છે. જે ત્રણ સરકિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા છે તે માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા છે.તા.31-7-26ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણે સરકિટ હાઉસ ખાનગી પાર્ટીઓને ચલાવવા અપાયા છે.વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણયસરકારે વિધાનસભામાં અપાયેલા લિખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે,રાજ્યના અગત્યના સ્થળોએ આવેલા સરકિટ હાઉસના સંચાલનમાં સતત સુધારણા કરી ખાનગી ક્ષેત્રની કુશળતા,અનુભવ તથા નિષ્ણાતોના સહયોગથી મુલાકાતીઓને ગુણવત્તાયુક્ત આતિથ્ય સેવાઓ મળી રહે અને સરકારી મૂડીનો ઉપયોગ અન્ય પ્રાથમિકતા ધરાવતા વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણય થયેલો છે.પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં ઉક્ત ત્રણે સરકિટ હાઉસ એક જ ખાનગી કંપની નિલાયા ગ્રૂપની મેકવે મેનેજમેન્ટને સોંપાયા છે.જેના ભાગીદારો વિજય ચૌધરી અને વિપુલ ચૌધરી છે.ગાંધીનગરનું પથિકાશ્રમ આ જ પાર્ટીને સોંપાયું છે.ત્યાં પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં તે બધા રૂમ પણ હવે આ પાર્ટીને સંચાલન માટે સોંપી દેવાયા છે.કહેવાય છે કે, પાલનપુરમાં જે બ્રિજ પડી ગયેલો તે ઘટના આ ગ્રૂપ બ્લેકલિસ્ટ થયેલું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ

Read Full Story arrow_forward