android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતા 951 આંગણવાડી કેન્દ્રો પૈકી 203ના બિલ્ડિંગ જર્જરિત
calendar_today September 9, 2026

Gandhinagar: ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતા 951 આંગણવાડી કેન્દ્રો પૈકી 203ના બિલ્ડિંગ જર્જરિત

ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતી 951 આંગણવાડી કેન્દ્રોમાંથી 203 કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. જેમાં બીજી તરફ પોતાના મકાનો ન હોવાથી તથા જર્જરીત કેન્દ્રો હોવાને પગલે કુલ 167 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે. જેને પગલે દર મહિને પાંચ લાખથી વધુનો ખર્ચ ભાડા પેટે થઈ રહ્યો હોવાની વિગતો છે. આ ઉપરાંત 88 જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ ચાલે છે, એટલે કે જે-તે વિસ્તારમાં અન્ય કોઈ બિલ્ડિંગ કે કોઈએ આપેલી જગ્યા ઉપર આંગણવાડી ચાલી રહી છે. જર્જરીત આંગણવાડીઓ સામે તબક્કાવાર નવીન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યાં છે. જોકે 55 જેટલા કેન્દ્રો માટે જમીન જ ઉપલબ્ધ ન હોવાનું કહેવાય છે.ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક CDSઅંતર્ગત જિલ્લામાં 951 આંગણવાડી કેન્દ્રો ચાલે છે, જેમાં ગાંધીનગર તાલુકામાં 213, દહેગામ તાલુકામાં 260, કલોલ તાલુકામાં 262, જ્યારે માણસા તાલુકામાં 216 આંગણવાડી કેન્દ્રો ચાલે છે. આ આંગણવાડીઓ પૈકી 696 કેન્દ્રો પોતાના મકાનમાં 167 કેન્દ્રો ભાડાના મકાનમાં, 88 અન્ય સ્થળે કાર્યરત છે. 951 આંગણવાડી કેન્દ્ર પૈકી 203 કેન્દ્રના મકાનો જર્જરીત હાલતમાં છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 35, દહેગામ તાલુકામાં 54, કલોલ તાલુકામાં બાવન જ્યારે માણસા તાલુકામાં 62 જેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. જેને પગલે આવા કેન્દ્રના બાળકોને ભાડાના મકાન કે અન્ય સ્થળોએ બેસાડવાની ફરજ પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાડા પેટે 107 આંગણવાડીઓને માસિક બે હજાર જ્યારે અર્બન એરિયામાં 60 કેન્દ્રોને માસિક 6 હજારનું ભાડું નક્કી કરાયું છે. જેને પગલે 167 જેટલી આંગણવાડીઓના ભાડા માટે સરકાર દ્વારા દર મહિને પાંચ લાખથી વધુનું ભાડુ ચુકવાય છે. જર્જરીત આંગણવાડી કેન્દ્રો સામે સરકાર દ્વારા તબક્કાવાર નવીન મકાનો તૈયાર કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં બિનપરંપારગ રીતે 85 આંગણવાડી, પરંપરાગત રીતે 94 આંગણવાડી કેન્દ્રો, મનરેગા અંતર્ગત 6, જિલ્લા સ્વભંડોળમાં 4 જ્યારે જીએસપીસી ફેઝ-2માં 13 આંગણવાડી કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે 55 જેટલી આંગણવાડીના કિસ્સામાં જમીન ઉપલબ્ધ ન હોવાનું કહેવાય છે, જેમાં સૌથી વધુ કલોલ તાલુકામાં સૌથી વધુ 38 કેન્દ્રો, દહેગામ તાલુકામાં 10 કેન્દ્રો, માણસા તાલુકામાં 6 કેન્દ્રો જ્યારે ગાંધીનગર તાલુકામાં એક કેન્દ્ર પાસે માટે જમીન ન હોવાની સ્થિતિ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : રામનાથ મંદિરે આતશબાજી માણવા માનવ મહેરામણ ઉમટયું
calendar_today September 9, 2026

Rajkot : રામનાથ મંદિરે આતશબાજી માણવા માનવ મહેરામણ ઉમટયું

રાજકોટ : શહેરના પ્રાચીન તેમજ પૌરાણિક ગ્રામ દેવતા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ જે આજીનદી વચ્ચે બિરાજે છે, રાજકોટના સ્વર્ગસ્થ પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજે શહેરની ધર્મપ્રેમી જનતાના કલ્યાણર્થે રામનાથદાદાની વર્ણાગી શરૂ કરેલ હતી. જે વર્ણાગી દર શ્રાવણ માસમાં નીકળે છે. ત્યારે આ વર્ષે સ્વયંભૂ રામનાથ દાદાની 103મી વર્ણાગી હર હર મહાદેવના નાદ સાથે રામનાથ મંદિરેથી પ્રારંભ થઈ શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી વર્ણાગી પરત રામનાથ મંદિરે પૂર્ણ થઈ હતી.બાદ રાત્રીના ભવ્ય આતજીબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આતશબાજી માણી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી
calendar_today September 9, 2026

Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી

જન્માષ્ટમીમાં ચાર દિવસના તહેવાર દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં અધધધ 73565 લોકોએ ધસારો બોલાવ્યો હતો. જ્યારે રામવન અર્બન ફોરેસ્ટમાં પણ 5483 લોકો ફરવા આવ્યા હતા. જોકે, આ ચાર દિવસમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માત્ર 802 લોકોએ લીધી હતી. તા3થી 6 સુધી જન્માષ્ટમીની જાહેર રજા તથા તહેવારના દિવસો દરમિયાન આ ત્રણેય સ્થળ ખાતે કુલ 80 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ઝૂ અને રામવનમાં મોટા ધસારાને પગલે ચાર જ દિવસમાં મહાપાલિકાને રૂ.17.26 લાખની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે મુલાકાતીઓના ધસારાને પગલે મહાનગરપાલિકાને રૂા.16,09,640ની આવક થઈ હતી. રામવન અર્બન ફોરેસ્ટ ખાતે રૂ.1,16,680ની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્કમાં આમ તો 3 ટિકીટ બારી છે, પણ તહેવારમાં લાંબી કતારો ન લાગે તે માટે વધારાના પાંચ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓ માટે ર્ફ્સ્ટ એઇડ સુવિધા, વાહન પાર્કિંગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સિસ્ટમ, સમગ્ર ઝૂ પરિસરમાં વહેલી સવારથી દૈનિક સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward