android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો,મેઘરાજાની મહેર થતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું
calendar_today September 9, 2026

Jamnagar: સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો,મેઘરાજાની મહેર થતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું

રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ધ્રોલના ખીજડીયા, બીજલકા, ઈટાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વરસાદથી ખેતરોમાં સુકાઈ રહેલા પાકને મોટું જીવતદાન મળ્યું છે.સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીબીજી તરફ, જૂનાગઢ શહેરમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મધુરમ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરી ગઈ છે.અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજ મહેરબાન થયા છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ગામો જેવા કે હિપાવડલી, મોટા ભમોદ્રા અને ઘોબા ગામે વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ઘોબા ગામે ધીમીધારે જ્યારે હિપાવડલી અને મોટા ભમોદ્રામાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ ધોધમાર વરસાદ પડશે તેવી આશા સાથે જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે.વરસાદથી સુકાતા પાકને મળ્યું જીવતદાનઆ ઉપરાંત, ભાવનગરના જેસર શહેરમાં બપોર બાદ હવામાન બદલાયું હતું અને ધુઆંધાર વરસાદ શરૂ થયો હતો. જેસર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ અને મુખ્ય બજારોમાં વરસાદી પાણી રેલાયા હતા. આ સાર્વત્રિક વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકને નવું જીવન મળ્યું છે.આ ફણ વાંચો: Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી, 7 શ્રમિકો ઈજાગ્રસ્ત
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી, 7 શ્રમિકો ઈજાગ્રસ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા
calendar_today September 9, 2026

Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થી પાસેથી લાંચ માગનાર ચીલરવાંટના ગ્રામસેવક સામે લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. પ્રાપ્ય વિગતો અનુસાર, ચીલરવાંટ ગ્રામ પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા માધવભાઈ મનુશંકર ધાંધલિયાએ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મંજૂર થયેલી ટ્રેક્ટર યોજનાની રૂ. 1 લાખની સબસિડીનો ચેક અરજદારને આપવાના બદલામાં રૂ. 7 હજારની લાંચની કાયદેસરની માગણી કરી હતી.ગ્રામસેવક લાંચ લેતા ઝડપાયોઅરજદાર લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તુરંત જ લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી ગ્રામસેવક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે છોટાઉદેપુર ACB ની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ, બરોજ ગામ ખાતેથી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા અરજદાર પાસેથી રૂ. 7,000 ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, બરાબર તે જ સમયે વોચમાં રહેલી એસીબીની ટીમે દરોડો પાડીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટACB ની ટીમે સ્થળ પરથી લાંચની રકમ કબ્જે કરી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. સરકારી કર્મચારી એસીબીના હાથ ઝડપાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો: Surendranagar: લીંબડી હાઇવે પરથી કન્ટેનરમાંથી 1.26 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના ડ્રાઇવરની અટકાયત

Read Full Story arrow_forward