android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર, સેલથી સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારી,
calendar_today September 9, 2026

Gujarat ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર, સેલથી સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારી,

ગુજરાત ભાજપે સંગઠનના વિવિધ સેલ અને વિભાગમાં પ્રભારીઓની નિમણૂક કરી છે. સંગઠનના કામકાજને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવેલી આ નિમણૂકોમાં પક્ષના અનુભવી આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.વિવિધ સેલની જવાબદારી ભરતસિંહ પરમારનેભાજપના વિવિધ સેલના પ્રભારી પદે પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનમાં અગાઉ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ભરતસિંહ પરમારને હવે વિવિધ સેલના સંકલન અને કામગીરીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.સોશિયલ મીડિયાની કમાન ભરત ડાંગરનેસોશિયલ મીડિયા પ્રભારી તરીકે પૂર્વ સહ પ્રવક્તા ભરત ડાંગરને જવાબદારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા આજના રાજકારણમાં મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે ભાજપે આ વિભાગ માટે ભરત ડાંગર પર પસંદગી ઉતારી છે.મનોગતની જવાબદારી ફરી નિમેષ જોશીનેભાજપના પ્રકાશન ‘મનોગત’ની જવાબદારી વધુ એક વખત નિમેષ જોશીને સોંપવામાં આવી છે. અગાઉની કામગીરી બાદ ફરી તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે.કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો સાથે સંગઠનના વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ
calendar_today September 9, 2026

Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ

ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચારઆ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

Read Full Story arrow_forward
Gandhinagar : કુડાસણમાં બાંધકામ સાઇટ પર અચાનક દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત
calendar_today September 9, 2026

Gandhinagar : કુડાસણમાં બાંધકામ સાઇટ પર અચાનક દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર આજે અચાનક દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી હતી. બાંધકામ સાઇટ પર દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.દિવાલ તૂટી પડતા સાઇટ પર મચી અફરાતફરીપ્રાથમિક જાણકારી મુજબ, દિવાલનો ભાગ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સાઇટ પરના અન્ય કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાંધકામની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલઆ દુર્ઘટનામાં શ્રમિકોને કેવી રીતે ઈજા પહોંચી અને દિવાલનો ભાગ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે હજુ વધુ વિગતો સામે આવવાની બાકી છે. જોકે, બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.7થી વધુ શ્રમિકો હોસ્પિટલ પહોંચ્યા, હવે તપાસ શું કહે છે?હાલ ઈજાગ્રસ્ત શ્રમિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ, ઈજાગ્રસ્તોની સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward