android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live આગામી 3 કલાક દરમિયાન ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
calendar_today June 18, 2026

Gujarat Latest News Live આગામી 3 કલાક દરમિયાન ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather Update : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, 24 કલાકમાં 62 તાલુકા ધમરોળાયા, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ ખાબક્યો
calendar_today June 18, 2026

Weather Update : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, 24 કલાકમાં 62 તાલુકા ધમરોળાયા, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ (૫.૭ ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. આ સિવાય ભિલોડામાં ૨.૯ ઇંચ, સતલાસણામાં ૨.૮ ઇંચ અને ધનસુરામાં ૨.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝનના આ પ્રથમ ધમાકેદાર વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવણીલાયક વરસાદ: વાવ, થરાદ, લાખણી અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ રાત્રિ દરમિયાન મેઘ મહેર થતાં જ ખેડૂતોમાં નવી આશા જાગી છે. લાખણીના કુડા, મોરલ અને વાસણ ગામોમાં ધીમીધારે અમૃત વર્ષા થઈ છે. બીજી તરફ સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, કાંકરોલ કંપા અને હડિયોલમાં વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમીરગઢ અને ખેરાલુમાં નુકસાનીની ભીતિ: અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અરવલ્લી, પંચમહાલ અને ગાંધીનગરમાં સાર્વત્રિક માહોલઅરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં ૨.૨ ઇંચ અને કપડવંજમાં ૨.૧ ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે. આ પણ વાંચો----   Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

Read Full Story arrow_forward
Weather Nowcast : આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
calendar_today June 18, 2026

Weather Nowcast : આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે મહત્વનું 'નાઉ કાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે-સાથે રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં અંદાજે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે વાહનચાલકો અને ખુલ્લામાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ 16 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મહેસાણા, ભરૂચ અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં સવારના સમયે જ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે અને વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. સવાર-સવારમાં જ ઠંડા પવનો શરુ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા સ્થાનીય લોકો માટે સવાર-સવારમાં જ ઠંડા પવનો અને વરસાદી માહોલ શરૂ થતાં મોટી રાહત મળી છે. જોકે, સવારના સમયે ઓફિસ અને કામે જતા લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વરસાદી ઝાપટાં અને તેજ પવનના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાદળછાયા વાતાવરણ અને આ હળવા વરસાદથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે.

Read Full Story arrow_forward