android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ધોલેરા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદથી ગરમીમાં આંશિક રાહત
calendar_today June 18, 2026

Ahmedabad: ધોલેરા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદથી ગરમીમાં આંશિક રાહત

અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધોલેરા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે દસ્તક આપતા સમગ્ર વિસ્તાર ખુશીથી ઝૂમી ઉઠયો હતો. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બનેલા પંથકવાસીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બુધવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. પ્રથમ વરસાદના પગલે રસ્તાઓ, ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં હરિયાળીનું આગમન થવાની આશા વધુ મજબૂત બની છે. ખાસ કરીને ખેડૂતોમાં વરસાદને લઈને વિશેષ આનંદ જોવા મળ્યો હતો. ખેતીની તૈયારીઓ વચ્ચે સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ તેને શુભ સંકેત ગણાવ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં વાવણીની આશા જાગી છે અને આગામી કૃષિ સિઝન માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. ધોલેરા સહિત આસપાસના ગામોમાં બાળકો અને યુવાનો પણ વરસાદની મોજ માણતા જોવા મળ્યા હતા. મેઘ મહેર થતાં સમગ્રપંથકમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં ST બસમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા ધોલેરા 108 દેવદુત સમાન બની
calendar_today June 18, 2026

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં ST બસમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા ધોલેરા 108 દેવદુત સમાન બની

ભાવનગરના તળાજાથી દાહોદ તરફ જતી એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલ રીનાબેન બારૈયા નામની મહિલાને તા. 16-6ના રોજ રાત્રે અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. આથી બસના કંડકટર અશોકભાઈ પાલામારે 108ને કોલ કરતા તુરંત નાઈટ શીફટમાં રહેલા ધોલેરા 108ના ઈએમટી મેહુલભાઈ પટ્ટણી, પાયલોટ નિર્મળસિંહ દોડી ગયા હતા. અને પીપળી ચાર રસ્તા પાસે બસમાંથી પ્રસુતાને 108માં લેવાઈ હતી. મહિલાને નજીકના સરકારી દવાખાને લઈ જવી શકય ન હોય 108ની ટીમે વાનમાં જ મહિલાની સફળ પ્રસુતી કરી હતી. અને રીનાબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં 108 દ્વારા માતા અને બાળકને ધંધુકા સીએચસી ખાતે લઈ જવાયા હતા. બસના કંડકટરની સમય સુચકતા અને 108ની ટીમની તત્પરતાથી માતા અને બાળક બન્નેનો જીવ બચ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: સમલી પંચાયતની જમીનમાં મંજૂરી વિના જ વીજ ટાવર ઉભા કરી દીદ્યા
calendar_today June 18, 2026

Halvad: સમલી પંચાયતની જમીનમાં મંજૂરી વિના જ વીજ ટાવર ઉભા કરી દીદ્યા

હળવદ તાલુકાના સમલી ગામે પંચાયતની જમીનમાં જરૂરી મંજૂરી મેળવ્યા વિના જુનીપર ગ્રીન એનર્જી લિ. નામની કંપની દ્વારા દ્વારા પાણીના કુદરતી વહેણ વિસ્તારમાં મોટા વીજ ટાવર અને પોલ ઉભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે ગામના ઉપસરપંચ મનસુખભાઈ પટેલે જાગૃત નાગરિક તરીકે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.ગામના ઉપસરપંચ મનસુખભાઈ પટેલે ગત તા. 16મીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા સ્વાગત ઓનલાઈન ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત પણ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ફરિયાદના અનુસંધાને અરજદારને રૂબરૂ સાંભળ્યા વગર અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વીજ થાંભલાઓ દૂર કર્યા વિના જ હળવદ મામલતદાર કચેરી દ્વારા કાગળ પર ફરિયાદનો હકારાત્મક નિકાલ દર્શાવી કેસ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારોના જણાવ્યા અનુસાર વાસ્તવિક સ્થિતિ આજે પણ યથાવત છે અને પાણીના વહેણ વિસ્તારમાં વીજ થાંભલાઓ ઉભા જ છે. આ બાબતે મામલતદારનું ધ્યાન દોરતા તાલુકા વિકાસ અધિકારીને સ્થળ તપાસ કરી અહેવાલ રજૂ કરવા મૌખિક સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું હતું, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward