android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: સિદ્ધરૂદ્ર બ્રાહ્મણ સમાજ, દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
calendar_today June 18, 2026

Ankleshwar: સિદ્ધરૂદ્ર બ્રાહ્મણ સમાજ, દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

સુરત સ્થિત શ્રી સિદ્ધરૂદ્ર બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના ભાઈઓ-બહેનોના સ્નેહમિલન કાર્યક્રમ સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર સભ્યોના સન્માનનો કાર્યક્રમ તા. 14 જુને આંબેડકર ભવન, સુરત ખાતે યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય કરમિશાબેન પટેલ, હાંસોટ તાલુકા પ્રમુખ વિશાલભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા સભ્ય ભાવિકાબેન પટેલ, ભરૂચ કિસાન મોરચાના પ્રમુખ રાકેશભાઈ પટેલ, ન. મો. ઝવેરી હાઈસ્કૂલ, સુરતના શિક્ષિકા ભાવનાબેન પટેલ તેમજ સુરત સિવિલ નર્સિંગ કોલેજના પ્રાધ્યાપક સોનલબેન પટેલનું સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજ વતી કથાકાર વિનોદભાઈ ભટ્ટ શાસ્ત્ર્રીજી (બાપજી) તથા અગ્રણીઓ અજયભાઈ, ચંદુભાઈ, દિક્ષિતભાઈ અને તુષારભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી સભ્યોનું સિદ્ધરૂદ્ર બ્રાહ્મણ સમાજ, સુરત તરફ્થી સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગત્રાડ ગામમાં ગૌચર જમીન પર કેમિકલ વેસ્ટનો છડેચોક નિકાલ
calendar_today June 18, 2026

Ahmedabad: ગત્રાડ ગામમાં ગૌચર જમીન પર કેમિકલ વેસ્ટનો છડેચોક નિકાલ

દસ્ક્રોઈ તાલુકાના ગત્રાડ ગામમાં ગોચર તેમજ અવાવરું વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ ઠાલવાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં કેમિકલના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેમિકલના કારણે કેટલાક વિસ્તારોમાં આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગત્રાડ ગામની ગોચર જમીન અને અન્ય જાહેર વિસ્તારોમાં પીળા, લાલ તથા ભૂરા રંગના રાસાયણિક કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો છે. કેટલાક સ્થળોએ ગોચરની જમીનમાંથી માટી કાઢી ઊંડા ખાડા બનાવવામાં આવ્યા હોવાનું અને તેમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. એસિડયુક્ત માટી અને અન્ય જોખમી રાસાયણિક પદાર્થોના કારણે પર્યાવરણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી, જવાબદાર ફેક્ટરીઓ અને સંકળાયેલા તત્વોને નોટિસ ફ્ટકારી દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી જાહેર સ્થળોએ જોખમી કેમિકલ વેસ્ટ ઠાલવવાની પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા નગરમાં ત્રણ માસ અગાઉ ચોરાયેલી બાઇક સાથે બે ઝડપાયા
calendar_today June 18, 2026

Vadodara: પાદરા નગરમાં ત્રણ માસ અગાઉ ચોરાયેલી બાઇક સાથે બે ઝડપાયા

પાદરા પોલીસે ક્ષ્ઓપરેશન પરાક્રમખ્ અંતર્ગત વધુ એક નોંધપાત્ર સફ્ળતા હાંસલ કરી છે. ત્રણ માસ અગાઉ પાદરા ટાઉન સ્થિત ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે અને ચોરીમાં ગયેલું વાહન કબ્જે કર્યું છે.પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને બાતમીદારોના નેટવર્ક મારફ્તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોવિંદપુરા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.બાતમી મુજબ ચોરીમાં ગયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર બે શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાનું જાણવા મળતાં પોલીસે કોર્ડન ગોઠવી બંનેને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન કબ્જે કરાયેલ મોટરસાયકલ પાદરા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાની હોવાનું સામે આવ્યું હતું.જેમાં બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અજય રમેશ પાટણવાડીયા, (રહે. નવીનગરી, મદાપુરા ગામ, તા. પાદરા), ધર્મેશ મુકેશ ચૌહાણ, (રહે. મોટા કુંભારવાડ, દેવગઢ મંડળી સામે, તા. માંડવી, જી. સુરત) આરોપીઓ પાસેથી આશરે રૂ. 35 હજાર કિંમતની ચોરીમાં ગયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબ્જે કરાઇ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કબ્જે કરાયેલ મોટરસાયકલ મૂળ જંબુસરના દિપકભાઈ જગદીશભાઈ પરમારની માલિકીની છે અને તે ત્રણ માસ અગાઉ ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાઈ હતી. પોલીસની સતર્ક કામગીરી અને બાતમીદારોની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફ્ળતા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward