android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: માંડલ તાલુકા પં.માં સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની વરણી
calendar_today June 18, 2026

Mandal: માંડલ તાલુકા પં.માં સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની વરણી

માંડલ તાલુકા પંચાયતમાં અગાઉ વીસેક દિવસ પહેલા પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચુંટણી અને વરણી કરાયાં પછી આજ તા.17ના રોજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આજરોજ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સદસ્યોની મળેલ પ્રથમ સભાની અંદર જિલ્લા ભાજપથી આવેલ મેન્ડેટના આધારે સામાજિક ન્યાય સમિતિમાં વિવિધ સભ્યોની નીમણૂંક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના પ્રતિનિધિ મયુરભાઈ ડાભી દ્વારા મેન્ડેટનું વંચાણ કરેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વિજ્યાબેન હિરાભાઈ સોલંકી, બીજા નંબરે સભ્ય તરીકે શૈલેષભાઈ કમાભાઈ ચૌહાણ, કોપ્ટ.સભ્ય તરીકે અમૃતભાઈ વાલ્મિકી અને મહેન્દ્ર વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલ અને સૌ અધિકારીઓ, ચુંટાયેલા સૌ સદસ્યોની હાજરીમાં આ નામો માટે મત લેવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ હતી. ચેરમેન સહિતના હોદ્દાઓની નીમણૂંક થતાં તાલુકા પંચાયતમાં ઉપસ્થિત સૌ સદસ્યો,કાર્યકરો અને સમર્થકોએ ચેરમેન સહિત સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: લીમખેડા હાઈવે પરથી મુસાફરોને લઈ જતી તુફાન ગાડીનો વીડિયો વાઈરલ
calendar_today June 18, 2026

Dahod: લીમખેડા હાઈવે પરથી મુસાફરોને લઈ જતી તુફાન ગાડીનો વીડિયો વાઈરલ

દાહોદના લીમખેડા હાઈવે પર ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને જતી એક તુફન ગાડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહનની છત અને સાઈડમાં લટકીને જતા પ્રવાસીઓના કારણે મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક RTO અને ટ્રાફ્કિ પોલીસની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠયા છે.દાહોદ જિલ્લામાંથી સોશિયલ મીડિયા પર એક હૃદયકંપાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો લીમખેડા હાઈવે પરનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ખાનગી કમાન્ડર તુફન ગાડીમાં ક્ષમતા કરતા પણ વધુ મુસાફરો ભરીને જીવના જોખમે દોડાવવામાં આવી રહી છે. ટ્રાફ્કિના તમામ નિયમોના લીરેલીરા ઉડાડતો આ વીડિયો અત્યારે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તુફન ગાડીની અંદર તો મુસાફરો ખીચોખીચ ભરેલા છે જ, પરંતુ તે ઉપરાંત ગાડીની છત ઉપર અને સાઈડના ભાગે પણ મુસાફરો મોતના મુખમાં લટકીને મુસાફરી કરી રહ્યા છે. હાઈવે પર ફૂલ સ્પીડમાં જતી આ ગાડી જો સહેજ પણ સંતુલન ગુમાવે, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. રોજગારી અથવા અન્ય કામ અર્થે જતા નિર્દોષ મુસાફરો મજબૂરીવશ આવી જોખમી સવારી કરવા મજબૂર બન્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પ્રાદેશિક પરિવહન કચેરી અને સ્થાનિક ટ્રાફ્કિ પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાઈવે પર સતત પેટ્રોલિંગના દાવા કરતી પોલીસની નજર સામે આવા ઓવરલોડ વાહનો કેવી રીતે પસાર થાય છે, તે એક મોટો સવાલ છે. અકસ્માત નિયંત્રણ માટે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: ચોટીલાની આણંદપુર ચોકડી પાસે ઓટો પાટૅ્સની દુકાનમાં આગ ભભૂકી ઉઠી
calendar_today June 18, 2026

Chotila: ચોટીલાની આણંદપુર ચોકડી પાસે ઓટો પાટૅ્સની દુકાનમાં આગ ભભૂકી ઉઠી

ચોટીલાની આણંદપુર ચોકડી પર આવેલ ક્રિષ્ના ઓટો પાટૅસની દુકાનમાં બુધવારે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવ અંગે દુકાનદાર મુકેશભાઈ ખાંભલા દ્વારા પાલિકા ફાયરબ્રિગેડમાં જાણ કરાઈ હતી. એથી ફાયરફાઈટર સાથે ધસી આવીને લાશ્કરોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ થઈ હતી. પરંતુ દુકાનમાં માલસામાન બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. શોર્ટસર્કિટથી દુકાનમાં આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward