android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
calendar_today June 18, 2026

Godhra: ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા TET મામલે 29.5.2026 ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સેવામાં રહેલા શિક્ષકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. માટે આ મામલે ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથે આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું, તેમજ ભારે સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર ને પોતાની રજૂઆત સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તા.29.5.2026 ના રોજ સેવામાં ચાલુ રહેલા અને બઢતી માટે શિક્ષક પાત્રતા કસોટી TET ની ફરજિયાત લાયકાત મેળવવા તા.31.8.2028 સુધીની મુદત આપવામાં આવેલ છે. જેનાથી સેવામાં રહેલા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ વ્યાપેલો છે. આ ચુકાદાએ હજારો અનુભવી શિક્ષકોમાં ચિંતા પેદા કરી છે. જેઓ દાયકાઓ પહેલા તે સમયે પ્રવક્તા ભરતી નિયમો હેઠળ સેવામાં જોડાયા હતા. ઘણા શિક્ષકોએ પોતાનું સમગ્ર વ્યવસાયિક જીવન જાહેર શિક્ષણને સમર્પિત કર્યું છે. તેમજ દૂરના વિસ્તારોમાં સેવાઓ આપી છે. TETની આવશ્યકતા એવા શિક્ષકો પર લાગુ કરાઈ રહી છે, જેમની નિમણૂક TETની રજૂઆત અને શિક્ષણ અધિકાર અધિનિયમ 2009ના અમલીકરણ પહેલાં કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સેવા, કારકિર્દી પ્રગતિ અને નિવૃત્તિના લાભો ગુમાવવાની શક્યતાઓએ શિક્ષકો અને તેમના પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા પેદા કરી છે. ત્યારે શિક્ષક સંઘ દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે શિક્ષક સંગઠનો, રાજ્ય સરકાર અને શૈક્ષણિક નિષ્ણાતો સાથે પરામર્શ કરી શિક્ષકોની સેવાના રક્ષણ માટે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ યોગ્ય કાયદાકીય અથવા નીતિગત પગલાની વિચારે, અને વર્ષોથી સેવા આપનાર શિક્ષકો માટે યોગ્ય છૂટછાટ, મુક્તિ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિઓનો વિચાર કરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન
calendar_today June 18, 2026

Dahod: દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન

દાહોદ શહેરમાં આજે જૈન સમાજના બે ગુરુ ભગવંતોનું ઐતિહાસિક મિલન સ્ટેશન રોડ જૈન નસીયાજીના પ્રાંગણમાં ખૂબ જ હર્સોલ્લાસ સાથે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું.પૂજ્ય પ્રાકૃત આચાર્ય ચતુર્થ પટ્ટાધીશ આચાર્યશ્રી 108 સુનિલ સાગરજી મહારાજ અને પૂજ્ય અંતર્મના આચાર્ય શ્રી 108 પ્રસન્ન સાગરજી મહારાજ આજે સવારે પદયાત્રા વિહાર કરી અને શહેરના સ્ટેશન રોડ શેઠજીની નસીયાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સમાજ દ્વારા બનાવાયેલા વિશાળ સ્ટેજ ઉપર સવારના 7:30 કલાકે ખૂબ જ હર્ષોલ્લાસભેર બંને ગુરુ ભગવંતોનું મિલન થયું હતું. બંને ગુરુ ભગવંતો એકબીજાને ગળે મળ્યા હતા, આ ઐતિહાસિક પ્રસંગે વિવિધ વેશભૂષામાં સજ્જ લોકો અને બેન્ડવાજાના સથવારે અદભુત વાતાવરણ ઉભુ થયું હતું.બંને ગુરુભગવંતોના મિલનની ક્ષણોને લોકોએ તેમના મોબાઈલમાં કેદ કરી હતી. આ પ્રસંગે શહેરના જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. બંને ગુરુ ભગવંતો સહિત સંઘ અને શહેરીજનો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને મહાવીર શેરી પુષ્પદંત નિલય પહોંચ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: કોઠ લૂંટના બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડયાં
calendar_today June 18, 2026

Ahmedabad: કોઠ લૂંટના બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડયાં

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કોઠ ગામમાં થયેલ લૂંટના ગંભીર બનાવનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કોઠ ગામે ગત તા. 14મીએ ત્રાટકેલા શખ્સોએ એક મકાનમાં ઘૂસી દંપતીને ઇજા પહોંચાડી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ. 90,000 અને ત્રણ મોબાઇલ ફેન સહિત કુલ રૂ. 2,10,500ની લૂંટ ચલાવી ફ્રાર થઈ ગયા હતા. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી અને કોઠ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળતા શિહોરીપુરા ગામેથી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો ભુપતભાઈ મકવાણા(રહે. શિહોરીપુરા), હાર્દિકભાઈ ઉર્ફે ભુપી વશરામભાઈ મકવાણા (રહે. કેસરડી, તા. બાવળા) અને જગમાલભાઈ ઉર્ફે ગોગો મનસુખભાઈ સોલંકી(રહે. ડરણ, તા. સાણંદ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ ત્રણ મોબાઇલ ફેન, રોકડ રૂ. 3,500 મળી કુલ રૂ. 68,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward