android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: કૂવા નજીક શૌચાલયનું બાંધકામ શરૂ કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ
calendar_today June 18, 2026

Modasa: કૂવા નજીક શૌચાલયનું બાંધકામ શરૂ કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ

મહીસાગરના કોઠંબા ગામે પીવાના પાણીના કૂવા નજીક બની રહેલા જાહેર શૌચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ ઊભો થયો છે. તંત્ર દ્વારા ગામના પીવાના પાણીના મોટા કૂવાની બિલકુલ નજીક જ આ શૌચાલયનું નિર્માણ કાર્ય શરૂ કરી દેતાં લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ અંગે સ્થાનિક સ્તરેથી લઈને ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. જે બાદ હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે.કોઠંબા ગામમાં પીવાના પાણીના કૂવા નજીક જ નવા બની રહેલા જાહેર જાહેર શૌચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ વંટોળ સર્જાયો છે. સ્થાનિકોએ આ મુદ્દે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ વહેલી તકે શૌચાલયની કામગીરી બંધ કરી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડવા ઉગ્ર રજૂઆત કરી છે. રાજ્યમાં કોઈપણ સ્કીમ, શૌચાલય કે જાહેર શૌચાલયના બાંધકામ માટે સરકારી ગાઈડલાઈન અને જીડીસીઆર (GDCR)ની માર્ગદર્શિકા નક્કી કરાઈ છે. જે મુજબ પાણીના સ્ત્રોત અને શૌચાલય, સેપ્ટિક ટેન્ક વચ્ચે 100 મીટર સુધીનું સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે. તેમ છતાં કોઠંબામાં વૈધાનિક અને કાનૂની પાસાઓને ભૂલીને સીધું શૌચાલય જ ચણાઈ રહ્યું છે. આ કામગીરીને કારણે ભવિષ્યમાં શૌચાલયની ગંદકી અને દૂષિત પાણી જમીનમાં ઉતરીને સીધા કૂવાના પાણીમાં ભળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેનાથી સમગ્ર ગામમાં ભયંકર રોગચાળો ફટી શકે છે. આ બાબતે તલાટી લાલસિંહ ચૌહાણે ટેલિફેનિક વાતચીતમાં જણાવેલ કે અમોને શૌચાલયના નિર્માણ બાબતે રજૂઆત મળેલ છે.જે બાબતે તપાસ કરી અને હાલ પૂરતું કામ બંધ રખાવ્યું છે.ભવિષ્યમાં ગ્રામજનોઅને પંચાયતના સભ્યો બોલાવી અન્યત્ર ખસેડવા માટે જગ્યા નક્કી કરી બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: માંડલવાસીઓને ઘણાં વર્ષો પછી સરકારી પુસ્તકાલયની ભેટ મળશે
calendar_today June 18, 2026

Mandal: માંડલવાસીઓને ઘણાં વર્ષો પછી સરકારી પુસ્તકાલયની ભેટ મળશે

માંડલ નગરમાં 1900ના દાયકામાં ગ્રામ પંચાયત પાસે પુસ્તકાલય ધમધમતું ત્યારપછી 2000ની સાલમાં માંડવીચોક ખાતે ચાલતું અને પછી ચબુતરા ચોક વિસ્તારમાં આ પુસ્તકાલય બનાવવામાં આવેલું અને પુસ્તકો,અવરનેશ અને સંચાલનના અભાવે પુસ્તકાલય બંધ થયું, પુસ્તકો ધુળ ખાઈ ગયાં, આસપાસ ભયંકર ગંદકી પ્રસરી આમ ખંડેર હાલત થવાથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓમાં ચિંતાનો મોટો વિષય બન્યો હતો. માંડલ તાલુકામાં ધમધમતાં ઉદ્યોગો અને યુવાનોને રોજગારી મેળવવી, અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ મેળવવી જોકે માંડલ સમયાતંરે તાલુકા મથક બન્યું અને હવે અહીં પુસ્તકાલય હોવું એ સમયની માંગ હતી. માંડલ તાલુકા પંચાયતની પાછળ રૂપિયા 20 લાખના ખર્ચે સરકારે નવું પુસ્તકાલય ફાળવ્યું જેથી પંથકના સાહિત્યપ્રેમીઓ,શિક્ષણવિદો,વિદ્યાર્થી, સરકારી ભરતીની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ અને વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ પુસ્તકાલય શાંત વાતાવરણની અંદર બનાવાઈ છે, પુસ્તકોમાં 18 પુરાણો, ભાગવતગીતા,રામાયણ જેવા ધાર્મિક પુસ્તકો, કવિ-લેખકો, સાહિત્યકારોના પુસ્તકો, કાયદાના વિદ્યાર્થીઓ માટે, વકીલો માટે વિવિધ કાયદાના પુસ્તકો, સરકારી ભરતીની તૈયારીઓ કરતાં યુવાનો માટે રોજગારના પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ પુસ્તકાલયને આજ તા.18ને ગુરૂવારના રોજ લોકાર્પણ કરીને ખુલ્લું મુકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દાહોદ ખાતે સહપ્રભારીની હાજરી છતાં નગરસેવકોની પાંખી સંખ્યા
calendar_today June 18, 2026

Dahod: દાહોદ ખાતે સહપ્રભારીની હાજરી છતાં નગરસેવકોની પાંખી સંખ્યા

દાહોદ શહેરમાં સહ પ્રભારી મંત્રીની હાજરીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પાલિકાના નગર સેવકોની સંખ્યા જૂજ જણાતાં સહ પ્રભારી મંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.દાહોદ શહેરમાં ભાજપના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવી એ લોઢાના ચણાં ચાવવા જેવી બાબત હોવાનું કહેવાય છે. જેથી સ્થાનિક નેતાઓ માટે પણ પક્ષનો કાર્યક્રમ હોય તો માથાનો દુઃખાવો બની રહે છે. દાહોદ નગર પાલિકામાં ભાજપાના નગર સેવકો સત્તામાં હોવા છતાં આવા કાર્યક્રમોથી તેઓ દુર રહેતાં હોય તેમ જોવા મળે છે. અપવાદ રૂપે આંગળીના વેઢે ગણી શકાય તેવા મહિલા અને સ્લમ વિસ્તારના નગર સેવકો ઈમાનદારીથી કાર્યક્રમને સફ્ળ બનાવવા પ્રયત્ન કરતા હોવાનું જોવા મળે છે. નગર પાલિકાની ચુંટણીઓ આવે તેના વર્ષ પહેલા નેતાઓ મિટીંગો અને સભા સરઘસોમાં દ્રશ્યમાન થવા માંડે છે, પરંતુ ટિકીટો જાહેર થતાની સાથે જ તેની સંખ્યામાં અધધ કડાકો આવી જાય છે. તેવા સમયે કાર્યકરોને ભાગે જ જવાબદારીઓ આવી પડે છે. ત્યારે હાલમાં જ સહ પ્રભારી મંત્રીની દાહોદ મુલાકાત ટાંણે આવી જ સ્થિતિ જોવા મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેમાં સહ પ્રભારી મંત્રી પ્રગતિ પથ યાત્રા પછી નગર પાલિકા કચેરી પર પહોંચ્યા અને ફેટો સેશન પણ કરાવ્યુ, પરંતુ પોતે સરકારી અધિકારી હોવાથી તેમણે નગર સેવકોની પુરતી સંખ્યા નહીં હોવાની નોંધ લઈને ટકોર પણ કરી હોવાની માહિતી પક્ષના આંતરિક વર્તુળો દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનિય છે કે હાલમાં પાલિકામાં 36 માંથી 20 જ ભાજપના નગર સેવકો ચુંટાયા છે, પરંતુ જૂજ નગર સેવકોને જ સંગઠનના કાર્યક્રમોમાં રૂચિ હોવાનું કહેવાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward