android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પ્રિમોન્સુન કામગીરી ન થતા માણાવદર પાલિકા સામે મહિલાનો રોષ ભભૂકયો
calendar_today June 17, 2026

પ્રિમોન્સુન કામગીરી ન થતા માણાવદર પાલિકા સામે મહિલાનો રોષ ભભૂકયો

માણાવદર પાલિકા સામે સમગ્ર શહેરની જનતા પ્રિમોન્સુન કામગીરી સામે રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે મિતડી રોડ સરકારી હાઇસ્કુલ રોડ ઉપર આવેલી મોટી ગટર અને યોગી પરાં વિસ્તારમા ગટર જામ થઈ જતો આ વિસ્તારની મહિલાઓ આ પ્રશ્ને પાલિકાએ રજૂઆત કરવા પહોચી હતી. જોકે ચીફ્ ઓફ્સિર હાજર ન હોય જેથી ઓ.એસ. પરેશ જોશી હાજર હોય આ પ્રિ મોન્સુન કામગીરી અંગે રજૂઆત કરી હતી તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.એક બાજુ ચોમાસું આવી ગયું છે ત્યારે આ પ્રિ મોન્સુન કામગીરી વહેલી પૂર્ણ કરવાની હોય છે તે થઈ નથી જેથી અનેક વિસ્તારમાંથી દિન પ્રતિદિન પ્રિ મોન્સુન કામગીરી સમયે ફરીયાદો ઉઠી રહી છે. જો આ કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો માણાવદરમાં ગત વર્ષે ભારે વરસાદમાં પૂર હોનારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પાલિકાની બેદરકારીના કારણે આમ જનતા નુકસાની વેઠવી પડશે .તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.નગરપાલિકા સામે જનતાનો રોષ વધી રહ્યો છે. શહેરમાં પ્રિમોન્સુન કામગીરીમાં અનેક ફરિયાદો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોય આજે મહિલાઓ દ્વારા પાલિકા કચેરીએ રજુઆત કરવા મહિલાઓ પહોંચી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પોરબંદરમાં ટેટની પરીક્ષામાં મુક્તિની માંગ સાથે શિક્ષકોની બાઈક રેલી, આવેદન પાઠવ્યું
calendar_today June 17, 2026

પોરબંદરમાં ટેટની પરીક્ષામાં મુક્તિની માંગ સાથે શિક્ષકોની બાઈક રેલી, આવેદન પાઠવ્યું

પોરબંદર જિલ્લાના શિક્ષકોના ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઇક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટની પરીક્ષા મામલે સંસદીય હસ્તક્ષેપ કરી હાલમાં કાર્યરત શિક્ષકોને મુક્તિ મળે તે માટે બાળકો માટે મફ્ત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 માં સુધારો કરે તેવી માંગ સાથે બાઇક રેલી કાઢી કલેકટર અને ધારાસભ્યને આવેદન પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જિલ્લાના 150 થી વધુ શિક્ષકો જોડાયા હતા.શિક્ષકોએ જણાવ્યું હતું કે હાલમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના આધારે જુના તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે સંસદીય હસ્તક્ષેપકરી હાલમાં કાર્યરત શિક્ષકોને મુક્તિ આપવાની માંગ છે. રેલીને સફ્ળ બનાવવા જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા,મહામંત્રી મનોજભાઈ મૈત્રા, ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘના મંત્રી અને કુતિયાણા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ ભનુભાઈ મોડેદરા,રાણાવાવ તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ પોપટભાઈ ખૂંટી,પોરબંદર તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,મહામંત્રી નવઘણભાઇ ચૌહાણ,વગેરેએ જહેમત ઉઠાવી હતી. જિલ્લા કક્ષાએ થયેલ આ આંદોલન બાદ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય કક્ષાએ અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘના નેજા હેઠળ આગામી કાર્યક્રમો યોજાશે તેવું પણ આગેવાનો એ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાજુલામાં ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા
calendar_today June 17, 2026

રાજુલામાં ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા

પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રકમાંથી બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે ચોરી થયેલી 12 બેટરીઓ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બલેનો કાર મળી કુલ રૂ.3,78,040નો મુદ્દામાલ કબજે કર્યો છે.તા.13/06/2026ની રાત્રિથી તા.14/06/2026ની સવાર દરમિયાન રાજુલાના હીડોરણા ગામ નજીક હાઇવે પર પાર્ક કરાયેલા ટ્રકોમાંથી તેમજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી વાહનોની કુલ 12 બેટરીઓની ચોરી થઈ હતી. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પકડાયેલા આરોપીઓમાં અખ્તર અબ્દુલકાદરભાઈ જીરૂકા,અરમાન સુલેમાનભાઈ ડેલા, જુબેરભાઈ સિકંદરભાઈ જીરૂકાનો સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward