android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: અમદાવાદમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી AMC કરશે
calendar_today June 17, 2026

Ahmedabad News: અમદાવાદમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી AMC કરશે

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે ઊભી થતી પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.AMC દ્વારા શહેરમાં ટેકનોલોજીના માધ્યમથી પૂર્વ તૈયારીઓ કરવા માટે એક અત્યંત અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સિસ્ટમની મદદથી ચોમાસા દરમિયાન ઇમરજન્સી મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનશે.HPC ડેટાથી વરસાદનું અનુમાનઆ અદ્યતન સિસ્ટમ હેઠળ C-DAC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ પુણેના હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટાના આધારે પ્રિસિઝન વેધર ફોરકાસ્ટિંગ માટે જાણીતા વેધર રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ મોડલ આધારિત વરસાદની ચોક્કસ સ્થિતિ દર્શાવવામાં આવશે.આ સુવિધાના કારણે અમદાવાદ શહેરના દરેક વોર્ડ માટે અલગ-અલગ અને સચોટ વરસાદી આગાહી મેળવી શકાશે જે અત્યાર સુધી સમગ્ર શહેર માટે કોમન મળતી હતી.

Read Full Story arrow_forward
Gandhinagar News: NEET UGની સુચારુ અને સુરક્ષિત કામગીરી માટે બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત
calendar_today June 17, 2026

Gandhinagar News: NEET UGની સુચારુ અને સુરક્ષિત કામગીરી માટે બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત

રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની તૈયારીઓની સમીક્ષા કરવા મંગળવારે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં NEET પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવીડીજીપી મલિકે NEET સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચનાપોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી કરવા, ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને 20 જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાયરાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન સઘન રાત્રિ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે. સાથે જ, અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય કરવામાં આવ્યું છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવતો હોવાથી, ડીજીપીએ તમામ પોલીસ એકમોને યોગ દિવસના કાર્યક્રમો અને NEET પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવા સૂચના આપી હતી, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.આ પણ વાંચોઃ Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward
Mumbai-Pune વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, 48 મિનિટમાં મુસાફરી થશે પૂર્ણ
calendar_today June 17, 2026

Mumbai-Pune વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, 48 મિનિટમાં મુસાફરી થશે પૂર્ણ

ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સને લઈને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આગામી વર્ષથી મુંબઈ–પુણે બુલેટ ટ્રેન કોરિડોર પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને પુણે વચ્ચેનો 170 કિમીનો પ્રવાસ માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશેમંત્રીના જણાવ્યા મુજબ ભારત હવે બુલેટ ટ્રેન બનાવવાની ટેકનોલોજી અને ક્ષમતા ધરાવે છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી ચાલી રહ્યો છે, જ્યારે મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે. આ સાથે સરકારનું લક્ષ્ય અનેક શહેરોને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપી છે. તેમાં મુંબઈ–પુણે ઉપરાંત પુણે–હૈદરાબાદ, હૈદરાબાદ–બેંગલુરુ, હૈદરાબાદ–ચેન્નાઈ, ચેન્નાઈ–બેંગલુરુ, દિલ્હી–વારાણસી અને વારાણસી–સિલિગુડી જેવા મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે.પુણેમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રથમ વિભાગમાં આવતા વર્ષે કામગીરી શરૂ થશે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન પણ શક્ય છે. હાલ આ 508 કિમી લાંબા પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત વિસ્તારમાં ડક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશાઅધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈ–અમદાવાદ કોરિડોરમાં સુરત–વાપી સેક્શન પર 2027ના ઓગસ્ટ સુધીમાં ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે, જ્યારે સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશા છે. આ ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ સહિતના શહેરો એક મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક ઈકોસિસ્ટમમાં જોડાશે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે.આ પણ વાંચો : સ્પીકર ઓમ બિરલાએ Mamata Banerjeeને આપી મોટી તક, શું TMC ભાગલામાંથી બચી શકશે?

Read Full Story arrow_forward