android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Explainer : ખેડૂતો બાદ શિક્ષકો મેદાનમાં ઉતર્યા, જાણો કેમ નોકરી બચાવવાનો સવાલ ઉભો થયો
calendar_today June 17, 2026

Sandesh Explainer : ખેડૂતો બાદ શિક્ષકો મેદાનમાં ઉતર્યા, જાણો કેમ નોકરી બચાવવાનો સવાલ ઉભો થયો

ગુજરાતમાં ખેડૂતો બાદ શિક્ષકોના હકો માટે આજથી એક આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. વર્ષ 2010 પહેલાં સરકારી નિયમોનુસાર ભરતી થયેલા વરિષ્ઠ શિક્ષકોને ટાટ/ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે વિવિધ શિક્ષક સંઘો રોડ પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2028 પહેલાં તમામ શિક્ષકો માટે TET પાસ કરવાનો કડક નિર્દેશ અપાતા રાજ્યના અંદાજિત 1 લાખ જેટલા અનુભવી શિક્ષકો સામે પોતાની નોકરી બચાવવાનો મોટો સવાલ ઊભો થયો છે. આજે રાજ્યમાં 22થી વધુ જિલ્લામાં શિક્ષકોએ આંદોલન કર્યું છે. TETની પરીક્ષા ફરજિયાત પણે પાસ કરવી પડશેશિક્ષક સંઘના નેજા હેઠળ આજથી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લા મથકો પર ઉગ્ર ધરણા કાર્યક્રમો યોજાશે. આ આંદોલન દરમિયાન શિક્ષકોએ જૂની પેન્શન યોજના તાત્કાલિક અમલમાં લાવવાની જૂની માંગ પણ સરકાર સમક્ષ ફરી જીવંત કરી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષ કરતા વધુ સમય બાકી છે તેમણે નોકરી ચાલુ રાખવા કે પ્રમોશન મેળવવા TETની પરીક્ષા ફરજિયાત પણે પાસ કરવી પડશે. જે શિક્ષક આ પરીક્ષા પાસ નહીં કરે તેને રાજીનામું આપવું પડશે અથવા નિવૃત્તિ લેવી પડશે. સુપ્રીમ કોર્ટે માત્ર એવા શિક્ષકોને રાહત આપી હતી જે શિક્ષકોની નોકરીના પાંચ વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય. 2010 પહેલાના શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરોઅમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક સંઘના પ્રમુખ મનોજ પટેલે કહ્યું હતું કે, 2010 પહેલાના જે શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેને લઈને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. અમારી પાંચ મુખ્ય માંગો છે. જુની પેન્શન યોજના અને ટેટની પરીક્ષા રદ કરવાની પણ માંગ છે. રાજ્યના 33 જિલ્લામાં શિક્ષકો આગામી 17થી 20 તારીખ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે. બીજી બાજુ જોઈએ તો શિક્ષક સંઘની મુખ્ય માંગ એવી છે કે, કેન્દ્ર સરકાર આગામી સંસદ સત્રમા એક વિશેષ બિલ પસાર કરે અને 2010 પહેલાના શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરવામાં આવે. જૂની પેન્શન યોજના પણ બંધ કરાઈરાજ્યમાં હજારો શિક્ષકો નોકરી કરી રહ્યા છે. જેમાંથી કેટલાકની નિમણૂંક એ સમયની ભરતી અને પ્રક્રિયા પ્રમાણે કરાઈ હતી. હવે જે નિયમો આવ્યા છે તેનાથી શિક્ષકો અને તેમના પરિવારો ભારે ચિંતામાં છે. આ આંદોલન વચ્ચે શિક્ષકોના સંગઠન દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, સરકાર માગ નહીં સ્વીકારે કે ઉકેલ નહીં લાવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. જેની અસર બાળકોના શિક્ષણ પર પડી શકે છે. શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો બીજો મુદ્દો જૂની પેન્શન યોજના છે. જે સરકારે 2005 બાદ બંધ કરી દીધી છે. જેના કારણે નિવૃત્ત થતાં શિક્ષકોનું આર્થિક ભવિષ્ય પણ જોખમાયું છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad News: ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ પર રેગિંગની ફરિયાદ, બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
calendar_today June 17, 2026

Ahmedabad News: ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ પર રેગિંગની ફરિયાદ, બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી

ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગની શરમજનક ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સાથે સિનિયરો દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જુનિયર વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને આ અંગે એન્ટી રેગિંગ કમિટી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ પર રેગિંગની ફરિયાદરાજ્યના આરોગ્ય વિભાગે મેડિકલ કેમ્પસમાં બનેલી આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. આરોગ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ સમિતિ નીમવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઓર્થોપેડિક વિભાગના જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ થયું હોવાના પુરાવા મળી આવ્યા હતા. જેમાં બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓની સીધી સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તે હેતુથી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીરેગિંગની આ પ્રવૃત્તિમાં દોષિત ઠરેલા બીજા વર્ષના ત્રણેય સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સામે સખત શિસ્તભંગના પગલાં ભરીને તેમને 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના સમયગાળા માટે કોલેજ અને હોસ્પિટલની તમામ કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શનના કારણે આ વિદ્યાર્થીઓ શૈક્ષણિક ટર્મ અને ક્લિનિકલ ડ્યુટી કરી શકશે નહીં. આરોગ્ય વિભાગની આ ત્વરિત અને કડક કાર્યવાહીના પગલે કેમ્પસમાં રેગિંગ જેવી દૂષિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ પીડિત જુનિયર વિદ્યાર્થીઓએ તંત્રના આ નિર્ણયને આવકારી રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચોઃ Sandesh Explainer : ખેડૂતો બાદ શિક્ષકો મેદાનમાં ઉતર્યા, જાણો કેમ નોકરી બચાવવાનો સવાલ ઉભો થયો

Read Full Story arrow_forward
Patan News:  સિંગર કિંજલ રબારીનો પ્રેમલગ્ન મુદ્દો ગરમાયો
calendar_today June 17, 2026

Patan News: સિંગર કિંજલ રબારીનો પ્રેમલગ્ન મુદ્દો ગરમાયો

રાધનપુર ફેમિલી કોર્ટમાં ગત 15 જૂને છૂટાછેડાની મુદત હોવાથી કિંજલના પતિ અશોક ચૌધરી હાજર રહ્યા હતાં. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને જ્યારે તેઓ પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા ઈસમોએ હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે તેમની ગાડીને ઘેરી લીધી હતી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અશોક ચૌધરીએ કિંજલ રબારી સાથે કરેલા પ્રેમ લગ્ન બાદ, છૂટાછેડાના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દેતાં આ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો હોવાનું સામે આવ્યું છે.4 લોકો સામે ફરિયાદ કરવામાં આવીઅજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બનનાર કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર, કિંજલ રબારી સાથે ઓફિશિયલ છૂટાછેડા લેવા માટે કિંજલના પરિવારજનો દ્વારા તેમના પર અવારનવાર માનસિક અને સામાજિક દબાણ લાવવામાં આવતું હતું. કોર્ટ પરિસર નજીક થયેલા આ હુમલાના અસફળ પ્રયાસ બાદ અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશન ખાતે જઈને હુમલો કરવા આવેલા 4 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Read Full Story arrow_forward