android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: AMCની ઢોર પાર્ટી પર અસામાજિક તત્ત્વોએ કર્યો હુમલો, આપી જાનથી મારી નાંખવાની ધમકી
calendar_today June 17, 2026

Ahmedabad News: AMCની ઢોર પાર્ટી પર અસામાજિક તત્ત્વોએ કર્યો હુમલો, આપી જાનથી મારી નાંખવાની ધમકી

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન કર્મચારીઓ પર હુમલા અને ધમકીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નરોડા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ઢોર પાર્ટીના માણસોને રોકી, તેમને માર મારવાની ધમકી આપી એક અજાણ્યો શખ્સ પકડેલા પશુઓને બળજબરીથી છોડાવી ગયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે AMC ના સંબંધિત વિભાગે નરોડા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.નરોડાના પાયલનગર પાસે બની ઘટનાઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર કંટ્રોલ પાર્ટી નરોડા વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહી હતી. આ ટીમ જ્યારે નરોડાના પાયલનગર ચાર રસ્તા પાસે પહોંચી અને રસ્તા પર નડતરરૂપ પશુઓને પકડવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે જ બાઇક પર સવાર થઈને એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો."કેમ પશુ પકડી જાઓ છો?" કહીને આપી ધમકીબાઇક પર આવેલા આ શખ્સે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના સીધો જ AMC ના કર્મચારીઓ સાથે વિવાદ શરૂ કર્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડીને કર્મચારીઓને પૂછ્યું હતું કે, "તમે કેમ અમારા પશુ પકડી જાઓ છો?" આટલું કહીને તેણે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને ઢોર પાર્ટીના માણસોને જાનથી મારી નાખવાની તેમજ જોરદાર માર મારવાની ધમકી આપી દીધી હતી.કર્મચારીઓ જોતા રહ્યા અને શખ્સ ઢોર છોડાવી ગયોઅજાણ્યા શખ્સના આક્રમક વલણ અને ધમકીના કારણે કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં જ, તે શખ્સ ઢોર પાર્ટીની પકડમાંથી પશુઓને બળજબરીપૂર્વક મુક્ત કરાવી ગયો હતો અને ત્યાંથી પોતાના બાઇક પર રફુચક્કર થઈ ગયો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર સરકારી કર્મચારીઓ સામે થયેલી આ દાદાગીરીથી કોર્પોરેશનના સ્ટાફમાં રોષ વ્યાપી ગયો છે.AMC ના NCND વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદઆ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના NCND વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિભાગના અધિકારીઓએ ફરજ પરના કર્મચારીઓને ધમકાવવા અને સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ અજાણ્યા બાઇકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કાયદો હાથમાં લેનારા આ શખ્સને ઝડપી લેવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો - Ahmedabad News: નોબલનગર વાલ્મીકી આવાસમાં રેડ, 8.67 લાખનો વિદેશી દારૂ-બિયર જપ્ત

Read Full Story arrow_forward
Delhi : ISIનું આતંકી નેટવર્ક, પોલીસ પર હુમલાનું ષડયંત્ર, સ્પેશિયલ સેલે કાર્યવાહી કરી વધુ 5 શંકાસ્પદોની કરી ધરપકડ
calendar_today June 17, 2026

Delhi : ISIનું આતંકી નેટવર્ક, પોલીસ પર હુમલાનું ષડયંત્ર, સ્પેશિયલ સેલે કાર્યવાહી કરી વધુ 5 શંકાસ્પદોની કરી ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક મોટા આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં વધુ પાંચ શંકાસ્પદ આતંકીઓને ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં પોલીસકર્મીઓ અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવા માટે સક્રિય હતું.તમામ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર શહજાદ ભટ્ટીના સંપર્કમાં હતાપોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ, જીવંત કારતૂસ, મોબાઇલ ફોન અને પાકિસ્તાન સમર્થિત પોસ્ટર તથા અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. તપાસ એજન્સીઓ હવે તેમના ડિજિટલ ડેટા અને નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સોહેલ, સોનુ મીણા, સચિન કુમાર મીણા, મહંમદ કૈફ અને મહંમદ રિહાન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ તમામ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર શહજાદ ભટ્ટીના સંપર્કમાં હતા અને તેના નિર્દેશો મુજબ કામ કરતા હતા.દીવાલો પર નારા લખવાના આરોપોતપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનું મુખ્ય લક્ષ્ય પોલીસ થાણા, સુરક્ષા કેમ્પ અને અન્ય સંવેદનશીલ સ્થળોની રેકી કરીને હુમલાની યોજના બનાવવાનું હતું. સાથે જ યુવાનોને પૈસા અને ઉગ્ર વિચારધારા દ્વારા ભરતી કરવાની કોશિશ પણ ચાલી રહી હતી. આરોપીઓ પર “તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (TTH)” નામના સંગઠનના સમર્થનમાં દીવાલો પર નારા લખવા અને પ્રચાર કરવા જેવા આરોપો પણ છે. મુખ્ય આરોપી સોહેલ સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો અને તેના બદલામાં તેને નાણાં પણ મળતા હતા.સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસપોલીસના જણાવ્યા મુજબ ગેંગના કેટલાક સભ્યોને પોલીસકર્મીઓ પર હુમલા માટે લાખો રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હતી. અગાઉ પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હાલ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને ધરપકડો થઈ શકે છે.આ પણ વાંચો : India News: ભારતમાં આ રાજ્યના લોકો પીવે છે સૌથી વધુ બિયર, આંકડા ચોંકાવી દેશે

Read Full Story arrow_forward
Essel Group Chairmanએ 304 કરોડમાં ખરીદેલો દિલ્હીનો બંગલો 1260 કરોડમાં વેચ્યો, દેશના સૌથી મોંઘા પ્રોપર્ટી ડીલમાં સામેલ
calendar_today June 17, 2026

Essel Group Chairmanએ 304 કરોડમાં ખરીદેલો દિલ્હીનો બંગલો 1260 કરોડમાં વેચ્યો, દેશના સૌથી મોંઘા પ્રોપર્ટી ડીલમાં સામેલ

એસ્સેલ ગ્રુપના ચેરમેને રાજધાનીના ભગવાન દાસ રોડ પરનો પોતાનો બંગલો વેચવાનો નિર્ણય લીધો છે. 2015માં 304 કરોડમાં ખરીદ્યો હતો બંગલો એસ્સેલ ગ્રુપના ચેરમેને 2015માં 304 કરોડમાં આ 2.8 એકરની હેણાંક મિલકત ખરીદી હતી. હવે, લગભગ એક દાયકા પછી, તેની કિંમત 1260 કરોડ થઈ છે. આનો અર્થ એ થયો કે છેલ્લા 10 વર્ષમાં આ પ્રોપર્ટીની કિંમત ચાર ગણી વધી છે.સોદો ક્યારે પૂર્ણ થશે?આ મિલકત સોદા માટેની બધી ઔપચારિકતાઓ 30 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એકવાર સોદો પૂર્ણ થઈ ગયા બાદ પછી તે દિલ્હીના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી લોકપ્રિય સોદાઓમાંની એક બની શકે છે.લુટિયન્સ બંગલો ઝોન શા માટે ખાસ ?આ મિલકત નવી દિલ્હીના લુટિયન્સ બંગલો ઝોનમાં સ્થિત છે. આ રાજધાનીના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તાર માનવામાં આવે છે. મોટા પ્લોટવાળી મિલકતો અહીં ભાગ્યે જ વેચાય છે. તેથી કોઈપણ સોદો થાય છે તેના પર સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા નજીકથી નજર રાખવામાં આવે છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને પસંદગીના વ્યવસાયિક પરિવારો આ વિસ્તારમાં રહે છે. મર્યાદિત પુરવઠો અને કડક વિકાસ નિયમો જમીનના ભાવ સતત ઊંચા રાખે છે.દિલ્હીના લક્ઝરી પ્રોપર્ટી માર્કેટ માટે મુખ્ય સંકેતલુટિયન્સના દિલ્હીમાં મિલકતનું વેચાણ અત્યંત ઓછું છે. આવી સ્થિતિમાં, દરેક મોટા સોદાને દેશના અતિ-લક્ઝરી હાઉસિંગ માર્કેટ માટે એક મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે. આ વ્યવહાર એ પણ દર્શાવે છે કે રાજધાનીના સૌથી પ્રીમિયમ વિસ્તારોમાં જમીનની માંગ મજબૂત રહે છે. આ વેચાણ એવા સમયે થયું છે. જ્યારે દેશના ઘણા અગ્રણી વ્યવસાયિક પરિવારો તેમની ઉચ્ચ-મૂલ્યવાળી મિલકતો દ્વારા સંપત્તિ મુદ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દિલ્હીના રિયલ એસ્ટેટ બજારમાં નવો બેન્ચમાર્ક સેટ1260 કરોડના સંભવિત મૂલ્ય સાથે, આ સોદો દિલ્હીના વૈભવી ગૃહ બજારમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરી શકે છે. તે એ પણ દર્શાવે છે કે રાજધાનીના સૌથી વિશિષ્ટ વિસ્તારોમાં મર્યાદિત જમીનની માંગ મજબૂત રહે છે. આ પણ વાંચોઃ G7થી નારાજ China, બનાવશે અલગ ગ્લોબલ AI ઓર્ગેનાઈઝેશન, જાણો કયા દેશોને અપાશે આમંત્રણ?

Read Full Story arrow_forward