android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા DGP જી એસ મલિકે કર્યો આદેશ, ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરો સામે કાર્યવાહીનો નિર્દેશ
calendar_today June 17, 2026

Gujarat Latest News Live : ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા DGP જી એસ મલિકે કર્યો આદેશ, ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરો સામે કાર્યવાહીનો નિર્દેશ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha News: LCBના નામે યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા
calendar_today June 17, 2026

Banaskantha News: LCBના નામે યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી હનીટ્રેપ અને તોડબાજીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 5 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર હનીટ્રેપના માસ્ટરમાઇન્ડમાં એક પત્રકાર અને એક પૂર્વ સરપંચ સામેલ હોવાનો પર્દાફાશ થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.નકલી LCBની ઓળખ આપી બળાત્કારની આપી ધમકીઘટનાની મળતી માહિતી અનુસાર, વડગામ પંથકના એક યુવકને ટોળકીએ આયોજનબદ્ધ રીતે હનીટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. યુવક જાળમાં ફસાતાની સાથે જ ગેંગના સાગરિતોએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે આપી હતી. તેમણે યુવક પર દબાણ લાવતા ધમકી આપી હતી કે, જો તે મોટી રકમ નહીં આપે તો તેને મહિલા પર બળાત્કારના ખોટા કેસમાં જેલ ભેગો કરી દેવામાં આવશે.ધમકી આપી ભોગ બનનાર પાસેથી રૂ. 5 લાખ પડાવ્યાપોલીસ અને બદનામીના ડરથી ફફડી ગયેલા પીડિત યુવકે આરોપીઓની માંગણી સામે ઝૂકવું પડ્યું હતું. આરોપીઓએ ડરાવી-ધમકાવીને યુવક પાસેથી રૂપિયા 5 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. જોકે, આ ટોળકીની હેરાનગતિ અને બ્લેકમેલિંગ વધતા આખરે પીડિત યુવકે હિંમત દાખવી સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે વિગતવાર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પત્રકાર અને પૂર્વ સરપંચ સહિત 3ની ધરપકડ, મહિલા ફરારગુનો દાખલ થતાં જ વડગામ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાબડતોબ રેડ કરીને આ કાળા કારસ્તાનમાં સામેલ 3 મુખ્ય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સોમાં પંથકનો એક પત્રકાર, એક પૂર્વ સરપંચ સહિત 3 લોકો સામેલ છે, જેઓ લાંબા સમયથી આ નેટવર્ક ચલાવતા હોવાની શંકા છે. આ હનીટ્રેપમાં મુખ્ય મહોરું બનેલી એક મહિલા અને અન્ય એક અજાણ્યો શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે.પોલીસની તપાસ તેજવડગામ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગે અગાઉ પણ LCB ના નામે અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે, કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. તેમજ ફરાર મહિલા અને તેના સાગરિતને ઝડપી લેવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી

Read Full Story arrow_forward
Rajkot News: વિધર્મીના ત્રાસથી હિન્દુ પરિણીતાએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
calendar_today June 17, 2026

Rajkot News: વિધર્મીના ત્રાસથી હિન્દુ પરિણીતાએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ શહેરમાંથી લવ જેહાદ અને બ્લેક મેઇલિંગનો એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભરી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરવા અને લગ્નજીવન તોડી નાખવા માટે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અસહ્ય ત્રાસ અને બ્લેક મેઇલિંગથી કંટાળીને આખરે ગત રાત્રે પરિણીતાએ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક અને હોટલમાં દુષ્કર્મઘટનાની મળતી માહિતી અનુસાર, પીડિત હિન્દુ પરિણીતા આશરે એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના મુસ્લિમ શખ્સના સંપર્કમાં આવી હતી. આ પરિચયનો ગેરલાભ ઉઠાવીને અફઝલે પરિણીતાને ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી અફઝલે પીડિતાના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઇલિંગ શરૂ કર્યું હતું.ધર્મ પરિવર્તન કરવા અને દરગાહમાં લઈ જવા દબાણછેલ્લા છ મહિનાથી આરોપી અફઝલ પરિણીતા પર તેનું ચાલુ લગ્નજીવન તોડી નાખવા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. આ કાળા કારસ્તાનમાં અફઝલની સાગરીત અનિશા નામની યુવતી પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. અનિશા પણ પરિણીતાને તેનું ઘર તોડીને અફઝલ સાથે ભાગી જવા મજબૂર કરતી હતી. આક્ષેપ મુજબ, અફઝલ પરિણીતાને બળજબરીપૂર્વક દરગાહમાં લઈ જતો, ત્યાં દોરો બાંધતો અને કોઈ પાણી પીવડાવીને ધર્મ પરિવર્તન કરવા માટે ધાક-ધમકી આપતો હતો.વારંવારની રજૂઆત છતાં પોલીસ કામગીરી સામે સવાલઆરોપી અફઝલ સીદા ગુનાહિત માનસિકતા ધરાવે છે, અને તેની સામે અગાઉ પણ અલગ-અલગ ગુનાઓમાં ત્રણ વખત FIR નોંધાઈ ચૂકી છે. પીડિતાના પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, અફઝલના આ ત્રાસ અંગે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી, તેમ છતાં પોલીસે સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. પોલીસની આ ઢીલી નીતિના કારણે આરોપી બેફામ બન્યો હતો, અને આખરે કંટાળીને પરિણીતાએ મોતનું વહાલું કરવા એસિડ ગટગટાવી લીધું હતું.સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિહાલમાં પરિણીતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. લવ જેહાદ અને દુષ્કર્મની આ ગંભીર ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આરોપી અફઝલ અને તેની સાગરીત અનિશા સામે તાત્કાલિક કડક કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો - Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward