android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News : ઇબોલા પ્રભાવિત કોગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની વતન વાપસીનો માર્ગ મોકળો
calendar_today June 17, 2026

Kachchh News : ઇબોલા પ્રભાવિત કોગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની વતન વાપસીનો માર્ગ મોકળો

ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ગોમા શહેરમાં લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમાને સુરક્ષિત રીતે વતન પાછા ફરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ઇબોલા સંબંધી ચિંતાઓને કારણે રવાંડા અને કોંગો દેશની સરહદો પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈભારતીય નાગરિક અને ભુજની આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન હતું. જોકે, માત્ર બે દિવસ બાદ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને ધ્યાનમાં રાખીને રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દીધી, જેના કારણે તેઓ કિગાલી પરત ફરી શક્યા નહોતા. અચાનક સરહદ બંધ થતાં ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ અને 31 મેના રોજ ભારત પરત આવવાની તેમની નિર્ધારિત ફ્લાઇટ પણ ચૂકી ગયા. ભારતીય દૂતાવાસોને રજૂઆતો મોકલવામાં આવીડૉ. અમીન સમાએ ભારત પરત ફરવા માટે મદદ મેળવવા નાયબ મુખ્યમંત્રીની કચેરીનો સંપર્ક કર્યો હતો અને મદદ માટે વિનંતી કરી હતી. આ મામલો હર્ષ સંઘવીની કચેરીનાં ધ્યાન પર આવતા ફસાયેલા નાગરિકને યોગ્ય સહાય અને હસ્તક્ષેપ મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન કર્યુ. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને તાત્કાલિક આ મામલો હાથમાં લીધો હતો.ફાઉન્ડેશને ઝડપથી ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત ભારતીય રાજદ્વારી મિશનો સાથે સંકલિત પ્રયાસો શરૂ કર્યા. 10 જૂનના રોજ નવી દિલ્હી સ્થિત અધિકારીઓ તેમજ રવાંડા અને ડીઆરસી સંબંધિત બાબતો સંભાળતી ભારતીય દૂતાવાસોને રજૂઆતો મોકલવામાં આવી હતી. ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતીડૉ. સમાએ સત્તાધિકારીઓને જાણ કરી હતી કે તેમણે કોઈપણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ તેમજ લક્ષણમુક્ત હતા. તેમણે રવાંડા, ડીઆરસી અથવા ભારતના સત્તાધિકારીઓ જરૂરી માને તેવી કોઈપણ તબીબી તપાસ, ક્વોરન્ટાઇન પ્રક્રિયા, ઇબોલા ટેસ્ટ, ઇમિગ્રેશન ચકાસણી અથવા અન્ય પ્રક્રિયાઓ માટે પણ તૈયારી દર્શાવી હતી. 18 જૂનની તેમની પુનઃનિર્ધારિત વતન પાછા ફરવાની ફ્લાઇટ નજીક આવતાં ફાઉન્ડેશને પોતાના પ્રયાસોને વધુ વેગ આપ્યો હતો અને અધિકારીઓ સાથે દિવસમાં અનેક વખત સંપર્ક સાધ્યો હતો. સતત પ્રયાસોના પરિણામે આખરે સકારાત્મક સફળતા મળી હતી. મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ17 જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ હતી, જેના કારણે 18 જૂનના રોજ તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો હતો. મંજૂરી મળ્યા બાદ ડૉ. સમાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને હમણાં જ મુસાફરી માટેની પરવાનગી મળી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપેલા સહયોગ અને મદદ બદલ હું હૃદયપૂર્વક આભારી છું.આ મુશ્કેલ સમયમાં આપની સહાય મારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહી છે અને આપના પ્રયાસો તથા ઉદારતાને હું હંમેશા કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખીશ.આ પણ વાંચોઃ Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે

Read Full Story arrow_forward
Bhavnagar : પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો RCC રોડ તોડી પડાયો
calendar_today June 17, 2026

Bhavnagar : પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો RCC રોડ તોડી પડાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં નવનિર્મિત આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. થોડા જ સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ નવો રોડ ટૂંક સમયમાં જ તૂટી પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ટેસ્ટિંગ સેમ્પલ ફેલ થવાના કારણે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનો એક ભાગ તોડી નાખ્યો છે.પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યોસ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડનું નિર્માણ ગુણવત્તા વગર અને નિયમોનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. પરિણામે થોડા જ દિવસોમાં રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયો હતો. પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો હોવા છતાં આખો રોડ કેમ ન તોડવામાં આવ્યો તે અંગે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. લોકોનો આરોપ છે કે ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થયો છે.ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવીઆ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખાસ કરીને રત્નકલાકારો અને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે અવરજવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. રોડ ખરાબ થતાં ટ્રાફિક અને અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ છે. સ્થાનિક ડાયમંડ એસોસિયેશન દ્વારા આ મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જો યોગ્ય ગુણવત્તા નિયંત્રણ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત.પાલિકા તંત્ર તરફથી જણાવાયું છે કે રોડના કામમાં ખામી સામે આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને સ્થાનિકોને ક્યારે યોગ્ય રોડ સુવિધા મળે છે.આ પણ વાંચો : Vadodara News : 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ, 22 જિલ્લામાં ધરણા પ્રદર્શન

Read Full Story arrow_forward
Patan News: કોર્ટ કાર્યવાહી બાદ પરત ફરતા કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલો, 4 લોકો સામે ફરિયાદ
calendar_today June 17, 2026

Patan News: કોર્ટ કાર્યવાહી બાદ પરત ફરતા કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલો, 4 લોકો સામે ફરિયાદ

ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. પ્રેમ લગ્ન કર્યા બાદ સામાજિક દબાણ આવતા બંને પોતાની મરજીથી છૂટા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ કિંજલ રબારી દ્વારા રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, આ કાયદાકીય લડાઈ વચ્ચે હવે આ વિવાદે નવો વળાંક લીધો છે. કિંજલના પૂર્વ પતિ પર હુમલાની ઘટના સામે આવી છે.  કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલોરાધનપુર ફેમિલી કોર્ટમાં ગત 15 જૂને છૂટાછેડાની મુદત હોવાથી કિંજલના પતિ અશોક ચૌધરી હાજર રહ્યા હતાં. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને જ્યારે તેઓ પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા ઈસમોએ હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે તેમની ગાડીને ઘેરી લીધી હતી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અશોક ચૌધરીએ કિંજલ રબારી સાથે કરેલા પ્રેમ લગ્ન બાદ, છૂટાછેડાના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દેતાં આ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો હોવાનું સામે આવ્યું છે.4 લોકો સામે ફરિયાદ કરવામાં આવીઅજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બનનાર કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર, કિંજલ રબારી સાથે ઓફિશિયલ છૂટાછેડા લેવા માટે કિંજલના પરિવારજનો દ્વારા તેમના પર અવારનવાર માનસિક અને સામાજિક દબાણ લાવવામાં આવતું હતું. કોર્ટ પરિસર નજીક થયેલા આ હુમલાના અસફળ પ્રયાસ બાદ અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશન ખાતે જઈને હુમલો કરવા આવેલા 4 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે

Read Full Story arrow_forward