android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ
calendar_today June 17, 2026

Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ

રાજકોટમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. શહેરમાં વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વખતે રામદેવ ડાંગરની ટોળકીને કાયદાના સકંજામાં લેવામાં આવી છે. ગેંગના કુલ પાંચ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યાક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા પાંચમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો હત્યા, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 52 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સંગઠિત રીતે ગુનાખોરી આચરતી આ ગેંગ લાંબા સમયથી કાયદા અને વ્યવસ્થા માટે પડકારરૂપ બની હતી. ગુજસીટોક હેઠળની કાર્યવાહીથી ગેંગના નેટવર્કને તોડવામાં મહત્વની સફળતા મળશે તેવી પોલીસને આશા છે.શહેરની કુલ 8 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ નોંધવામાં આવ્યારાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સંગઠિત ગુનાખોરી સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન શહેરની કુલ 8 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 90થી વધુ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સંગઠિત ગુનાખોરીને નાથવા માટે આવનારા સમયમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો થાય અને સામાન્ય નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવી શકે તે માટે પોલીસ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.આ પણ વાંચો : Surendranagar News: હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતી તોડબાજ ગેંગ ઝડપાઈ

Read Full Story arrow_forward
Gulf of Oman Attack: બે ખલાસીઓના મૃતદેહ ભારત લાવવામાં આવ્યા, અમેરિકાના હુમલામાં થયુ હતુ મોત
calendar_today June 17, 2026

Gulf of Oman Attack: બે ખલાસીઓના મૃતદેહ ભારત લાવવામાં આવ્યા, અમેરિકાના હુમલામાં થયુ હતુ મોત

આદિત્ય શર્મા અને શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. પરિવારમાં શોકની લહેર ઓમાનના અખાતમાં વેપારી જહાજ એમટી સેટેબેલો પર અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ ભારત પાછા લાવવામાં આવ્યા છે. અલગ-અલગ યુએસ હુમલાઓમાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. જેનાથી રાજદ્વારી ચિંતાઓ વધી છે અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં નાગરિક જહાજોની સલામતી અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. મૃતક ખલાસીઓના મૃતદેહના સ્વદેશ પરત ફરવાથી તેમના પરિવારો માટે અઠવાડિયાની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. સીએમ અને સાંસદને હસ્તક્ષેપ કરવા અપીલ આ હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના 23 વર્ષીય ડેક કેડેટ આદિત્ય શર્માનો પરિવાર પણ સામેલ છે. જેમણે આદિત્યના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવામાં જાહેરમાં મદદ માટે અપીલ કરી હતી. શર્માના પિતા, રાજીવ શર્માએ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને સાંસદ અનુરાગ ઠાકુરને હસ્તક્ષેપ કરવા અને જીવલેણ હુમલા તરફ દોરી જતા સંજોગો અંગે સ્પષ્ટતા મેળવવા અપીલ કરી હતી. કેવી રીતે થયો હુમલો ?આ ઘટના 10 જૂને બની હતી. જ્યારે યુએસ નેવીએ ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર પલાઉ-ધ્વજવાળા તેલ ટેન્કર, એમટી સેટેબેલો પર હુમલો કર્યો હતો. ટેન્કરમાં 24 ભારતીય ક્રૂ સભ્યો હતા. ભારતીય દૂતાવાસ અનુસાર, ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં એકવીસ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી રહ્યા છે, જ્યારે ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. આ પણ વાંચોઃ ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે Hormuz Strait બંધ કરશે! અમેરિકાએ સ્વીકાર્યુ કે, તેહરાને મેળવ્યું છે 'બ્રહ્માસ્ત્ર'

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : શૈક્ષિક સંઘ ટેટ પરીક્ષા મુદ્દે આંદોલનના માર્ગે, 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ
calendar_today June 17, 2026

Gujarat Latest News Live : શૈક્ષિક સંઘ ટેટ પરીક્ષા મુદ્દે આંદોલનના માર્ગે, 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward