android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India News: ભારતમાં આ રાજ્યના લોકો પીવે છે સૌથી વધુ બિયર, આંકડા ચોંકાવી દેશે
calendar_today June 17, 2026

India News: ભારતમાં આ રાજ્યના લોકો પીવે છે સૌથી વધુ બિયર, આંકડા ચોંકાવી દેશે

ભારતમાં દારૂ અને બિયરના શોખીનોની કોઈ અછત નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું રાજ્ય પણ છે જે બિયર પીવાના મામલે બાકીના તમામ રાજ્યોને પાછળ છોડી ચૂક્યું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP) અને વિવિધ રાજ્યોના આબકારી વિભાગોના તાજેતરના ડેટા અનુસાર, તેલંગાણા ભારતમાં સૌથી વધુ બિયરનું વેચાણ કરતું રાજ્ય બની ગયું છે. અહીંના આંકડા એટલા ચોંકાવનારા છે કે જાણીને કોઈને પણ વિશ્વાસ નહીં થાય.ઉનાળામાં માંગમાં 65% નો તોતિંગ વધારોતેલંગાણામાં બિયરની લોકપ્રિયતા માત્ર સામાન્ય દિવસો પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને ગરમીની સિઝનમાં અહીં બિયરની માંગ આસમાને પહોંચી જાય છે. કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) દરમિયાન રાજ્યમાં બિયરના વેચાણમાં રેકોર્ડબ્રેક 65% સુધીનો વધારો નોંધાય છે. આ દિવસોમાં રાજ્યમાં દરરોજ અંદાજે 2.2 લાખથી 2.3 લાખ કેસ બિયરનો વપરાશ થાય છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે.ખર્ચ કરવામાં પણ તેલંગાણાના લોકો મોખરેઆ રિપોર્ટ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતા પણ દર્શાવે છે. ડેટા અનુસાર, તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ 'ઇન્ડિયન મેડ ફોરેન લિકર' (IMFL) અને બિયર પાછળ વાર્ષિક સરેરાશ ₹3,061 પ્રતિ વ્યક્તિ ખર્ચ કરે છે. ભારતના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં દારૂ પાછળ પ્રતિ વ્યક્તિ કરવામાં આવતો આ સૌથી વધુ ખર્ચ છે.મુંબઈ-બેંગલુરુને પછાડી હૈદરાબાદ બન્યું 'બિયર કેપિટલ'તેલંગાણાની રાજધાની હૈદરાબાદ હવે દેશમાં બિયર વપરાશનું સૌથી મોટું હબ બની ગયું છે. બિયર વેચાણના મામલામાં હૈદરાબાદે દેશના મેટ્રો સિટીઝ ગણાતા મુંબઈ અને બેંગલુરુને પણ પાછળ છોડી દીધા છે. આંકડા દર્શાવે છે કે તેલંગાણામાં કુલ 972 લાઇસન્સ પ્રાપ્ત બાર છે, જેમાંથી 645 બાર તો માત્ર ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની સીમામાં જ આવેલા છે.સરકારની તિજોરી છલકાઈ: રેકોર્ડબ્રેક કમાણીબિયર અને દારૂના આ અસાધારણ વેચાણથી તેલંગાણા સરકારની આબકારી આવકમાં અધધ વધારો થયો છે. વર્ષ 2014-15માં રાજ્યની આબકારી આવક અંદાજે ₹10,000 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને ₹36,493 કરોડ પર પહોંચી ગઈ છે. તહેવારોની સિઝનમાં તો આ કમાણી તમામ મર્યાદાઓ તોડી નાખે છે. ફક્ત ડિસેમ્બર 2025ના એક જ મહિનામાં આખા રાજ્યમાં ₹5,102 કરોડના દારૂ અને બિયરનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું હતું.આ પણ વાંચો:Giorgia Meloni: નથી છોડી શક્તી કહેનાર ઇટાલીના PM મેલોનીએ અંતે સિગારેટનું વ્યસન છોડ્યું

Read Full Story arrow_forward
Aravalli News: TET પરીક્ષા નાબૂદીની માગ સાથે 5500 શિક્ષકોના ધરણા, રામધૂન બોલાવી આપ્યું આવેદન!
calendar_today June 17, 2026

Aravalli News: TET પરીક્ષા નાબૂદીની માગ સાથે 5500 શિક્ષકોના ધરણા, રામધૂન બોલાવી આપ્યું આવેદન!

ગુજરાતમાં શિક્ષકોની બદલી અને પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાવડા ચડાવ્યા છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આંદોલનના ભાગરૂપે બુધવારે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી સામે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી ગયા હતા. શિક્ષકો દ્વારા TET પરીક્ષા નાબૂદ કરવાની મુખ્ય માગ સાથે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.જિલ્લા પંચાયત સામે શિક્ષકોએ બોલાવી રામધૂનધરણા કાર્યક્રમ દરમિયાન શિક્ષકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા શિક્ષકોએ જિલ્લા પંચાયત કચેરીની બહાર જ જમીન પર બેસીને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધના ભાગરૂપે 'રામધૂન' બોલાવી પ્રશાસનનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ આંદોલનને પગલે જિલ્લા પંચાયત પરિસરમાં શૈક્ષણિક આલમનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.5500 શિક્ષકોની સહી સાથે કલેક્ટરને આવેદનપત્રઆંદોલનકારી શિક્ષકોના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, TET પરીક્ષાના હાલના નિયમો પ્રાથમિક શિક્ષકો માટે અન્યાયકર્તા છે અને તેને તાત્કાલિક અસરથી નાબૂદ કરવી જોઈએ. આ માંગણી સબબ જિલ્લાના આશરે 5500 જેટલા પ્રાથમિક શિક્ષકોના સમર્થન સાથેનું એક વિસ્તૃત આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ ચીમકી આપી છે કે, જો સરકાર આ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.સાંજે ઓધારી મંદિરે યોજાશે ભજન સંધ્યાદિવસભરના ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમ બાદ, શિક્ષક સંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શનને અહિંસક અને આધ્યાત્મિક વળાંક આપવાનું પણ નક્કી કરાયું છે. આ આંદોલનના ભાગરૂપે જ બુધવારની મોડી સાંજે સ્થાનિક ઓધારી માતાજીના મંદિરે એક ભવ્ય 'ભજન સંધ્યા'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની એકતા પ્રદર્શિત કરશે.આ પણ વાંચો - Aravalliના નવલપુર પાસે એસટી બસ સાથે ઊંટની ભયાનક ટક્કર! અકસ્માતમાં પશુનું કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward
Vadodara News :  2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ, 22 જિલ્લામાં ધરણા પ્રદર્શન
calendar_today June 17, 2026

Vadodara News : 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ, 22 જિલ્લામાં ધરણા પ્રદર્શન

ગુજરાતમાં સરકાર સામે ફરીવાર આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ખેડૂતો ખાનગી કંપનીના વીજપોલ અને જમીન સંપાદનના વળતર મુદ્દે સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. તો બીજી બાજુ શિક્ષકો પણ ટેટ પરીક્ષાના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી રહ્યાં છે. શિક્ષકોની માગ છે કે, TAT ફરજિયાત રદ કરો. આ આંદોલનમાં હવે શૈક્ષિક સંઘની પણ એન્ટ્રી થતાં મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. બેનરો અને સુત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યોવડોદરા શૈક્ષિક સંઘ દ્વારા ટેટ પરીક્ષાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. આ કાયદાના વિરોધમાં રાજ્યના 22 જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં વડોદરા સહિત વિવિધ જિલ્લા પંચાયત કચેરીઓ ખાતે શિક્ષકોએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો હતો. TAT ફરજિયાત રદ કરો જેવી માગ ઉઠીઆ મામલે શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આગામી ચોમાસુ સત્ર દરમિયાન કાયદામાં યોગ્ય સુધારો લાવીને 2010 પહેલાના તમામ શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.આટલા વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ આપ્યા બાદ હવે આ ઉંમરે પરીક્ષા આપવી તે તદ્દન અયોગ્ય અને અન્યાયી હોવાનું શિક્ષકોનું સ્પષ્ટ માનવું છે.આ પણ વાંચોઃ Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે

Read Full Story arrow_forward