android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uddhav Thackeray Shiv Sena : ફરી તૂટી ઉદ્ધવ ઠાકરેની શિવસેના! 9માંથી 6 સાંસદો શિંદેના શરણે
calendar_today June 17, 2026

Uddhav Thackeray Shiv Sena : ફરી તૂટી ઉદ્ધવ ઠાકરેની શિવસેના! 9માંથી 6 સાંસદો શિંદેના શરણે

ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ સંજય રાઉતે આ બળવાખોર સાંસદોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.શિવસેના (UBT)માં મોટું બળવોમહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરને લઈને હલચલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન આ બળવાખોર સાંસદોને સંજય રાઉતે ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.6 સાંસદોએ બદલ્યો પક્ષવાસ્તવમાં શિવસેના યુબીટીના તમામ 6 બળવાખોર સાંસદો મંગળવારે દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોતાને અલગ જૂથ ગણાવતા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાની માહિતી આપી હતી. આ બળવાખોર સાંસદોમાં સંજય દેશમુખ, દીના પાટિલ, નાગેશ પાટિલ અષ્ટીકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય જાધવના નામ સામેલ છે. બીજી તરફ શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાં બળવા પર એક પ્રકારે મહોર મારતા ભાજપને ચેતવણી આપી છે. તેમણે આ બળવાખોરોની સરખામણી સાપ સાથે કરતા ભાજપને ચેતવ્યું છે કે કાલે આ લોકો તેને પણ ડંખ મારશે. અરવિંદ સાવંતે કરી રજૂઆતબીજી તરફ શિવસેના UBTએ પણ આ બળવાને રોકવા માટે ચાલ ચાલી દીધી છે. ઉદ્ધવ ઠાકરેના વફાદાર શિવસેના (UBT) ના સાંસદ અરવિંદ સાવંતે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને વિનંતી કરી છે કે પાર્ટીના કોઈ પણ સાંસદના અલગ જૂથ બનાવવા કે અન્ય કોઈ પક્ષમાં વિલીનીકરણને માન્યતા આપવામાં ન આવે. સાવંતે આ પત્રમાં લખ્યું છે કે શિવસેના યુબીટી એક જ રાજકીય પક્ષ છે અને કાયદાની નજરમાં તે જ માન્ય છે. શિવસેના UBTએ કહ્યું કે સંસદમાં પાર્ટીનું અસ્તિત્વ મૂળ રાજકીય પક્ષથી આવે છે, તેથી અલગ-અલગ જૂથ બનાવીને તે જ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકાય નહીં. 'અપના સપના મની..મની..!' ઉદ્ધવ સાથે દગાબાજી માટે સાંસદોને મળ્યા 15-15 કરોડ, સંજય રાઉતનો દાવોઓપરેશન ટાઈગરની ચર્ચા વચ્ચે શિવસેના UBT સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવ્યો છે. રાઉતે સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે શિવસેના (UBT) ના સાંસદોને ખરીદવા માટે 15-15 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવી રહ્યા છે. સંજય રાઉતનું કહેવું છે કે ઉદ્ધવ જૂથના તમામ 9 સાંસદો એકજૂથ છે.આ પણ વાંચો-Folk Song : બુંદેલખંડની માટીમાંથી જન્મેલું એ ગીત, જેણે 15 વર્ષ પહેલાં જીતી લીધા હતા દેશવાસીઓના દિલ

Read Full Story arrow_forward
Political News: સપામાં પડશે મોટું ભંગાણ!  ઓપી રાજભરના કરેલા મોટા દાવાથી રાજકારણમાં ખળભળાટ
calendar_today June 17, 2026

Political News: સપામાં પડશે મોટું ભંગાણ! ઓપી રાજભરના કરેલા મોટા દાવાથી રાજકારણમાં ખળભળાટ

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીમાં ટૂંક સમયમાં મોટો ભાગલા પડી શકે છે અને ઘણા નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે.રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્રઓપી રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. રાજભરના કહેવા મુજબ, આ પત્રમાં કેટલાક એવા નેતાઓના નામ છે, જેઓ ભાજપમાં જોડાવા માંગે છે. જોકે, અત્યાર સુધી આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ રાજભરના નિવેદનથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી પર હુમલો કરતા કહ્યું કે જેમ જેમ તપાસ એજન્સીઓ ખાણકામ કૌભાંડ અને ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જેવા કેસોમાં કાર્યવાહી તેજ કરી રહી છે, તેમ તેમ સપાના નેતાઓમાં ગભરાટ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કેસોમાં ઘણા મોટા નામો સામેલ છે.ઉત્તર પ્રદેશમાં જોવા મળશે મોટું રાજકીય પરિવર્તનરાજભરે વધુમાં કહ્યું કે “લોકો ત્યારે જ ખરીદાય છે જ્યારે તેઓ વેચાવા માટે તૈયાર હોય.” તેમણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં પણ મોટું રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ઓપી રાજભરના દાવાએ રાજકીય તાપમાન વધુ વધારી દીધું છે.સપામાં પડશે ભંગાણ!હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર સમાજવાદી પાર્ટીમાં મોટો ભાગલા પડશે? શું રામગોપાલ યાદવે ખરેખર અમિત શાહને કોઈ પત્ર લખ્યો છે? કે પછી આ માત્ર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ છે? આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.આ પણ વાંચોઃ Hormuz Strait Crisis: પહેલા પૈસા પછી સુરક્ષા, ઓઇલ ટેન્કરો પસાર કરાવવા માટે હવે 'VIP પાસની એન્ટ્રી ?

Read Full Story arrow_forward
Maharashtra Politics: ઉદ્ધવની સેના તૂટી, બળવાખોર 6 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સોંપ્યો
calendar_today June 17, 2026

Maharashtra Politics: ઉદ્ધવની સેના તૂટી, બળવાખોર 6 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સોંપ્યો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ જૂથ ફરી એકવાર સામ સામે આવી ગયા છે. કારણ કે ઉદ્ધવ જૂથના 9માંથી 6 સાંસદોએ અલગ પોતાનું જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે.  આ છ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવે.કયા સાંસદોએ અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો શિવસેના (UBT) ના સાંસદો જેમણે સ્પીકરને પત્ર લખ્યો છે તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ અશ્તિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દિના પાટિલનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી છ સાંસદો દૂર થઈ ગયા છે, પરંતુ ત્રણ સાંસદો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા છે.ઉદ્ધવના સાંસદો એકનાથ શિંદેમાં જોડાયામહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શિવસેના (UBT) ના નવ સાંસદોમાંથી 6એ બુધવારે સવારે 9:30 વાગ્યે સ્પીકરને પત્ર સુપરત કર્યો હતો.  જેમાં એકનાથ શિંદેની પાર્ટીમાં વિલયની માંગ કરવામાં આવી હતી. આ છ સાંસદોએ એક અલગ જૂથ બનાવ્યું અને તેને શિવસેનામાં ભેળવી દીધું.ઉદ્ધવની પાર્ટીના છ બળવાખોર સાંસદો બુધવારે સવારે નાંદેડ, પુણે અને મુંબઈથી ખાનગી જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એકનાથ શિંદેની શિવસેનાના એક વરિષ્ઠ નેતા પણ હતાય  તેઓ એકસાથે સ્પીકરને મળ્યા અને તેમના સમર્થનનો પત્ર સુપરત કર્યો.ઉદ્ધવની પાર્ટીમાં વિભાજન ! યુબીટી જૂથમાં બળવાની અટકળો વચ્ચે દિલ્હીમાં સંજય રાઉતના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અરવિંદ સાવંત, મુખ્ય દંડક અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ હાજર રહ્યા હતા. શિવસેના (યુબીટી)ના નવ લોકસભા સાંસદોમાંથી માત્ર ત્રણ જ હાજર હતા બાકીના છ ગેરહાજર હતા. આ સ્પષ્ટપણે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો ભય દર્શાવે છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તમામ નવ સાંસદો પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી હતી. અમે તેમને શક્ય તેટલા સંસાધનો પૂરા પાડ્યા હતા.તેમણે કહ્યું કે અમારા સાંસદ શિવસેનાના ચિન્હ મશાલ પર ચૂંટાયા છે. જેના નેતા ઉદ્ધવ ઠાકરે છે. તેઓ પીએમ મોદીના નામ પર નથી જીત્યા. એવામાં કોઇ પક્ષ બદલે છે તો અમે તેને છોડીશું નહીં. જેને જવુ હોય તો તે રાજીનામુ આપીને જઇ શકે છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો હજી ખતરો તોળાઇ રહ્યો છે. આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

Read Full Story arrow_forward