android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે
calendar_today June 17, 2026

Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે

ગુજરાતના સરહદી અને ઔદ્યોગિક રીતે અત્યંત મહત્વના એવા કચ્છ જિલ્લાની રેલ સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હીથી મળતા અહેવાલો મુજબ, રેલવે મંત્રાલય દ્વારા 'આદિપુર-ભુજ રેલવે પ્રોજેક્ટ' અંતર્ગત ટ્રેક ડબલિંગ માટે રૂ. 493 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી સમગ્ર કચ્છ ક્ષેત્રની રેલ નેટવર્ક કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.રોજની 2 નવી પેસેન્જર ટ્રેનો દોડી શકશેઆદિપુર-ભુજ રેલવે સેક્શન સિંગલ ટ્રેક હોવાને કારણે હાલમાં ટ્રેનોના સંચાલનમાં અનેક મર્યાદાઓ નડી રહી છે. જોકે, હવે આ પ્રોજેક્ટ અંતર્ગત ડબલ લાઈન બની ગયા બાદ રેલવેની ક્ષમતામાં મોટો વધારો થશે. ડબલિંગની કામગીરી પૂર્ણ થતાની સાથે જ બંને દિશાઓમાં રોજની બે વધારાની પેસેન્જર ટ્રેનો ચલાવી શકાશે, જેનો સીધો લાભ સ્થાનિક મુસાફરો અને પ્રવાસીઓને મળશે, અને તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.દર વર્ષે 12 મિલિયન ટન માલ હેરફેરની ક્ષમતા વધશેઆ પ્રોજેક્ટ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સ અને માલસામાનના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ નવો ડબલ ટ્રેક કાર્યરત થવાથી આ સેક્શન પર દર વર્ષે વધારાની 12 મિલિયન ટન માલ હેરફેર કરવાની ક્ષમતા હાંસલ થશે. સરળ અને ઝડપી પરિવહનના કારણે ઉદ્યોગો માટે કાચો માલ મંગાવવો અને તૈયાર પ્રોડક્ટ્સ દેશના અન્ય ભાગોમાં મોકલવી વધુ સસ્તી અને ઝડપી બનશે.કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિકચ્છ જિલ્લો છેલ્લા બે દાયકામાં મોટા ઔદ્યોગિક હબ તરીકે ઉભરી આવ્યો છે. કચ્છમાં આવેલા વિવિધ ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ્સ માટે આ પ્રોજેક્ટ સંજીવની સમાન સાબિત થશે. બહેતર લોજિસ્ટિક્સ સુવિધાઓ મળવાને કારણે આ ક્ષેત્રમાં નવા રોકાણો આકર્ષાશે, રોજગારીની તકો વધશે અને સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે.રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડાણ મજબૂત બનશેઆ પ્રોજેક્ટ કચ્છને દેશના મુખ્ય રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ મજબૂતાઈથી સાંકળશે. કેન્દ્ર સરકારની આ મંજૂરી બાદ હવે રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરીને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.આ પણ વાંચો - Kutch News: 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, ભચાઉ નજીક કેન્દ્રબિંદુ

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : ગુજરાતના હેલ્થ સિસ્ટમનો ખતરનાક એક્સ-રે: દર 1 બાળકના મોત સામે માંડ 2 જન્મ, શહેરો અને ગામડાં વચ્ચેની અસમાનતાએ ચિંતા વધારી
calendar_today June 17, 2026

Sandesh Digital Explainer : ગુજરાતના હેલ્થ સિસ્ટમનો ખતરનાક એક્સ-રે: દર 1 બાળકના મોત સામે માંડ 2 જન્મ, શહેરો અને ગામડાં વચ્ચેની અસમાનતાએ ચિંતા વધારી

ગુજરાતના આરોગ્ય તંત્રની આંખ ઉઘાડનારા અને કમકમાટી છૂટી જાય તેવા સત્તાવાર આંકડા સામે આવ્યા છે. વર્ષ 2025 અને વર્ષ 2026ના પ્રથમ 5 મહિનામાં રાજ્યમાં નોંધાયેલા બાળકોના જન્મ અને નવજાત માસૂમોના મોતના આંકડાએ સમગ્ર તબીબી જગત અને સરકારને વિચારતા કરી દીધા છે. સિવિલ રજીસ્ટ્રેશન એપ્લિકેશન અને આરોગ્ય વિભાગના પાકા ચોપડે નોંધાયેલી આ વિગતો માત્ર વસ્તી ગણતરી નથી, પરંતુ ગુજરાતના કથળતા બાળ સ્વાસ્થ્ય અને કુપોષણની સ્થિતિનો જીવતો જાગતો પુરાવો છે.11 લાખ સામે 5 લાખના મોત સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2025માં રાજ્યમાં કિલકિલાટ સાથે 11,53,425 બાળકોનો જન્મ થયો હતો. આ ખુશીની ક્ષણ વચ્ચે કાળઝાળ વાસ્તવિકતા એ છે કે તેની સામે 5,75,464 માસૂમો કાળનો કોળિયો બની ગયા હતા. ગણિત બહુ સીધું અને ડરામણું છે—રાજ્યમાં દર 1 બાળકના મૃત્યુ સામે માંડ 2 બાળકોનો જન્મ થઈ રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો તફાવત શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો તફાવત તો આરોગ્ય ક્ષેત્રના દાવાઓની પોલ ખોલે છે. વર્ષ 2025માં શહેરોમાં 8.89 લાખથી વધુ બાળકો જન્મ્યા, જ્યારે ગામડાઓમાં આ આંકડો માત્ર 2.63 લાખ પર અટકી ગયો. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગામડાઓમાં આધુનિક સારવાર અને સુવિધાઓના અભાવે સગર્ભા મહિલાઓએ ડિલિવરી માટે શહેરો તરફ પલાયન કરવું પડે છે. જો કે, શહેરોમાં પણ બાળ મૃત્યુનો આંકડો 2.82 લાખને પાર થઈ ગયો છે જે ચિંતાનો વિષય છે. 2026ના પ્રથમ 5 મહિનામાં પણ સ્થિતિ વણસી વાત માત્ર વીતેલા વર્ષની નથી, ચાલુ વર્ષ એટલે કે 2026ના પ્રથમ 150 દિવસો (1 જાન્યુઆરીથી 31 મે)નું ચિત્ર વધુ ભયાનક છે. આ 5 મહિનામાં ગુજરાતમાં કુલ 4,23,074 બાળકોનો જન્મ થયો, જેની સામે 2,14,410 બાળકોના મોત નીપજ્યા છે. છેલ્લા 2 વર્ષમાં પ્રતિ 1,000 દીકરાઓના જન્મ સામે દીકરીઓના જન્મનું પ્રમાણ માત્ર 933 થી 931 ની વચ્ચે રહ્યું છે. જન્મની સરખામણીએ બાળકીઓના મોતના આંકડા પણ વધુ પ્રમાણમાં નોંધાયા છે, જે ભવિષ્યમાં રાજ્યના લિંગ સંતુલન માટે મોટો ખતરો સાબિત થઈ શકે છેગુણોત્તર ઘટી ગયો સૌથી મોટું ડેન્જર સિગ્નલ એ છે કે વર્ષ 2025માં મૃત્યુ સામે જન્મનો જે ગુણોત્તર '2' હતો, તે 2026માં ઘટીને 1.97 પર આવી ગયો છે. આ નજીવો ઘટાડો પણ ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. જો મોતના આ તાંડવને અટકાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વસ્તી સંતુલન બગડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને પ્રિ-મેચ્યોર ડિલિવરી મોટા કારણો આ ગંભીર સ્થિતિ અંગે સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર ડો. નેહલ ગજેરાએ જણાવ્યું કે, "છેલ્લા બે વર્ષના ડેટા દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં બ્લડ પ્રેશર વધવાની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. બીપી વધવાને કારણે પ્રિ-મેચ્યોર (સમય પહેલા) ડિલિવરી કરાવવી પડે છે, જેમાં બાળકને બચાવવું અત્યંત મુશ્કેલ બને છે અને બાળ મૃત્યુદર વધે છે." લિંગ ગુણોત્તર સુધર્યો હોવાનો દાવો બીજી તરફ, આ આંકડાઓ વચ્ચે લિંગ ગુણોત્તર સુધર્યો હોવાનો દાવો પણ સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, "તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'બેટી બચાવો, બેટી પઢાઓ' આંદોલન અને સરકારના કડક પગલાંને કારણે આજે દીકરા અને દીકરીના જન્મ વચ્ચેનો સામાજિક તફાવત ઘણો ખરો ઓછો થઈ ગયો છે." ગ્રામીણ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું જ પડશે ડિજિટલ ઇન્ડિયા અને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોના યુગમાં પણ જો 150 દિવસમાં 2 લાખથી વધુ માસૂમો દમ તોડી દેતા હોય, તો આરોગ્ય વિભાગે કાગળ પરના દાવા છોડીને ગ્રામીણ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું જ પડશે.આ પણ વાંચો----   Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

Read Full Story arrow_forward
Navsari News: અસહ્ય ગરમી વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટું, વાતાવરણમાં પ્રસરી ઠંડક
calendar_today June 17, 2026

Navsari News: અસહ્ય ગરમી વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટું, વાતાવરણમાં પ્રસરી ઠંડક

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા બાદ બુધવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ શહેરના પૂર્વ ભાગના વિવિધ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. આ વરસાદી એન્ટ્રીથી વાતાવરણમાં ક્ષણભરમાં જ ઠંડક પ્રસરી ગઈ છે.શહેરના પૂર્વ પટ્ટીના આ વિસ્તારોમાં મેઘમહેરવાતાવરણમાં આવેલા પલટાના કારણે નવસારી શહેરના ખાસ કરીને પૂર્વ વિભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા લૂંસિકુઈ અને સર્કિટ હાઉસ વિસ્તાર, કાલિયાવાડી અને દશેરા ટેકરી અને બસ ડેપો સહિતના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને વાહનચાલકોને પણ થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું.બફારાથી રાહત, પરંતુ હજુ મોટા વરસાદની રાહછેલ્લા ઘણા સમયથી નવસારીવાસીઓ અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ પવન સાથે આવેલા વરસાદી ઝાપટાંએ લોકોને ગરમીમાંથી મોટી રાહત આપી છે. જોકે, આ માત્ર હળવા ઝાપટાં હોવાથી ધરતીપુત્રો અને શહેરીજનો હજુ પણ સાર્વત્રિક અને ધોધમાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણીના કાર્યોને વેગ મળી શકે.આ પણ વાંચો - Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર

Read Full Story arrow_forward