android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી
calendar_today June 17, 2026

Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બન્યા પછી દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા અને દાન આપવા પહોંચી રહ્યા છે. પરંતુ, આ પવિત્ર પરિસરમાંથી અત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. રામ મંદિરના દાનપાત્રમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની ગંભીરતા જોઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સોશિયલ મીડિયા પર આ કૌભાંડ 200 કરોડથી લઈને 1400 કરોડ સુધીનું હોવાની ચર્ચા છે. આખરે આટલી ચુસ્ત સુરક્ષા વચ્ચે સવા વર્ષ સુધી આ ચોરી કેવી રીતે ચાલતી રહી? કોણ છે આની પાછળ? અને કેવી રીતે આખા નેટવર્કનો પર્દાફાશ થયો? આવો વિગતવાર સમજીએ આ ખાસ સંદેશ એક્સપ્લેનરમાં.મહાકુંભ અને માઘ મેળો: ચોરો માટે સુવર્ણકાળ આરોપ છે કે રામ મંદિરમાં દાનની રકમની ચોરી કોઈ એક-બે દિવસ નહીં, પણ છેલ્લા સવા વર્ષથી અવિરતપણે ચાલી રહી હતી. ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ અને આ વર્ષે માઘ મેળા દરમિયાન જ્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શન માટે આવ્યા, ત્યારે ચઢાવાની રકમમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. ચોરી કરનારા ટોળકી માટે આ સમય લોટરી સમાન સાબિત થયો. આરોપ મુજબ દાનની રકમ ગણવા બેસતા આ શંકાસ્પદ કર્મચારીઓએ ભીડનો ફાયદો ઉઠાવીને એક-એક દિવસમાં 10 થી 15 લાખ રૂપિયા ગાયબ કરવાનું શરૂ કર્યું હતું. પકડાયાના થોડા મહિના પહેલા તો આ કર્મચારીઓએ તમામ મર્યાદાઓ વટાવીને મોટી રકમો પાર કરી દીધી હતી. અધિકારીઓ અને કડક સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં, કોઈને પણ આ વાતની કાનોકાન ખબર ન પડી. કૌભાંડની મોડસ ઓપરેન્ડી: કેવી રીતે થતી હતી ચોરી? રામ મંદિર જેવા સંવેદનશીલ અને હાઈ-સિક્યોરિટી ઝોનમાંથી આટલી મોટી રકમ ગાયબ કરવી એ કોઈ સામાન્ય બાબત નહોતી. આરોપ મુજબ  આ એક અત્યંત આયોજનબદ્ધ ખેલ હતો, જે સુરક્ષાની ખામીઓ અને ભાઈ-ભતીજાવાદના જોરે રમાયો હતો 'ટિન્નુ' નેટવર્ક અને વગદાર સગાવાદ અહેવાલો મુજબ રામ મંદિરમાં રોજ આવતા કરોડોના ચઢાવાની ગણતરી કરવાની જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી. બેંકે આ કામ એક આઉટસોર્સિંગ કંપનીને આપ્યું. આરોપ મુજબ અહીં જ અસલી ખેલ થયો. આ કંપનીમાં એ જ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા જેમના નામ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોએ આપ્યા હતા. આમાં 'ટિન્નુ' નામના વ્યક્તિની મુખ્ય ભૂમિકા સામે આવી છે. આરોપ લાગેલા છે તે પ્રમાણે  ટિન્નુએ પોતાની વગ વાપરીને પોતાના જ 35 થી 40 સગા-સંબંધીઓને પૈસા ગણવાની નોકરી પર રખાવી દીધા હતા. ગણતરી પહેલાં જ ખેલ અહેવાલોમાં આરોપ લગાવાયા છે કે ચોરીની પદ્ધતિ અતિ શાતિર હતી. ગણતરી શરૂ થાય તે પહેલાં તમામ દાનપાત્ર ખોલીને બધી જ રોકડ એક મોટી જગ્યાએ ભેગી કરી દેવાતી. જેના કારણે શરૂઆતમાં કુલ કેટલી રકમ આવી છે તેનો કોઈ ચોક્કસ આંકડો ઓન-રેકોર્ડ હોતો નહોતો. કર્મચારીઓ ગણતરી દરમિયાન જ રકમ પોતાના ગજવામાં કે અન્ય જગ્યાએ સરેશ કરી દેતા અને છેલ્લે જે રકમ વધતી તેનું જ વિવરણ ચોપડે નોંધાતું. ચેકિંગ વગર અવરજવર આક્ષેપ તો ત્યાં સુધી થયેલો છે કે  ટ્રસ્ટની ભલામણથી નોકરીએ લાગેલા આ કર્મચારીઓ ગળામાં આઈ-કાર્ડ લટકાવીને મંદિરના ખૂણે-ખૂણામાં બેખોફ ફરતા હતા. ટ્રસ્ટના જ ખાસ માણસો હોવાના કારણે સિક્યોરિટી ગાર્ડ્સ પણ ક્યારેય તેમની શારીરિક તપાસ કરતા નહોતા કે ન તો તેમનું પોલીસ વેરિફિકેશન થયું હતું. ઓછા પગારનો મોટો આશરો  ચોંકાવનારો આરોપ એ છે કે પકડાયેલા કર્મચારીઓ માત્ર 12 હજારથી થી 18 હજાર ના માસિક પગાર પર દિવસ-રાત લાંબી ડ્યુટી કરતા હતા. બેંકના અધિકારીઓને પણ નવાઈ ન લાગી કે આટલા ઓછા પગારમાં આ લોકો આટલી નિષ્ઠાથી કેમ કામ કરે છે! વાસ્તવમાં તેમને પગાર સાથે કોઈ લેવાદેવા જ નહોતી, તેમનો અસલી પગાર તો રોજનો લાખો રૂપિયાનો ચઢાવો હતો. સીસીટીવી કેમેરાની નિષ્ફળતા અહેવાલોમાં જે રીતે આરોપ લગાવાયેલા છે તે પ્રમાણે  પરિસરમાં સીસીટીવી કેમેરા તો હતા, પરંતુ તેનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થતું નહોતું. કેમેરામાં બધું રેકોર્ડ તો થતું હતું પણ કોઈ લાઈવ જોનાર ન હોવાથી ચોરી તરત પકડી શકાતી નહોતી. કૌભાંડનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? આ મામલે જે અહેવાલો બહાર આવ્યા છે તેના દ્વારા જાણવા મળે છે કે આરોપ પ્રમાણે આખું પ્રકરણ શરૂઆતમાં ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જ્યારે ટ્રસ્ટને ચઢાવાની આવકમાં ઘટાડો દેખાયો, ત્યારે આંતરિક રીતે વેરિફિકેશન કરવામાં આવ્યું અને કેટલાક કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા. ટ્રસ્ટે ગુપ્ત રીતે આ શંકાસ્પદોની પૂછપરછ પણ કરી હતી. પરંતુ આ વિવાદે રાજકીય અને સાર્વજનિક સ્વરૂપ ત્યારે લીધું જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી **અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનું દાન ગાયબ થવું એ અત્યંત શરમજનક છે.તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટને સુઓમોટો લેવાની માંગ કરી. અખિલેશ યાદવની પોસ્ટ પછી દેશભરમાં હોબાળો મચી ગયો. ચારેતરફથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સત્તાવાર તપાસની માંગ કરવી પડી, ત્યારબાદ જ મુખ્યમંત્રીએ SIT ની રચના કરી.ઉપર સુધી છેડા અડેલા હોવાના પણ લાગ્યા આરોપઆરોપ લગાવાઇ રહ્યો છે કે   માત્ર સામાન્ય કર્મચારીઓની ચોરી નથી, આમાં ઉપર સુધી છેડા અડેલા હોવાની આશંકા છે. અહેવાલો મુજબ આ મામલે લવકુશ મિશ્રા, અવનિશ, અનુકલ્પ, કરુણ અને રમાશંકર નામના પાંચ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ લોકોએ ગુનો કબૂલ્યો છે. લવકુશના ઘરેથી 10-12 લાખ રોકડા અને અવનિશના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા રિકવર થઈ ચૂક્યા છે. આરોપ લાગ્યો છે કે  ખેલનો મુખ્ય સૂત્રધાર ટિન્નુ, તેનો પુત્ર અને ભત્રીજો છે. ટિન્નુ ટ્રસ્ટના એક ખૂબ જ મોટા હોદ્દેદારનો ખાસ માણસ છે. પકડાયેલો રમાશંકર પણ ટિન્નુનો સગો થાય છે.  ટોચના હોદ્દેદારો પર સવાલ આક્મંષેપ મુજબ તો મંદિરની વ્યવસ્થા સંભાળતા ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જેવા ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. આટલું મોટું કૌભાંડ સવા વર્ષ સુધી ચાલ્યું છતાં આ હોદ્દેદારો કેમ મૌન રહ્યા? હજુ સુધી તેમનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એસઆઇટી એ પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડને ઉચ્ચ સ્તરેથી કોઈ સંરક્ષણ મળેલું હતું કે નહીં. એસબીઆઇ ના જે અધિકારીઓએ આ ભલામણિયા કર્મચારીઓની કામગીરી કે ઓડિટ પર ક્યારેય સવાલ ન ઉઠાવ્યા, તેઓ પણ હવે તપાસના ઘેરામાં છે. માત્ર રોકડ જ નહીં, સોનાની ગદા અને દાગીના પણ ગાયબ આરોપ મુજબ  કૌભાંડની રકમ સત્તાવાર રીતે કેટલી છે તે હજુ સ્પષ્ટ નથી થયું, કારણ કે ચોરી રેકોર્ડ પર ચઢ્યા પહેલા થતી હતી. પ્રાથમિક તપાસમાં 8 કરોડ રૂપિયાની હેરાફેરીના પુરાવા મળ્યા છે, પરંતુ વાસ્તવિક આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે માત્ર રોકડા જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા સોના-ચાંદીના દાગીના પણ ગાયબ કરાયા છે. એવી પણ ચર્ચા છે કે અસલી સોનાના દાગીના હટાવીને તેની જગ્યાએ નકલી દાગીના ગોઠવી દેવાયા હતા. એટલું જ નહીં, દાનમાં આવેલી 2 કિલો સોનાની ગદા પણ ગાયબ હોવાના અહેવાલો છે.  હવે આગળ શું? મુખ્યમંત્રીના આદેશથી બનેલી ઉચ્ચ સ્તરીય SIT માં લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંત, IG રેન્જ કિરણ એસ. અને વિશેષ નાણાં સચિવ નીલ રતન સામેલ છે. સરકારની કડક સૂચના છે કે 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ અને 15 દિવસમાં ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે. એસઆઇટી એ મંદિરના નાણાકીય દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે અને બેંક કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, આ તપાસના બે મુખ્ય પાસા છે - પહેલું, આ ગુનાના મૂળ સુધી પહોંચી દોષિતોને સજા આપવી અને બીજું, ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટે ફૂલપ્રૂફ ડિજિટલ અને ઓડિટ સિસ્ટમ ઊભી કરવી. અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ આખા કૌભાંડના કારણે અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે ત્યારે જોવાનું એ રહેશે કે એસઆઈટીની તપાસમાં કયા મોટા માથાઓના નામ બહાર આવે છે.  આ પણ વાંચો----     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
Ram Mandir Donation Row: SIT તપાસનો ત્રીજો દિવસ, ચંપત રાય સહિત અનેક કર્મચારીઓની પૂછપરછ
calendar_today June 17, 2026

Ram Mandir Donation Row: SIT તપાસનો ત્રીજો દિવસ, ચંપત રાય સહિત અનેક કર્મચારીઓની પૂછપરછ

24 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની સ્થાપના કરવામાં આવી. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ (રામલલ્લા)ની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી。આ સાથે 500 વર્ષોની લાંબી રાહ અને ઐતિહાસિક આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામ માટે લોકોએ દાન આપ્યુ હતું. ત્યારે આ દાનમાં કોઇ ઉચાપત થઇ હોવાના આરોપ સર હાલમાં એસઆઇટી તપાસ ચાલી રહી છે. દાન ચોરીના આરોપ મામલે તપાસ તેજ  દાન ચોરી કેસમાં મંદિર ટ્રસ્ટે સીએમ યોગીને એસઆઇટી તપાસની માગ કરી હતી. જે અંતર્ગત  SIT તપાસ ચાલુ છે. ટીમે જનરલ સેક્રેટરી ચંપત રાય અને પ્રશાસક ગોપાલ રાવ સહિત અનેક સ્ટાફ સભ્યોની પૂછપરછ કરી. તેમણે દાન પેટીઓથી લઈને રેકોર્ડ સુધીની દરેક વસ્તુની તપાસ કરી. SIT તપાસ આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે.આ પ્રક્રિયા દરમિયાન દાનની રકમના સંગ્રહ, સુરક્ષા વ્યવસ્થા, ગણતરી પ્રક્રિયા અને આ કાર્યો માટે જવાબદાર વ્યક્તિઓ અંગે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તપાસનો આજે ત્રીજો દિવસ લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંત, જે SITનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે લખનૌના IG કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલરતન કુમાર સાથે વિવિધ સ્તરે પૂછપરછ કરી હતી. તપાસની ગુપ્તતા જાળવવા માટે, સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓને પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. આજ, ત્રીજા દિવસે, તપાસ ટીમ અનેક પાસાઓની તપાસ કરશે અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરશે.દાન પેટીઓથી લઈને રેકોર્ડ સુધીની દરેક વસ્તુની તપાસતપાસ ટીમે મંદિર પરિસરમાં સ્થાપિત દાન પેટીઓનું નિરીક્ષણ કર્યું, તેમના નંબર અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને રોકડ ગણતરી સંબંધિત તમામ રેકોર્ડ કબજે કર્યા. ટીમે સીસીટીવી ફૂટેજ, ડ્યુટી રજિસ્ટર, રોકડ જમા કરવાની પ્રક્રિયા અને સંબંધિત દસ્તાવેજોની પણ સંપૂર્ણ તપાસ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT દાન પેટીઓમાંથી કાઢવામાં આવેલા ભંડોળના તબક્કાઓ અને દેખરેખમાં સામેલ વ્યક્તિઓ તેમજ કથિત અનિયમિતતા કયા તબક્કે થઈ હશે તે સમજવાનો પ્રયાસ કરી રહી છે.રામલલ્લાને મળેલા દાગીનાની ભેટનું પણ નિરીક્ષણSITના વડા વિજય વિશ્વાસ પંતે રામ લલ્લા ગર્ભગૃહની સામે સ્થિત ખાસ રૂમનું પણ નિરીક્ષણ કર્યું, જ્યાં ભક્તો દ્વારા દાન કરાયેલા દાગીના અને અન્ય કિંમતી ધાતુઓને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. આ રૂમ માટે જવાબદાર કર્મચારી તિવારી સાથે પણ વિગતવાર પૂછપરછ કરવામાં આવી. તપાસ ટીમે સુરક્ષા વ્યવસ્થા, રેકોર્ડ-કીપિંગ અને કિંમતી વસ્તુઓની સુરક્ષા માટેની પ્રક્રિયાઓ અંગે માહિતી એકત્રિત કરી. મંગળવારે SITએ કોની કોની પૂછપરછ કરી ? SIT મંગળવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ મંદિર સંકુલમાં પહોંચી અને પરિમિતિ દિવાલની બહાર સ્થિત 'ગ્રીન હાઉસ'ની અંદર પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં મહાસચિવ ચંપત રાયને રોકડ ગણતરીમાં સામેલ સ્ટાફની નિમણૂક, દેખરેખ પદ્ધતિઓ અને જવાબદારીઓની સોંપણી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પ્રશાસક ગોપાલ રાવને મંદિરની આંતરિક કામગીરી અને ભંડોળના સંચાલન વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે દાન પેટીઓમાંથી રોકડ મેળવવાથી લઈને બેંકમાં જમા કરાવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં જવાબદારી ક્યાં છે અને દેખરેખ પ્રણાલી કેટલી અસરકારક હતી.રોકડની ગણતરી માટે 40 કર્મચારીઓ વળી દાન મેટીઓમાંથી એકત્રિત કરવામાં આવેલી રોકડની ગણતરી કરવામાં સામેલ 40 કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી.  જે એક કલેક્શન એજન્સીના કર્મચારીઓ છે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પણ કર્મચારીઓની તપાસ કરી.  આ તમામ બે શિફ્ટમાં કામ કરે છે. તપાસ એજન્સીનું કામ રોકડને પિલગ્રીમ ફેસિલિટેશન સેન્ટર સ્થિત સુરક્ષિત રૂમ સુધી લઇ જવા પુરતી જ છે. આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

Read Full Story arrow_forward
Uttarakhand News: 96.7% સાથે પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીનું NEETની પુનઃપરીક્ષા પહેલાં મોત, ઉઠ્યા ગંભીર પ્રશ્નો
calendar_today June 17, 2026

Uttarakhand News: 96.7% સાથે પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીનું NEETની પુનઃપરીક્ષા પહેલાં મોત, ઉઠ્યા ગંભીર પ્રશ્નો

12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 96.7% મેળવનાર રિયાએ ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું અને NEETની તૈયારી કરી રહી હતી. સમગ્ર વિસ્તારમાં આઘાતદેહરાદૂનના પટેલ નગર વિસ્તારમાં ચંદ્રમણિ કોલોનીમાં રહેતી 23 વર્ષીય રિયાના મૃત્યુથી તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને આઘાત લાગ્યો છે. અભ્યાસમાં પ્રતિભાશાળી મહિલા ગણાતી, તેણીએ 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 96.7% મેળવ્યા હતા. તેનો પરિવાર, સંબંધીઓ અને પડોશીઓ ઇચ્છતા હતા કે તેણી ડૉક્ટર બને. તેણી પોતે સફેદ કોટ પહેરીને દર્દીઓની સેવા કરવાનું સ્વપ્ન જોતી હતી. પરંતુ હવે, તે જ ઘરમાં શોક છવાઈ ગયો છે.ઉભા થયા ગંભીર પ્રશ્નો આજકાલ, ચંદ્રમણિ કોલોનીમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે. આટલી તેજસ્વી વિદ્યાર્થિનીને પોતાનું જીવન કેમ ટુંકાવ્યુ?. રિયાના પિતા રાજેશ માલ, તેમની પુત્રીને યાદ કરતી વખતે વારંવાર ભાવુક થઈ જાય છે. પરિવારના મતે, રિયા બાળપણથી જ તેના અભ્યાસમાં શ્રેષ્ઠ હતી. તેણીને તેના શાળાના દિવસોમાં પણ એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવતી હતી. તેણીએ ક્યારેય તેના લક્ષ્યો સાથે સમાધાન કર્યું નહીં. જ્યારે બીજા બાળકો રમવામાં વ્યસ્ત હતા, ત્યારે તે કલાકો સુધી પુસ્તકોમાં મગ્ન રહેતી હતી. 96.7% માર્ક્સ અને ડોક્ટર બનવાનું સ્વપ્નરિયાની શૈક્ષણિક સિદ્ધિઓ તેની મહેનત વિશે વાત કરીએ તો, રિયાએ 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 96.7% માર્ક્સ સાથે રાજા રામ મોહન રોય એકેડેમીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારથી, તેણીએ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. તેના પરિવારને આશા હતી કે તે તબીબી ક્ષેત્રમાં મોટી સફળતા મેળવશે. આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે, તેણીએ NEET પરીક્ષાની તૈયારી શરૂ કરી. દિવસ-રાત સખત મહેનત, કોચિંગ, નોટ્સ અને સતત અભ્યાસ તેના રોજિંદા દિનચર્યાનો ભાગ બની ગયો હતો. પરિવારે કહ્યુ હતુ કે, મેડિકલ કોલેજમાં પ્રવેશ તેનું સૌથી મોટું લક્ષ્ય હતું. તે તેના અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર હતી અને ભાગ્યે જ સમય બગાડતી હતી. તેણીએ NEET પરીક્ષામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. NEETની તૈયારી અને વધતું દબાણપરિવારના જણાવ્યા અનુસાર, રિયા ઘણા સમયથી NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે તાજેતરમાં જ પરીક્ષામાંથી પાછી આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, પરીક્ષા આપ્યા પછી તે ખુશ દેખાતી હતી. તેણીને આશા હતી કે આ વખતે તેની મહેનત રંગ લાવશે. પરંતુ સંજોગો બદલાયા. તેણીએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ તેના ચહેરા પર પહેલા જેવો તેજ નહોતો. તેના માતા અને પિતાએ ચોક્કસપણે જોયું હશે કે તેમની પુત્રી પહેલા કરતાં વધુ શાંત થઈ ગઈ છે. પરંતુ કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તે એકલી આટલી મોટી માનસિક લડાઈ લડી રહી છે.મૃતકના રુમમાં મળી ચિઠ્ઠી પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણીએ તેના માતાપિતા માટે "મમ્મી અને પપ્પા, હું તમને પ્રેમ કરું છું" લખ્યું હતું. આ થોડા શબ્દો હવે પરિવાર માટે યાદ બની ગયા છે. રિયા પરિવારમાં સૌથી મોટી બાળકી હતી. તેણીને એક નાની બહેન અને એક ભાઈ છે. પરિવારના સભ્યો કહે છે કે સૌથી મોટી તરીકે, તે જવાબદાર અને તેના ભાઈ-બહેનો માટે પ્રેરણા બંને હતી. પડોશીઓના મતે, જ્યારે પણ કોઈ બાળકને અભ્યાસમાં સમસ્યા આવતી, ત્યારે તે હંમેશા મદદ કરવા તૈયાર રહેતી. તેણી શાંત સ્વભાવની હતી અને ક્યારેય બિનજરૂરી દલીલોમાં પડતી નહોતી. આ જ કારણ છે કે તેના મૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ પણ વાંચોઃ કોઈ માણસ બ્લેક હોલની નજીક જાય તો શું થશે? જાણો બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય 

Read Full Story arrow_forward